પેટ્રોલ પંપવાળા ૫૦૦-૧૦૦૦ ની નોટ ના લે તો આટલું કરો…

    ૧૦-નવેમ્બર-૨૦૧૬


 ફોટો-પ્રતિકાત્મક છે...

11 નવેમ્બર સુધી પેટ્રોલ પમ્પ પર 500 અને 1000ની નોટ આપીને પેટ્રોલ કે ડિઝલ ભરાવી શકાય છે તેમ છતાં ઘણા પેટ્રોલ પમ્પે આ જુની નોટો લીવામા આવતી નથી અથવા ૫૦૦-૧૦૦૦ની નોટ લઈને ૨૦૦-૩૦૦નું પેટ્રોલ આપવાની ના પાડે છે.

પણ આનો ઉપાય સરકારે કાધ્યો છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયાના સહારે જણાવ્યુ હતુ કે જો કોઇ પેટ્રોલ પંમ્પ અથવા સીએનજી સ્ટેશન 11 નવેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં જૂની 500 કે 1000ની નોટ્સ સ્વિકારવાનો ઇનકાર કરે તો તેમના વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. આ પગલા ભરવા તમારે સાથ આપવો પડશે…જો આવુ કોઈ પેટ્રોલ પમ્પવાળો કરે તો તમારે તેમના નામ અને લોકેશનની ડિટેઇલ @dpradhanbjp અથવા અન્ય ઓઇલ કંપનીઓના ટ્વિટર હેન્ડલ @IndianOilcl, @BPCLimited & @HPCL પર પણ મોકલી આપો. અથવા પેટ્રોલિયમ મંત્રાલયે લોકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 18887628835 પણ જાહેર કર્યો છે.તેના પર ફોન કરી જણકારી આપો…