વ્યક્તિ, સમાજ અને દેશ - એક સૂત્રાત્મકતા : અજય ઉમટ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


એક અમેરિકન ભારતની મુલાકાતે આવ્યો. એક ભારતીયે તેને કહેલું કે મારા ભારતમાં તને ફળફુશક્ષલ માણસો મળશે. તેણે ભારતમાં જોયું કે અહીં Knowledge છે, વિશ્ર્વવિદ્યાલયો છે અને ઘણું બધું છે. પાછો અમેરિકા આવ્યો. ત્યારે પેલા ભારતીયે પૂછ્યું, ‘કેવા લાગ્યા Indians ?’ ત્યારે તેણે કહ્યું, ઇન્ડિયામાં મને કાશ્મીરી મળ્યો, આસામી મળ્યો, પંજાબી મળ્યો, ગુજરાતી મળ્યો. હિન્દુ મળ્યો, મુસ્લિમ મળ્યો, દલિત મળ્યો પણ ઇન્ડિયન એક પણ ના મળ્યો.’ આપણે ત્યાં સમાજવાદ છે, જ્ઞાતિવાદ છે, જૂથવાદ છે. માણસ વહેંચાઈ ગયો છે. મને એક બહેન મળ્યાં. ખૂબ વ્યથિત હતાં. તેમણે પૂછ્યું, ‘એક ભારતીય બીજા ભારતીયને મારી જ કેવી રીતે શકે ?’ કારણ કે એક સૂત્રાત્મકતા નથી.
આજે જ મોટો આતંકવાદી હુમલો થયો. આપણા ૧૭ જવાનોને જીવતા સળગાવી દીધા. ૩૫ જવાનો ઘણા દાઝી ગયા છે. આપણે તેમને માટે પ્રાર્થના કરીએ. સુરતમાં ડાયમન્ડ મર્ચન્ટ છે. એમણે મેડિકલ કૉલેજ બનાવી અને વડાપ્રધાનને કહ્યું, ‘આમાં માત્ર સુરતના જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, કારણ કે સુરતના લોકોએ જ દાન આપ્યું છે.’ વડાપ્રધાને કહ્યું, ‘સારી વાત છે, આપણે મહારાષ્ટ્રમાંથી તાપીમાં જે પાણી આવી રહ્યું છે, તેને પણ બંધ કરી દઈએ. મધ્યપ્રદેશ કહે છે. નર્મદાનું પાણી નહીં આપીએ. આ ગુજરાત કે મધ્યપ્રદેશનો નહીં, ભારતનો વિકાસ છે. વર્લ્ડ બેન્કમાં બેસતી એક લોબી હવનમાં હાડકાં નાંખે છે. તેઓ તેમાં સફળ પણ થાય છે. કારણ કે એક સૂત્રાત્મકતા નથી.’
એક શિક્ષકે ભારતનો નકશો દોર્યો હતો. પછી તેને અલગ કરી દીધો અને એક વિદ્યાર્થીને પૂછ્યું, ‘તું આને ગોઠવી શકે ?’ વિદ્યાર્થીએ એ કાગળને ઊંધું કરી દીધું. તેની ઉપર જેડબ્લુની જાહેરાતમાં એક handsome પુરુષ હતો. બાળકે તે માણસને સરખો કરવા માંડ્યો. શિક્ષકે પૂછ્યું, ‘તું આ શું કરે છે ?’ બાળકે કહ્યું, ‘માણસ સરખો કરું છું. માણસ સરખો થશે તો દેશ સરખો થઈ જશે.’
એક વખત અમે પ્લેનમાં હતા અને સમાચાર આવ્યા કે, ‘આપણે ૧૨૦૦ કરોડની લાંચ આપી છે અને ઞજ સેક્રેટરી જનરલ શશી થ‚ર બનશે. અમે હજી તો પ્લેનમાંથી નીચે ઊતર્યા ત્યાં તો સમાચાર આવ્યા, ‘પ્લીઝ, કીલ ધ સ્ટોરી, અમેરિકાની એક લોબીએ ૨૦૦૦ કરોડ ડૉલરની લાંચ આપી છે, એટલે શશી થ‚ર નહીં બની શકે. કેટલીક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવાતી દવા ત્યાં વેચાય માટે એનું સિલેક્શન થયું હતું. અમેરિકામાં પણ આવું થાય છે. મેરે મુલ્કમેં એક ચીજ પ્યોર હૈ - વો corruption હૈ.
