બેંકમાં ૫૦૦/૧૦૦૦ ની નોટો જમા કરાવતા પહેલા આ વાંચી લો નહિતર થસે ૨૦૦ ટકાનો દંડ

    ૧૦-નવેમ્બર-૨૦૧૬

 


 

બેંકોમાં જૂની નોટો જમા કરાવવા જતાં પહેલાં આ જાહેરાત અંગે માહિતી હોવી જરૂરી છે. સરકારે જાહેરાત કરી છે કે 2.50 લાખ રૂપિયાથી વધારેની રકમ બેંકમાં જમા કરાવશે એ તમામ લોકોની સ્ક્રુટિની થશે. . રેવન્યુ સેક્રેટરી હસમુખ અધિયાએ ટ્વિટર પર આ જાણકારી આપી હતી કે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 સુધીની સમય મર્યાદામાં દરેક બેંક ખાતામાં 2.5 લાખ રૂપિયાની મર્યાદાથી વધુ જમા થયેલી રકમનો અહેવાલ તેઓ મેળવશે. તેમણે એમ પણ કહ્યું કે ઈન્કમ ટેક્સ વિભાગ આ જમા થયેલી રોકડ રકમને જમાકર્તા નાગરિકના ઈન્કમટેક્સ રિટર્ન સાથે મેચ કરશે. જો મેળ નહીં પડે તો તેની સામે કાર્યવાહી થશે. ખાતાધારક દ્વારા જાહેર કરાયેલી આવક અને જમા રકમમાં વિસંગતતા જોવા મળી તો તેને કરચોરીનો કેસ ગણવામાં આવશે.

 સરકારે બુધવાર રાત્રે નાગરિકોને સાવધ કર્યા કે જો 500 અને 1000ની નોટોનું ચલણ બંધ થયા બાદ તેને બેંકમાં બદલવાની સમય મર્યાદામાં 2.5 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમને જમા કરવાના મામલે જો આવક જાહેર કરી હોય તેમાં વિસંગતતા જોવા મળી એટલે કે આવક જાહેર કરી હશે તેના કરતા અલગ રકમ જોવા મળી તો ટેક્સ તથા 200 ટકા દંડ ભરવો પડી શકે છે . સરકારની આ નવી જાહેરાત મહત્વની છે અને તેનો અર્થ એ થાય કે 2.50 લાખથી વધારેની રકમ બેંકમાં જમા કરાવવાનો સંતોષકારક ખુલાસો ઈન્કમટક્સ રીટર્નના આધારે નહીં મળે તો આ રકમ પર ટેક્સ તો લાગશે જ પણ તે સિવાય જે રકમ હશે તેની બમણી રકમનો દંડ પણ લાગશે. જો કે અઢિયાએ સ્પષ્ટતા કરી છે કે જેની પાસે ઘરે બચતપેટે થોડીક રકમ પડી છે તેવા નાના વેપારીઓ, ગૃહિણીઓ, કલાકારો અને કામદારોએ કરવેરા વિભાગની તપાસ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકોની સંખ્યા ઓછી છે અને સરકાર તેમને પરેશાન કરવામાં માનતી નથી.