કમલ હસનની આ ફિલ્મ ૨૦ વર્ષમા માત્ર ૩૦ મિનિટની બની છે...

    ૦૮-નવેમ્બર-૨૦૧૬


 

તમને ખબર છે કમલ હસન છેલ્લા 20 વર્ષથી એક ફિલ્મ બનાવી રહ્યા છે. જે હજુ સુધી માત્ર 30 મિનિટની જ બની છે. આ ફિલ્મનું નામ છે “મરુધાનાયગમ”.

આ ફિલ્મનું ડિરેક્શન ખુદ કમલ હસન કરી રહ્યા છે. તેને આ ફિલ્મ બનાવવાનો વિચાર 1993માં આવ્યો હતો. પ્રખ્યાત તમિલ લેખક સુજાથા રંગરાજને આ ફિલ્મનું કથાબીજ આપ્યું અને કમલ હસનને ગમી ગયું. ફિલ્મમાં 18મી સદીના યોદ્ધા મુહમ્મદ યુસુફની વાર્તા રજૂ કરવામાં આવશે એવું અનુમાન છે. આ ફિલ્મને કમલ હસન અંગ્રેજી, તમિલ અને ફ્રેન્ચ ભાષામાં બનાવવાના છે. મહત્ત્વની વાત છે કે 1997માં આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ.  જેના સમારોહમાં બ્રિટનની મહારાણી પણ હાજર રહી હતી. ફિલ્મનું બજેટ 85 કરોડનું હતું, પણ 1998માં આ ફિલ્મને લઈને વિવાદ થયો. તમિલ લોકોએ વિરોધ કર્યો કે આ ફિલ્મથી મુહમ્મદ યુસુફ હિરો બની જશે પણ હકીકત એ છે કે મુહમ્મદ અંગ્રેજો માટે કામ કરતો ત્યારથી ફિલ્મનું શૂટિંગ બંધ છે. કમલ હસન અનેક વાર આ ફિલ્મનું શૂટિંગ શરૂ‚ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ હજુ તેની શરૂઆત થઈ નથી. આ ફિલ્મનું અત્યાર સુધી 30 મિનિટનું જ શૂટિંગ થયું છે. તેનું એક ટ્રેલર રજૂ થયું છે. તમે પણ જુઓ ગમશે.