૧૮૫ હત્યા, ૧૧૧૨ લૂંટ કરનાર ડાકૂએ પણ પૈસા લેવા લાઈનમાં ઊભા રહેવું પડ્યું!

    ૧૪-નવેમ્બર-૨૦૧૬


 

ડોન, ગદ્દાર, ચોર હોય કે ડાકૂ હોય …તવંગર હોય કે પૈસેદાર હોય, બેંકમાંથી  પૈસા બદલવા હોય કે ઉઠાવવા હોય તો આજે લાંબી લાંબી લાઈનમાં ઉભા રહેવા સિવાય કોઇ છુટકો નથી. પૈસા માટે તમે ધાડપાડું કે ડાકૂને લાઈન માં ઊભા રહેતા જોયુ છે? આવો તમને બતાવી એ!

તમે ડાકૂ મલખાન સિંહનું નામ સાંભળ્યુ છે….કદાચ નહિ પણ આપણી થી આગળની એટ્લે કે આપણી મમ્મી પપ્પાની ઉમરના લોકોએ આ નામ સાંભળ હસે.  કેમ કે ૧૯૮૩ મા લોકો ડાકૂ મલખાન સિંહનું નામ સાંભળી થર થર કંપવા લગતા. પણ આજે સમય એવો આવ્યો છે કે ૫૦૦/૧૦૦૦ ની જૂની નોટો બદલવા તેને પણ કલાકો સુધી સામાન્ય માણસો સાથે લાઈનમા ઉભુ રહેવુ પડ્યુ છે. તમને પ્રેશ્ન થાય કે ડાકૂ છે તો જાહેર માં કેવી રીતે ફરે છે….પણ વાત જાણે એમ છે કે આ ભાઇ હાલ ગ્વાલીયરમા રહે છે…મધ્યપ્રદેશમા જ્યારે ૧૯૮૩મા અર્જુનસિંહની સરકાર હતી ત્યારે ડાકૂ મલખાન સિંહે આત્મસમર્પણ કર્યુ હતુ. જેલની સજા કાપી હવે તે સામાન્ય માણસની જિંદગી જીવી રહ્યો છે…