આ ભાઈ દર વર્ષે 1.25 લાખ રૂપિયાનું ચણ પક્ષીઓને ખવડાવે છે

    ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


કેશોદના હસમુખભાઈ છેલ્લાં ૧૯ વર્ષથી પક્ષીઓ પ્રત્યે અનેરી સેવા કરી રહ્યા છે, જેમાં પોપટની સાથે આજે સુગરી, કબૂતર તેમજ અન્ય રંગબેરંગી પક્ષીઓ માટે હસમુખભાઈએ ચણ માટે ખાસ એક મંડપ બનાવ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં પક્ષી રોજ ચણ ખાવા આવે છે. દર વર્ષે હસમુખભાઈ ૧.૨૫ લાખ જેવી માતબર રકમનો ખર્ચ કરે છે અને પક્ષી પ્રત્યે અનેરો પ્રેમસંદેશ આપી રહ્યા છે. દેશ અને દુનિયા પર્યાવરણની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે વન્ય સંપદા અને પક્ષી પ્રત્યેનો અનેરો પ્રેમસંદેશ આજની યુવા પેઢીને આપી રહ્યા છે.