તમારા મોબાઇલમાં પાકિસ્તાની આ એપ્સ હોય તો તરત જ તેને ડિલિટ કરી નાખો…!નહિતર…

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૬

પ્રતિકાત્મક ફોટો....ગૂગલ

પાકિસ્તાન તમારી જાસૂશી કરે છે…તમને કોઇ એવું કહે તો તમને કેવુ લાગે?  બકવાશ લાગેને? પણ આવું શક્ય છે…એક વાત બહાર આવી છે કે પાકિસ્તાન અમુક એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિક અને મોબાઇલ ગેઇમ્સ એપ્લિકેશન દ્વારા ભારતીય લોકોની જાસૂસી કરી રહ્યું છે. એટલે કે તમારો મોબાઈલ પાકિસ્તાન માટે હથિયાર છે.


ટોપગન નામની  ગેમ એપ, બીડીજુંકી નામની વિડિયો એપ, ટૉકિંગ ફ્રોગ નામની એન્ટરટેઇનમેન્ટ એપ અને એમપી જુંક નામની વિડિયો એપમાં માલવેયર વાયરસની મદદથી પાકિસ્તાન જાસૂસી કરતું હોવાનું બહાર આવ્યું છે. આપણી સરકારના ગૃહ મંત્રાલયે તો ચાર એપ્લિકેશન્સનાં નામ જાહેર કરીને એવું કહ્યું છે કે, સાવધાન રહેજો, આ એપ્સથી બચજો.  તેની મદદથી પાકિસ્તાન ડેટા અને બીજી સેન્સિટિવ ડિટેઇલ્સ કલેક્ટ કરી રહ્યું છે. આ સિવાયની બીજી એપ્લિકેશન્સ પણ હોઇ શકે છે, જો કે તેનાં નામ હજુ આઇડેન્ટિફાય થયા નથી. આ ઉપરાંત song.pk નામની મફતમા ગીતો ડાઉલોડ કરવા દેતી આ વેબ પણ પાકિસ્તાનની જ છે…ભારતીયો તેનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે…તો સાવધાન

બાય ધ વે, તમે ચેક કરતા રહેજો કે ક્યાંક તમારા મોબાઇલમાં તો પેલી ચારમાંથી કોઇ એપ નથી ને? પાકિસ્તાનથી આવતા મેસેજ કે ફોનકૉલ્સથી પણ સાવધાન રહેવાની જરૂર છે. પાકિસ્તાન એવો દેશ છે કે કોઇપણ કામમાં કે સંબંધમાં એનો ભરોસો કરવા જેવો નથી.