ચૂંટણી વિશેષ : ગુજરાતનું પક્ષકારણ

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૭

 

 પહેલી મે ૧૯૬૦ને દિવસે ગુજરાત રાજ્યની રચના થઈ. મહાદ્વિભાષી મુંબઈ રાજ્યની રચના ૧૯૫૬માં થયેલી. તેની વિરુદ્ધમાં રાજ્ય પુનર્રચના પંચના અહેવાલ મુજબ, ગુજરાતી અને મરાઠી ભાષી બે અલગ રાજ્યો માટેના જનઆંદોલનને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રનાં બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. પરંતુ સ્વરાજ લડતની વડેરી પાર્ટી કોંગ્રેસ હોવાને કારણે ગુજરાતમાં કોંગ્રેસ ઘણી મજબૂત હતી. પરિણામે કોંગ્રેસના નેતૃત્વમાં ગુજરાતમાં એક પક્ષપ્રભાવપ્રથાનો પ્રારંભ થયો. સંદર્ભમાં સંસદીય લોકશાહી માટે અનિવાર્ય દ્વિપક્ષ-પદ્ધતિ, એક તરફ સ્થિર શાસન આપી શકે તેવી સ્પષ્ટ બહુમતીવાળી સરકાર-શાસક પક્ષ અને તેની સામે જનતાની શાસકપક્ષ ઉપર મજબૂત લગામ ચલાવી શકે તેવો, મજબૂત વિરોધપક્ષ પણ સંસદીય લોકશાહીની અનિવાર્યતા છે. શાસનની ગાડીને ચલાવવા માટે એક્સિલેટરની કામગીરી શાસક પક્ષે બજાવવાની હોય છે. જ્યારે શાસનની ગાડી માટે કાર્યસાધક, સક્ષમ બ્રેકની ભૂમિકા વિપક્ષે ભજવવાની હોય છે.

કોંગ્રેસના એક પક્ષપ્રભાવને પહેલો પડકાર ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનના જનનાયક શ્રી ઇંદુલાલ યાજ્ઞિકે પ્રભાવી રીતે પ્રસ્તુત કર્યો. ત્યાર પછી સ્વતંત્ર પક્ષના માધ્યમથી વિપક્ષના સમર્થ નેતા શ્રી ભાઈકાકાએ ૧૯૬૭માં કોંગ્રેસનો મજબૂત મુકાબલો કર્યો. પહેલવહેલી વખત કોંગ્રેસના ૮૮ ધારાસભ્યો સામે સ્વતંત્ર પક્ષના ૬૬ ધારાસભ્યો ચૂંટાઈ આવેલા. રીતે ૧૯૬૭માં ગુજરાતમાં સર્વપ્રથમ મજબૂત-કાર્યસાધક-પ્રભાવી દ્વિપક્ષ પ્રથાનો પ્રારંભ થયો, પરંતુ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ વખત વીતવા સાથે વિખરાઈ ગયો. ૧૯૬૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન ભારતીય જનસંઘના એક માત્ર વિધાનસભાના સદસ્ય, શ્રી ચિમનભાઈ શુક્લ રાજકોટથી ચૂંટાઈ આવેલા. ત્યાર પછીની ચૂંટણીઓમાં ભારતીય જનસંઘનો ક્રમિક વિકાસ થયો. ૧૯૭૨માં ભારતીય જનસંઘનો વિસ્તાર જોવા મળ્યો. ત્યાર પછી ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનમાં અને ત્યાર પછીના જયપ્રકાશ આંદોલનમાં ભારતીય જનસંઘે સક્રિય ભૂમિકા ભજવી. સાથે શેષભારતની સાથે ગુજરાતમાં પણ ભારતીય જનસંઘના પ્રભાવક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી.

પરિણામે ૧૯૭૫ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોના બનેલા જનતા-મોરચામાં શ્રી મોરારજીભાઈ દેસાઈ, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વવાળી સંસ્થા - કોંગ્રેસ સાથે મળીને ભારતીય જનસંઘે પણ તેની શક્તિમાં નોંધપાત્ર વધારો કર્યો. ૧૯૭૫માં શ્રી બાબુભાઈ જશભાઈની જનતા-મોરચા સરકારમાં, ભારતીય જનસંઘ-ઘટકના નોંધપાત્ર વિસ્તાર-વ્યાપ-પ્રભાવ સાથે સર્વપ્રથમ ભારતીય જનસંઘે સંસ્થા-કોંગ્રેસ અને અન્ય વિપક્ષો સાથે મળીને ગુજરાતમાં સંયુક્ત સરકાર રચી.