આપણે ત્યાં કૃષ્ણ લીડર હતા. મહાવીર, કાલિદાસ, આર્યભટ્ટ, ચાણક્ય, પતંજલિ ઘણા લીડર થઈ ગયા. આજે લીડરશીપની અછત ચાલી રહી છે. આજનો નેતા આવતીકાલની ચૂંટણી પર ધ્યાન આપે છે, માટે પટેલવાદને મહત્ત્વ આપે, દલિતવાદને મહત્ત્વ આપે પણ ગુજરાતને મહત્ત્વ આપતા નથી.
આપણે ત્યાં ૧૮૫૭નો વિપ્લવ થયો. સંગ્રામ થયો. ભારતદેશના નાગરિકોનું સ્વપ્ન હતું કે દેશ આઝાદ થવો જોઈએ. જે સ્વપ્નો સાકાર થતાં ૯૦ વર્ષ લાગ્યાં. છેક ૧૯૪૭માં દેશ આઝાદ થયો. તેનું બંધારણ થતાં અઢી વર્ષ થયાં. આપણી ઇચ્છા છે. ભારત એક Super Power country બને. આપણી નિયતિ આપણને ખબર નથી. આપણે happinessની વાત કરતા નથી. આપણે ત્યાં ઘરનું ઘર સ્કીમમાં ઘર લેવા ઉપસ્થિત રહેતા અસંખ્ય પરિવાર હતા, ૩૬ લાખ પરિવારો below povertyમાં ફોર્મ ભરવા આવે છે. ૫૦૦ પીએસઆઈની નોકરી માટે ૫ લાખ લોકો ઈન્ટરવ્યુ આપે છે. તમે મહેસાણાથી મુંબઈ જાવ તો તેને golden coridore કહેવાય છે. તમામ પ્રકારની industries development છે, પણ અંતરિયાળ વિસ્તારમાં જાવ તો કોઈ સગવડો જ નથી. આપણી વ્યક્તિ શહેરવાદી થઈ રહી છે. ગામડાંની શાળા-કૉલેજોમાં સારી ફેકલ્ટી નથી. ડૉ. કલામે ૨૦૨૦નું વિઝન આપ્યું હતું, પણ આજે ૬ કરોડમાંથી ૩ કરોડ ગુજરાતીઓ વિકાસથી વંચિત રહી ગયા છે. જો કે નરેન્દ્ર મોદીજીએ શ‚ કર્યંુ છે. કમનસીબી એ છે કે ફોરેનમાં બેઠેલી લોબી આપણામાં વર્ગવિગ્રહ કરે છે. તોફાન કરાવે છે. માયાવતી ને કેજરીવાલને દલિતવર્ગના વોટની ચિંતા છે. આજે અનામતના પ્રશ્ર્નો ચાલે છે, ઈલેક્શન આવે ત્યારે બધુ ચમકે છે, પછી બધું ભુલાઈ જાય છે. આપણે ત્યાં તો દેશનેતા-ઈન્દિરા ગાંધી, યુવા નેતા રાહુલ ગાંધી, મહિલા નેતા- પ્રિયંકા ગાંધી, તો ભાડમેં જાય મહાત્મા ગાંધી. જો પરિવારવાદમાં સત્ત્વ નથી હોતું ત્યાં લાંબુ નહીં ચાલે. લાલુ યાદવ, ઠાકરે, કરુણાનિધિ, નહેરુ પરિવારમાં વંશવાદ ચાલે છે. આ રાજનીતિ ખતમ થશે તો જ દેશની પ્રગતિ થશે.
