500-1000ની નોટ બદલાવવા જાય છો ? તો આટલું યાદ રાખો.

    ૧૨-નવેમ્બર-૨૦૧૬


 

  • આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ, મનરેગા કાર્ડ ઉપરાંત સરકારી કોઈ પણ એક ઓળખકાર્ડ જોડે રાખો. તેની ઝેરોક્ષ પણ જોડે રાખો. રાશન કાર્ડ માન્ય નથી. જો તમે તમારી બેન્ક સિવાય અન્ય બેન્કમાં જાવ છો તો આઈડી કાર્ડની સાથે રહેઠાણનું પ્રુફ પણ રાખવું જરૂરી છે. તેની પણ ઝેરોક્ષ સાથે રાખો.
  • નોટ બદલવા તમારે એક ફોર્મ ભરવું પડશે. જે બેન્કમાંથી મળશે. તમે RBI ની વેબ પરથી તે ડાઉનલોડ પણ કરી શકો છો. તે ફોમમાં જે આઈડી કાર્ડ હોય તેનું નામ, તેનો નંબર, તારીખ, રકમ, સ્થળ અને તમારું નામ લખવાનું રહેશે.
  • શક્ય હોય તો તમારા એકાઉન્ટમાં અન્ય વ્યક્તિના પૈસા ન ભરો. આવું કરવાથી તમે કદાચ ટેક્સ વિભાગની નજરે ચડી શકે છે.