અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા

    ૦૮-નવેમ્બર-૨૦૧૬


 

 

 

એક બાજુ અમેરિકામા મતદાન ચાલુ છે ને બીજી બાજુ અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થઇ છે…જેનાથી  ગુજરાતી સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે. 23 વર્ષીય ગુજરાતી યુવાન વત્સલ પટેલની લૂંટારુંઓએ હત્યા કરી છે.  છેલ્લાં બે વર્ષમાં અમેરિકામાં આ 12માં ગુજરાતીની હત્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ જ્યોર્જિયા સ્ટેટના કોલંમ્બસના Linwood Ave ખાતે 5 Corner Lotto શોપ ધરાવતા ગુજરાતી પિતા-પુત્ર પર લૂંટારુંઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 23 વર્ષીય વત્સલ પટેલનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને સારવાર માટે મિડલ્ટન મેડીકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી.

પોલીસે સંદિગ્ધ વ્યક્તીને સ્કેચ જાહેર કર્યો છે. જે અનુસાર વત્સલ પટેલને મારનાવ વ્યક્તિની ઉંમર 19-30 વર્ષની વચ્ચે છે અને તે વર્ણ કાળો હતો ઉપરાંત તેણે કાળા કપડા પહેર્યા હતા.