સાવધાન…બેંકમાં ૨.૫૦ લાખ કરતા ઓછા રૂપિયા જમા કરાવો તો પણ તમારી તપાસ થઈ શકે છે.

    ૧૨-નવેમ્બર-૨૦૧૬

પ્રતિકાત્મક 

બેંકોમાં ૨.૫ લાખ સુધી જમા કરાવવા પર આઇટી વિભાગ કોઇ કાર્યવાહી નહિ કરે. આવી જાહેરાત તમે વાંચી હસે અને તમે કોઇની મદદ કરવા, લાભ લેવા તમારા ખાતામાં ૨.૫૦ લાખ રોકડ ભરવાનુ મન પણ બનાવી લીધુ હસે. પણ થોડુ ચેતવા જેવું છે. કેમકે વર્ષ દરમિયાન જો તમારા ખાતામાં તમે જેટલા રોકડ નાણા જમા કરાવ્યા હશે તે થઈ ને તમારા ખાતા માં ૨.૫૦ લાખ તરતા વધારે ન થવા જોઇએ. જેમ કે એપ્રિલથી અત્યાર સુધી તમે તમારા ખાતામા ૨ લાખ રોકડા જમા કરાવ્યા હસે તો હવે તમે ૫૦૦૦૦ જ ભારી શકો. હા ચેક ભર્યા હોય તો તેની રકમ ન ગણવી.

બીજુ કે જાણકારોનું  કહેવું છે કે ૨.૫ લાખ સુધી જમા કરાવવાથી તમે નિશ્ચિંત થઇ જાઓ એવું નથી . કેમકે, જો આ રકમ તમારી આવકથી મેળ ખાય છે તો પણ તમારી પૂછપરછ થઇ શકે છે. ધારો કે  તમારી વાર્ષિક આવક માત્ર બે લાખ છે અને તમે અચાનક તમારા ખાતામાં ૫૦૦ ૧૦૦૦ની નોટોમાં ૨.૫ લાખની રકમ જમા કરાવશો તો તમારી પણ પૂછપરછ થઇ શકે છે. આપણે સરકારને ડફોળ સમજવી ન જોઇએ અને લાભમા ન આવી કાયદામાં રહેવુ જોઇઍ…