ઘરગથ્થુ અને અદ્ભૂત ગણાતું દાદીમાનું વૈદું

    ૦૮-ઓક્ટોબર-૨૦૧૬




  • પીપરીમૂળ (ગંઠોડા)નું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઊંઘ સારી આવે છે.
  • ચીરા કે ઉઝરડા થયા હોય ત્યાં ફટકડીનો ટુકડો પાણીયુક્ત કરીને ઘસવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે અને ઘાવ રુઝાય છે.
  • સૂંઠ, સંચળ અને સુવાદાણાનું સમભાગે ચૂર્ણ લેવાથી આફરો મટે છે.
  • દાઝવા ઉપર કાચા બટાટાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ લગાડવાથી રાહત મળે છે.
  • ફુલાવેલી ફકટડી અને સાકર સમભાગે લેવાથી કમળો મટે છે.
  • એક મુઠ્ઠી તલ ચાવીને દરરોજ ખાવાથી બહુમૂત્રતા કે પથારીમાં પેશાબ થતો બંધ થાય છે.
  • શરદીમાં સૂંઠનું ઉકાળેલું પાણી પીવાથી રાહત મળે છે.
  • ઝાડા થયા હોય ત્યારે છાશ કે દહીંમાં ચપટી સૂંઠ નાખીને લેવાથી ઝાડા મટે છે.
  • બાળકને જન્મ્યા પછી ગળથૂથી (ગળાહૂતિ) પીવડાવાય છે. ગળથૂથી તરીકે જૂનો ગોળ પાણીમાં કાલવીને તેમાં સહેજ ગાયનું ઘી ઉમેરીને ચમચી ચમચી દિવસમાં બે વખત આપવાથી પેટ સાફ થાય છે.
  • પ્રસૂતિ પછી સૂંઠનું કાટલું ખવડાવવાથી વાયુનું શમન થાય છે અને ગર્ભાશય પૂર્વવત્ બને છે.
  • પ્રસૂતિ પછી સુવાવડી મહિલાને સુવા દાણા કે સુવાની ભાજી ખવડાવાય છે, જેથી સુવા રોગ થતો નથી અને ગર્ભાશયની શુદ્ધિ થાય છે તેમજ ધાવણ પણ વધુ આવે છે.
  • આફરો કે પેટશૂળ હોય ત્યારે હિંગ કે ડીકામારી દિવેલમાં ગરમ કરી ડૂંટી ફરતું ચોળવાથી રાહત મળે છે.
  • નરણા કોઠે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે.
  • એરંડિયુ (દિવેલ) અથવા ઘીમાં હિમજ લેવાથી કબજિયાત મટે છે.
  • તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો કરી પીવાથી તાવ અને શરદી-ઉધરસમાં રાહત મળે છે.
  • લૂ લાગેલી હોય ત્યારે નાકમાં ડુંગળીનો રસ બે-ચાર ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
  • હિસ્ટીરિયા કે વાઈ આવી હોય તેને ડુંગળી કાપીને સૂંઘાડવાથી તરત ફાયદો થાય છે.
  • આદુનો રસ અને ડુંગળીનો રસ મેળવી એક ચમચી જેટલો આપવાથી ઊલટી ઊબકા મટે છે.
  • દિવેલને ગરમ કરી ઠેર એટલે વાળમાં લગાડવાથી વાળ ઓછા ખરે છે.