ગુજરાતના આ ખેડૂતે કરી કેન્સરમા અકસીર ગણાતા ફળની ખેતી

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૬


 

દક્ષિણ અમેરીકા અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં વેલા પર થતા ફળોની ખેતી કરવામાં પોરબંદર તાલુકાના અડવાણાના ખેડૂતને સફળતા મળી છે. આજની આધુનિક ખેતીના યુગમાં ખેડૂતો અવનવા પાક અને ફ્રૂટનું સફળ ઉત્પાદન કરે છે પોરબંદર જિલ્લામાં વિદેશની ધરતી ઉપર થતાં વિવિધ પ્રકારના ફ્રૂટની પણ ખેતી થઈ રહી છે.


ખેતીમા અનેક પ્રયોગો કરી અનેક સફળતા મેળવી ચૂકેલા  અડવાણાના લખમણભાઈ ઓડેદરાએ આ વખતે  દક્ષિણ અમેરીકાના દેશોમાં થતા પેશન ફ્રૂટનું સફળ ઉત્પાદન કર્યું છે. બે વર્ષના વેલામાં અંદાજે 1000 થી પણ વધુ નંગનો ઉતારો થાય છે. 4 નંગમાંથી 1 લીટરથી પણ વધુ જ્યુસ બને છે જે ખૂબ જ ન્યૂટ્રીશન હોય છે. 


આ ફ્રૂટ હ્રદયરોગ, કેન્સર જેવા રોગોમાં ઈમ્યુનિટી વધારે છે. એનિમીયા જેવા રોગમાં રામબાણ ઈલાજ છે. આ ફળની વિદેશમાં સારી એવી માંગ જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં પેશન ફ્રૂટની સફળ ખેતી બાદ અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ પ્રેરાયા છે.