OLX પર ગાય-ભેંસ પણ વેચાય છે!

    ૧૩-ઓક્ટોબર-૨૦૧૬


મેટ્રો શહેરોથી આગળ વધીને હવે ગામડાઓમાં પણ ઑનલાઇન ખરીદ-વેચાણનું ચલણ વધી રહ્યું છે. તેમા રસપ્રદ વાત એ છે કે, ગાય અને ભેંસોને વેચવા માટે હરિણાયાના ખેડૂતો ઑનલાઇનો પ્લેટફોર્મ ઉપયોગ કરી રહ્યા છે. હરિયાણાના ખેડૂતો પોતાની ગાયો અને ભેંસોને વેચવા માટે OLX નો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહી OLX પર ખેડૂતોને વધારે નફો મળી રહ્યો છે. અહીં ૩૫૦૦૦ રૂપિયાથી લઈને ૯૦૦૦૦ સુધીની ગાય-ભેંસ વેચાય છે…

હરિયાણાના સોનીપતનો રાકેશ  છેલ્લા 5 વર્ષથી ઑનલાઇન પ્લેટફૉર્મ OLX પર સક્રિય છે. તેનો દાવો છે કે  OLX પર તે અત્યાર સુધીમાં 13થી વધુ ગાય-ભેંસની ખરીદી અને વેચાણ કરી ચુક્યો છે. અને તેમા તેને 30 ટકા વધારે નફો થયો છે.

જો કે હરિયાણા સિવાય પંજાબ અને દેશના અન્ય ભાગોમાં પણ આ ચલણ જોર પકડી રહ્યું છે. તો આના પરથી કહી શકાય કે ગામડાના ખેડૂતો હાઇટેક થઇ રહ્યા છે. અને OLX જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વધારે નફો મેળવી રહ્યા છે.