ફોરેનમાં કોઈ બાળક જમવાનું બગાડે ત્યારે તેમના પિતા કહેતા કે બગાડ ના કરશો. ભારતમાં લોકોને ખાવા નથી મળતું. લાલબહાદુર શાસ્ત્રી કહેતા, ‘એક ટંક જમો’. હવે ફોરેનમાં પિતા બાળકને કહે છે, ‘ભણો, ભારતના યુવાનો એટલા તેજસ્વી છે કે તમને પટાવાળાની નોકરી પણ નહીં મળે.’
૨૦૨૦માં શું સ્થિતિ હશે ? એ આપણા માટે મોટી તક છે. આપણી પાસે યુથ હશે. આપણે ત્યાં ‘મેક ઈન ઇન્ડિયા’, ‘ડિજીટલ ઇન્ડિયા’ સફળ થયું તો આપણે પાવરફૂલ થઈ જશું. આપણે ત્યાં તો આપણા ચીફ જસ્ટીસ ફરિયાદ કરે છે કે આપણા વડાપ્રધાન બલૂચિસ્તાનની વાત કરે છે પણ અમારા જ્યુડીશીયલની વાત નથી કરતા. આપણે ત્યાં આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવાવાળા ઑફિસરો બાર-બાર વર્ષથી જેલમાં છે. એનો અર્થ એ થયો કે હવે કોઈ પોલીસ ઑફિસર કોઈ આતંકવાદીને મારશે નહીં, કારણ કે તરત જ પૂછવામાં આવશે કે એ આતંકવાદી જ હતો તેનું તમારી પાસે શું proof છે ? માટે બધાં ગભરાય છે. જો આપણામાં એકસૂત્રાત્મકતા નહીં આવે તો આપણે જ આપણું નુકસાન કરીશું.
શ્રી રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યું. એમના સહકર્મચારીનાં ધર્મપત્નીએ તેમને કહ્યું મારે ત્યાં બાબાનો જન્મ થયો છે. એનું સરસ નામ તમે પાડજો. ટાગોરે તેમને છઠ્ઠીના દિવસે આવવા કહ્યું. બહેન બાબાને લઈને ગયાં તો ટાગોર રડી રહ્યા છે. બહેને પૂછ્યું, ‘તમે કેમ રડી રહ્યા છો ?’ ટાગોરે કહ્યું, ‘સૉરી, મારો અંગત સચિવ બે કલાક મોડો આવ્યો. હું તેને લડ્યો. પછી સચિવે કહ્યું, મારો એકનો એક પુત્ર પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. તેની અંતિમક્રિયા કરીને આવ્યો એટલે મોડું થયું.’ ટાગોરનું હૃદય બહુ જ ઋજુ હતું. આ સાંભળીને તેમને રડવું આવ્યું કે મેં કારણ જાણ્યા વગર જ તેને લડી નાંખ્યો. પછી પેલી બહેનને કહ્યું, ‘લાવ બાળક મારા ખોળામાં’ નામ પાડ્યું. ‘અમર્ત્ય’ તે અમર રહે.
માએ કહ્યું, ‘તેને આશીર્વાદ આપો. તમને જે ખુશી મળી હોય તેવી ખુશી તેને મળે.’
ટાગોરે કહ્યું, ‘મને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ત્યારે મને જે આનંદ થયો હતો, તેવો આનંદ તારા દીકરાને મળે. એ નોબેલ પ્રાઈઝ વીનર થાય. આશીર્વાદ ફળે તે માટે મહેનત કરવી પડશે અને ખરેખર અમર્ત્યસેનને નોબેલ પ્રાઈઝ મળ્યું એ એમનું વિઝન હતું.’
વિક્રમ સારાભાઈએ અમદાવાદ યુનિવર્સિટીના ટાવર પાસે ઊભા રહી કહ્યું હતું, મારે અહીં વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી છે. IIM, ISRO, NID વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સેન્ટર બન્યા તે તેમનું વિઝન હતું. વિક્રમ સારાભાઈના ગયા પછી છેલ્લા ૩૫ વર્ષમાં કઈ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ બની ?
આપણે જ્ાયં રહીએ છીએ ત્યાં સત્ય ધર્મ અપનાવી લઈએ એજ આપણો આપદ ધર્મ.