તો શું મુકેશ અંબાણીની જિયો બંધ થઈ જશે?

    ૨૦-ઓક્ટોબર-૨૦૧૬


 

 

ચીન ના એક છાપામા છપાયુ છે કે  ભારતને અમારા એટલે કે ચીનની વસ્તુઓ વિના નહિ ચાલે...કેમ કે ભારતીઓ આળસુ છે...અહિં ભ્રષ્ટાચાર છે...આ ધ્રાસ્કા પછી બીજો ધ્રાસ્કો આવ્યો છે.  રિલાયન્સ જિયો… આજકાલ દેશભરમાં આ જ નામ ચાલે છે. પહેલા હતું કરલો દુનિયા મુઠ્ઠી મેં… હવે કરલો બાતે મફત મેં… બધુ જ ફ્રિમાં... આપણને મફતનું વધુ હજમ થઈ જાય છે એટલે જ મફતનું મળતું કે સસ્તામાં મળતું બધુ જ ભારતમાં ખપી જાય છે. ભલે ને પછી દેશ વિરોધી ચીનનો માલ કેમ ન હોય !

દેશમાં ચારેબાજુ ચાઈનના માલનો વિરોધ-બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ જિયોના બધા સિમકાર્ડ ચીનમાંથી ભારતમાં આવે છે. આવે છે નહિ ત્યાં જ બને છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો છે. જેમાં રિલાયન્સ જિયોએ કેટલા સિમકાર્ડ ચીનથી મંગાવ્યા છે. તેનો સંપૂર્ણ ડેટા છે. (જૂવો નીચેનો ફોટો)

રિલાયન્સ જિયોએ કેટલા સિમકાર્ડ ચીનથી મંગાવ્યા છે. તેનો સંપૂર્ણ ડેટા છે. સાભાર- સોશિયલ મીડિયા અને Zauba

ચાર્ટ જોતા ખબર પડે છે કે જાન્યુઆરી 2016માં 4.50 લાખ સિમકાર્ડ ચીનથી આવ્યા. ૧૨ જાન્યુઆરીએ ચીનમાંથી એક કન્સાઈમેન્ટ આવ્યું તેના ફરી જિયોના પાંચ લાખ કાર્ડ આવ્યા. પછી 16 જાન્યુઆરીએ 4 લાખ અને 28 સપ્ટેમ્બરે ફરી 2.50 લાખ સિમકાર્ડ ચીનથી આવ્યા.

જિયો મોબાઇલ ના બોક્ષ પર made in china

 

એટલે કે જિયોના સિમકાર્ડ જે મફતમાં મળી રહ્યા છે અને બ્લેકમાં 200થી 1500 રૂપિયામાં મળી રહ્યા છે. તે ચીનનો માલ છે. મેક ઈન ઇન્ડિયાનો નહીં. જિયોના ફોન પણ ચીનમાં બને છે. હવે તમે જ વિચારો મફતના મળતા જિયોના કાર્ડનો બહિષ્કાર કરશો કે પછી મફતમાં મળે છે એટલે અપવાદ રૂપે જિયોને બાજુમાં રાખો..વાપરો તમ તમારે....? અને જો ચીનના માલ પર ભારતમા પ્રતિબંધ લાગે તો ? તો  રિલાયન્સ જિયો બંધ થઈ જશે…!????