રીતે શેષભારતમાં ખાસ કરી ઉત્તર અને મધ્ય ભારતમાં જે રીતે ૧૯૬૭માં, વિરોધપક્ષોની બનેલી સંયુક્ત વિધાયક દળની સરકારોમાં જનસંઘે સર્વપ્રથમ સત્તામાં ભાગીદારી નોંધાવેલી; પરંપરામાં વર્ષ પછી, ગુજરાતમાં પણ ભારતીય જનસંઘે સત્તામાં ભાગીદારી મેળવી.

પરંતુ ૧૯૭૫ની કટોકટી આવતાં, ત્યાર પછી ૧૨ માર્ચ, ૧૯૭૬ને દિવસે ઇન્દિરા- કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવેલ પક્ષપલટાને લીધે, શ્રી બાબુભાઈની જનતા - મોરચા સરકારનું પતન થયું. ત્યાર પછી કોંગ્રેસ આઈ. - ઇન્દિરા કોંગ્રેસની સરકાર - શ્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં રચાઈ. ફરીથી ૧૯૭૭માં કેન્દ્રમાં જનતા પાર્ટીનું શાસન આવતાં, ગુજરાતમાં પણ જનતા મોરચાની સરકારે ફરીથી શાસનસૂત્રો સંભાળ્યાં પરંતુ ૧૯૮૦ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી. દરમ્યાન એપ્રિલ ૧૯૮૦માં જનતા પાર્ટીમાં ભાગલા પડ્યા. એક ભાગમાં મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વવાળું જૂથ જેમાં સંસ્થા કોંગ્રેસ, સ્વતંત્ર-પક્ષ, સમાજવાદી પક્ષ .ના ઘટકો હતા જ્યારે જનતા-પક્ષનું બીજું શક્તિશાળી ઘટક ભારતીય જનસંઘે, ભારતીય જનતા પાર્ટી ‚પે નવું રાજકીય સંગઠન એપ્રિલ, ૧૯૮૦ના દિવસે ઊભું કર્યું. પરિણામે ૧૯૮૦ની ગુજરાત વિધાનસભાની ત્રિપાંખિયા ચૂંટણીમાં, ઇન્દિરા - કોંગ્રેસને શ્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત થયો. ફરીથી ૧૯૮૫ની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરચમ લહેરાયો, પરંતુ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ તેનો જનાધાર ગુજરાતમાં વિસ્તાર્યો હતો.

આવા માહોલમાં ગુજરાતમાં ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીઓ પણ આવી. વખતે એક તરફ સંસ્થા - કોંગ્રેસ ઘટકના પ્રભુત્વવાળી જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ, ટિકિટોની વહેંચણીમાં સમજૂતી કરીને ઇન્દિરા કોંગ્રેસ સામે સંયુક્ત વિપક્ષોનો મોટો પડકાર ફેંક્યો. ચૂંટણીમાં શ્રી ચિમનભાઈ પટેલના નેતૃત્વવાળી જનતાપાર્ટી (ગુજરાત)ને ભાજપાને મુકાબલે થોડી સરસાઈ મળેલી. પરિણામે શ્રી ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં પુન: એક વખત વિપક્ષોની સંયુક્ત સરકાર બની, જેના બીજા મહત્ત્વના સાથી તરીકે મજબૂત રીતે ઊભરેલી ભારતીય જનતા પાર્ટી પણ સત્તામાં ભાગીદાર બની.

