પાકિસ્તાનમાં રહેતા આ હિન્દુ પરિવારથી થર થર કાપે છે પાકિસ્તાનીઓ

    ૧૫-નવેમ્બર-૨૦૧૬


 

 


પાકિસ્તાનમાં હિન્દુઓની કેવી સ્થિતિ છે એ કહેવાની જ‚ર નથી, પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં એક એવું હિન્દુ પરિવાર રહે છે. જેનાથી પાકિસ્તાનીઓ પણ ડરે છે. આ પરિવાર હિન્દુ રાજવીનું છે. જે આજે પણ અહીં શાનથી રહે છે.

દેશનું વિભાજન થયું ત્યારે અનેક રિયાસતો પાકિસ્તાનમાં જતી રહી. આમાંની એક રિયાસત એટલે ઉમરકોટ રિયાસત. જે હાલ પાકિસ્તાનમાં છે. હાલ આ રિયાસતના રાજકુમાર છે કરનીસિંહ સોઢા. જો સોશિયલ મીડિયાના હિરો છે. પાકિસ્તાનમાં તૂટીને તે આજે પણ શાનથી ફરે છે. હિન્દુઓનો અવાજ ઉઠાવે છે. આ પરિવારની પહોંચ ત્યાની સંસદ સુધી છે. હંમેશા બંદૂકધારી ગાર્ડ સાથે ફરતા આ રાજવી પરિવાર સામે આજે પાકિસ્તાનમાં કોઈ અવાજ પણ કરી શકતું નથી.

રાજકુમાર કરની સિંઘના પિતા રાણા ચંદુસિંહ સાત વાર સાંસદ અને કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. તેમણે પાકિસ્તાનમાં ‘પાકિસ્તાન હિન્દુ પાર્ટી’ બનાવી. જેના ધ્વજનો કલર પણ તેમણે કેસરી રાખ્યો. તેમાં ‘ઓમ’ અને ત્રિશૂલનું ચિન્હ પણ હતું.


ગયા વર્ષે જ કરનીસિંહના લગ્ન ભારતમાં જયપુરના ઠાકુર માનસિંહની દિકરી સાથે થયા. તેઓ પાકિસ્તાનથી શાનથી જાન લઈને આવ્યા હતા.