સલામ કરવાનું મન થશે આ નવયુવાનની હિંમતને

    ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


કહેવાય છે કે, કંઈક કરી બતાવવાનું ઝનૂન હોય તો કોઈપણ મુસીબત તમારો રસ્તો રોકી શકતી નથી. ૨૩ વર્ષનો યુવા આશિષ પરમાર બાળપણથી જ આંખોથી દિવ્યાંગ હતો, પરંતુ તે પ્રોબેશન ઑફિસરની પરીક્ષા પાસ કરી બેંકમાં અધિકારી બની ગયો છે. આઈબીપીએસ તરફથી લેવાયેલ નવેમ્બર ૨૦૧૫માં બેન્ક પરીક્ષા પાસ કરી આ દિવ્યાંગે તેના જેવા દિવ્યાંગોને નસીબનો દોષ કાઢી હાર માની બેસતા અનેક યુવાનોને પ્રેરણા આપી છે. હાલ આશિષ પરમાર પંજાબ એન્ડ સિંધ બેન્કમાં પી.ઓ. અધિકારી તરીકે પદભાર સંભાળી રહ્યો છે.