૧૯૯૦માં રીતે શ્રી ચિમનભાઈ પટેલ અને શ્રી કેશુભાઈ પટેલના વડપણવાળી વિપક્ષોની સંયુક્ત સરકાર બની. સમયગાળામાં ભાજપાએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ આંદોલનને, સશક્ત દેશવ્યાપી લોકઆંદોલન ‚પે પરિચાલિત કર્યંુ હતું. શ્રી અડવાણીજીની સોમનાથ-અયોધ્યા રથયાત્રાને બિહારમાં રોકવામાં આવતાં , કેન્દ્રમાં સ્થપાયેલી જનતાદળની વી.પી. સિંહ સરકાર, કે જેને ભાજપા અને માર્ક્સવાદી પાર્ટી બહારથી સમર્થન આપતી હતી; વી.પી. સિંહની સરકારને અપાયેલું સમર્થન ભાજપાએ પાછું ખેંચતાં , વી.પી. સિંહ સરકારનું પતન થયું. ત્યાર પછી ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે, અયોધ્યામાં શ્રીરામમંદિર જન્મભૂમિ સ્થળે કરસેવા માટે ગયેલા રામભક્તોના પ્રચંડ પ્રવાહમાં, શ્રીરામજન્મભૂમિ સ્થળે બંધાયેલ મંદિરને ધ્વસ્ત કરી, કથિત બાબરી મસ્જિદ ઊભી કરવાના આતંકી પ્રયાસના પ્રતીકરૂપ- કથિત બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વસ્ત થઈ ગયો ! તેના પ્રત્યાઘાતરૂપે, ગુજરાતમાં શ્રી ચિમનભાઈ પટેલના નેતૃત્વવાળા જનતાદળ (ગુજરાત) ઘટકે, સાથી પક્ષ ભાજપા સાથે છેડો ફાડ્યો. અને ૧૯૮૯ની લોકસભા ચૂંટણી અને ૧૯૯૦ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શ્રી રાજીવ ગાંધીની કોંગ્રેસ સામે - ‘બોફાર્સ ગાંધીઅને તેમની કોંગ્રેસ એવા પ્રચારયુદ્ધથી ચૂંટાયેલ ચિમનભાઈ પટેલ જૂથે (જનતાદળ-ગુજરાતે) બોફાર્સ ગાંધીનીકોંગ્રેસ પાર્ટીમાં પક્ષપલટો કરીને, ગુજરાતની જનતાનો જનાદેશ ઠુકરાવીને રાજકીય નાતરું બાંધ્યું ! ૧૯૯૨ની ઘટના કે દુર્ઘટના ગુજરાતના જાહેરજીવનની એક શર્મનાક કહાણી બની રહી. પરંતુ ગુજરાતનું મીડિયા-જગત, બૌદ્ધિકો, યુવાનો અને કથિત કર્મશીલો - જેમણે ૧૯૭૪માંપ્રપંચવટીને નામે ચિમનભાઈ પટેલ વિરુદ્ધનવનિર્માણઆંદોલન ચલાવ્યું હતું, લોકો ૧૯૯૨ આવતાં આવતામાં, સહુ કથિત મૂલ્યનિષ્ઠોનો નૈતિક માપદંડ શર્મનાક રબર-ગજીયો પુરવાર થયો ! ભાજપાએ અને લખનાર સહિત કેટલાંક નાગરિક પરિબળોએ, પ્રો. પુરુષોત્તમ માળવંકર સાહેબ જેવાઓએ પણ, ચિમનભાઈના પક્ષપલટાનો વિરોધ કરેલો. પરંતુ મીડિયાએ ભેદી કારણોસર ચિમનભાઈના જનાદેશ-દ્રોહ સામે ખાસ કોઈ અવાજ ઉઠાવ્યો નહીં અને તે પણ કથિતસેક્યુલરિઝમને નામે !

પરંતુ ૧૯૯૫ની ચૂંટણીમાં ગુજરાતમાં શ્રી કેશુભાઈના નેતૃત્વમાં ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકારની રચના થઈ. ત્યાર પછી માત્ર મહિનામાં ભાજપનાની આંતરિક જૂથ બંધીને કારણે સમાધાન ફોર્મ્યુલા નીચે શ્રી સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા, પરંતુ ફરીથી શંકરસિંહ જૂથે બળવો કરી, કોંગ્રેસના બાહ્ય સમર્થનથી ૨૩ ઑક્ટોબર, ૧૯૯૬માં શ્રી વાઘેલાની સરકાર બનાવી. સરકાર વર્ષમાં તુટી પડી. તેના સ્થાને ચાર મહિના શ્રી દિલીપ પરીખની સરકાર રચાઈ, પરંતુ માર્ચ ૧૯૯૬માં મધ્યસત્ર ચૂંટણી પછી, પુન: શ્રી કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા. સરકારે સારી કામગીરી પણ કરી.

