શિવાનંદ આશ્રમ વિશ્ર્વભરમાં યોગપ્રચારનું કેન્દ્ર બન્યો છે : અરુણભાઈ ઓઝા

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


શરૂ‚આતથી જ હું આ પવિત્ર આશ્રમ સાથે જોડાયેલો છું. પ. પૂ. સ્વામી પવિત્રાનંદજી જે પહેલાં લક્ષ્મીકાન્તજી દવે હતા. અમે તેઓને શિવાનંદ કાકા કહેતા હતા. એક દિવસ તેઓને ખબર પડી કે આ જગ્યાએ સરકાર તરફથી સામાજિક કાર્યો માટે જમીન મળી રહી છે અને અમે જમીન લેવાનું નક્કી કર્યંુ. એક સમયે શ્રી લાલકૃષ્ણ અડવાણીજી પણ આ આશ્રમની મુલાકાતે આવ્યા હતા. સ્વામીજીની આજ્ઞાથી અધ્યાત્મનંદજી અહીં આવ્યા અને આશ્રમનું આધ્યાત્મિક સર્જન કર્યંુ. આ આશ્રમનું જે પ્રાકૃતિક વાતાવરણ છે તેનું સંપૂર્ણ શ્રેય સ્વામી અધ્યાત્મનંદજીને જાય છે. અહીં એક એક છોડમાં સ્વામીજીનો શ્ર્વાસ જોડાયેલો છે. આખા નોર્થ ઇન્ડિયામાં જોવા ન મળે એવું અહીં અષ્ટલક્ષ્મી મંદિર બનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના લગભગ ૫૦૦થી વધુ લોકો અહીં યોગ અભ્યાસ અર્થે આવે છે. આ ભવનના નિર્માણની એક એક ઈંટમાં સ્વામી અધ્યાત્મનંદજીએ તેમનો પ્રાણ રેડ્યો છે. આ ભવનનું નામ મેં જ્યારે અધ્યાત્મ સત્સંગ ભવનનું નામ રાખવાનું સૂચન કર્યંુ ત્યારે તેઓએ મારો એ પ્રસ્તાવ ધીરેથી બાજુ પર રાખી દીધો અને સત્સંગ ભવનનું નામ ‘ચિદાનંદમ્’ રાખવાની વાત કરી, પરંતુ મને લાગે છે કે આ સત્સંગ ભવનની સાથે ગુરુશ્રેષ્ઠ શ્રી શિવાનંદનું નામ પણ જોડાય માટતેનું નામ ‘શિવઅધ્યાત્મ ભવન્’ રાખવામાં આવે. આમ થશે તો ચિદાનંદજીના આત્માને પરમ શાંતિ મળશે. આ આશ્રમમાં વનવાસી કલ્યાણ અર્થે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અહીંથી સવા લાખ નોટબૂકોનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. અહીંથી ‘દિવ્ય જીવન’ માસિક પાછલા કેટલાંય વર્ષોથી નિયમિતપણે પ્રકાશિત થઈ રહ્યું છે. અહીં એવી અનેક પ્રવૃત્તિઓ છે, જેમાં દરરોજ લગભગ ૬૦૦ લોકો યોગાસનની તાલીમ માટે આવે છે. આમ આ આશ્રમ સમગ્ર વિશ્ર્વમાં યોગપ્રચારનું એક કેન્દ્ર બન્યો છે. સમગ્ર વર્ષમાં ૨૧૦ દિવસ કાર્યક્રમો થયા અને વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓ યોજાઈ જેમાં લગભગ ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

000


(શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી શ્રી)