આનંદ પ્રચાર વિભાગ દ્વારા સોશ્યિલ મીડિયા વોર્કશોપનું આયોજન

    ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


દિનાંક ૩-૯-૧૬ના રોજ આણંદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- આણંદ પ્રચાર વિભાગ દ્વારા બહેનો માટે સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું જેમાં બહેનો ને ઈમેઈલ, ફેસબૂક, ટ્વીટર અને વોટ્સએપ વિષે નિષ્ણાત ટીમ દ્વારા વિશેષ માહિતી અપાઈ, જેની ઉપયોગિતાનું સામાજિક જાગૃતિ માટે મહત્ત્વ સાઈટ્સ-એપ્લીકેશનના સેટિંગ્સ, નિષેધ અને મહિલાઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો તેમજ વિવેકબુદ્ધિપૂર્ણ ઉપયોગ વિષયે પ્રશ્ર્નોત્તરી સહ માર્ગદર્શન કરાયું. વર્કશોપમાં ૧૫૫ બહેનોએ ઉપસ્થિત રહી ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત પ્રચાર વિભાગના કાર્યકર્તા યોગિનીબહેન મહેતાએ મહિલાઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટિપ્સ આપી. સમાપન સત્ર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ વિભાગ પ્રચાર પ્રમુખ શ્રી રમેશભાઈ નાઈએ જણાવ્યું કે આજના યુગમાં સોશિયલ મીડિયા ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની વચ્ચે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેમાં નારીશક્તિનું ખૂબ યોગદાન રહેલું છે. આજની ભારતીય નારી સુસંસ્કૃત, સુશિક્ષિત છે, જે દરેક ક્ષેત્રે પ્રગતિશીલ અને કાર્યરત છે. ભારતીય નારી સોશિયલ મીડિયાની શક્તિથી વધુ પરિચિત થાય અને એની રાષ્ટ્રવાદી, સમાજવાદી ઉપયોગીતાને વધુ પ્રાધાન્ય આપશે તો ભારતીય સમાજની પ્રગતિ નિશ્ર્ચિત છે.