વિરલ પ્રતિભા, વિરાટ પ્રતિમા

    ૧૯-ફેબ્રુઆરી-૨૦૧૬

પુસ્તક     :     વિરલ પ્રતિભા, વિરાટ પ્રતિમા

લેખક      :     રોહિત શાહ

પ્રકાશક   :     જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી, તળેટી રોડ, પાલિતાણા, જિ. ભાવનગર

આવૃત્તિ    :     પ્રથમ

કિંમત      :     ‚. ૧૦૮/-

 


જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથની, વિશ્ર્વની સૌથી વિરાટ ૧૦૮ ફીટની પ્રતિમા શત્રુંજય-પાલિતાણા તીર્થના જંબુદ્વીપ સંકુલમાં નિર્માણ પામી છે. તેની પ્રતિષ્ઠાની પ્રથમ સાલગીરા નિમિત્તે પ્રકાશિત આ પુસ્તકમાં એ પ્રતિમાના નિર્માણની રોમાંચક ઘટનાઓનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના શ્રવણ બેલગોડામાં શ્રીબાહુબલિજીની પ્રતિમા બાવન ફીટની છે, જ્યારે આ પ્રતિમા ૧૦૮ ફીટની છે. દુનિયાભરની તમામ જૈન પ્રતિમાઓમાં આ સૌથી વિરાટ પ્રતિમા છે. આ વિશ્ર્વવિરાટ પ્રતિમા શા માટે આદિનાથ પ્રભુની જ બનાવી ? એ પ્રતિમા કયા પથ્થરમાંથી કંડારી છે ? કોની ઇચ્છાથી અને કોની પ્રેરણાથી આ વિશ્ર્વવિરાટ પ્રતિમા નિર્માણ થયું છે ? કુલ કેટલા ટનના કેટલા પથ્થર એમાં વપરાયા છે ? કેટલા કારીગરોએ કેટલા સમયમાં આ પ્રતિમાનું નિર્માણ કર્યંુ છે ? શા માટે પાલિતાણા તીર્થભૂમિ પર જ આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ? વગેરે વિગતો જૈનોને જ નહિ, જૈનેતરોને પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે તેવી છે. સાથે-સાથે આ પુસ્તકમાં ભગવાન આદિનાથનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, પાલિતાણા તીર્થમાં આવેલા સમગ્ર જંબુદ્વીપ સંકુલની પરિચય-ઝલક, આ પ્રતિમાના સ્વપ્નદ્રષ્ટા સ્વ. પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજનો પરિચય, પ્રતિમાના નિર્માતા આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજનો પરિચય અને તેમની સાથે રોહિત શાહે કરેલી પ્રશ્ર્નોત્તરી વગેરેનું આસ્વાદ્ય શૈલીમાં આલેખન થયું છે.