હવે એક વ્યક્તી એક જ વાર ૫૦૦-૧૦૦૦ની નોટ બદલી શકશે…વાંચો કેમ?

    ૧૫-નવેમ્બર-૨૦૧૬


 

500 અને ૧૦૦૦ રૂપિયાની નોટ બદલાવવા માટે લોકો વારંવાર બેંકે જઇને લાઇનમાં લાગી રહ્યા છે જેના કારણે લાઇન ઓછી થાવાને બદલે વધતી જ જાય છે. જેથી આ સમસ્યાનો ઉકેલ સરકાર લઈને આવી છે.

આજે એક પત્રકાર પરિષદ યોજી શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ચુંટણીની જેમ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બદલનારાની આંગળી પર શાહી લગાવવામાં આવે છે જે શાહી ઘણાં સમય સુધી રહેશે જેના કારણે ફાયદો એ થસે કે એક વ્યક્તિ વારંવાર લાઇનમાં નહિ ઉભા રહી શકે.

સરકારે દાવો કર્યો છે કે, ઘણી જગ્યાએ એક જ શખ્સ અલગ અલગ બેંકોમાં જઇને પૈસા એક્સચેંજ કરાવી રહ્યા છે. તેને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. લોકો નોટ બદલવાના ગોરખ ધંધો કરવા લાગ્યા છે. જેનાથી બાકીના લોકોને મુશ્કેલી થઇ રહી છે.