પરંતુ ૨૦૦૧ના અરસામાં થયેલી કેટલીક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાનો આંશિક પરાજય થતાં, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ, ભાજપા મોવડી મંડળે, શ્રી કેશુભાઈને મુખ્યમંત્રી પદ-ત્યાગ કરવા સમજાવી, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારનું ગઠન કર્યંુ. શ્રી મોદીએ ત્યાર પછી આવેલી ગુજરાત વિધાનસભાઓની ચૂંટણીઓમાં ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં ભાજપાને જ્વલંત સફળતા અપાવી. શ્રી નરેન્દ્રભાઈએ ઑક્ટોબર, ૨૦૦૧થી મે, ૨૦૧૪ સુધી આશરે સાડા બાર વર્ષનું સુદીર્ઘ સુશાસન પ્રદાન કરીને, સમગ્ર ભારતીય રાજનીતિમાં ગુજરાતને દેશનુંગ્રોથ એન્જિનતરીકે સુપ્રતિષ્ઠ કર્યંુ.

શ્રી મોદીજીના મુખ્યમંત્રી કાળમાં ગોધરા-દુર્ઘટના અને તેની પ્રતિક્રિયારૂપ અનુગોધરા દુર્ઘટના પણ બની. શ્રી મોદીજી તેને લીધે સમગ્ર દેશમાં એક સહુથી વધુ વિવાદાસ્પદ રાજપુરુષ તરીકે પ્રસ્થાપિત થયા. યુપીએ- શાસનમાં શ્રી મોદીજીને અનુગોધરા-કાંડ નિમિત્તે ફસાવવાનાં અનેકવિધ કારસ્તાનો થયાં પરંતુ તમામ હથકંડા, કુપ્રચારની આંધીને કારણે તો,

શ્રી મોદી સમગ્ર દેશમાં એક સમર્થ નેતા તરીકે ઉભરી આવ્યા. પરિણામે મે ૨૦૧૪માં પ્રચંડ જનાદેશ સાથે સર્વપ્રથમ સ્પષ્ટ બહુમત સાથેની ભાજપા સરકારના - વિશુદ્ધ બિનકોંગ્રેસી સરકારના પ્રધાન-મંત્રી‚પે સુપ્રતિષ્ઠ થયા.

શ્રી મોદીજીના અનુગામી તરીકે મે, ૨૦૧૪માં શ્રીમતી આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં, પરંતુ ૭૫ વર્ષની વયમર્યાદાના સ્વૈચ્છિક પાલનરૂપે તેમના પદત્યાગ પછી; ઑગસ્ટ, ૨૦૧૬ને દિવસે શ્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વમાં ભાજપા સરકારનું પુનર્ગઠન થયું.

શ્રી વિજયભાઈના નેતૃત્વમાં ભાજપા વિજય-વિશ્ર્વાસ સાથે ૧૫૦+ બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી-કુરુક્ષેત્રમાં પાંચજન્ય શંખધ્વનિ સાથે મેદાને પડી છે. સામે પક્ષે શંકરસિંહજીની વિદાય પછી, નેતૃત્વહીન કોંગ્રેસ પાર્ટી છે. તો શ્રી વાઘેલાનાજનવિકલ્પજેવા વિપક્ષના અન્ય મોરચાઓ પણ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જુથબંધ, સબળ સર્વસંમત નેતૃત્વના અભાવમાં - આગામી વિધાનસભા ચૂંટણીમાં બહુપક્ષીય ચૂંટણી જંગમાં કોણ ફાવે છે ? આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ રહેશે. હાલ તો પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, ખેડૂત આંદોલન, જીએસટી જેવા મુદ્દાઓ લઈ ચાલતું વેપારી આંદોલન, કઈ તરફ કરવટ બદલે છે ? એના પ્રત્યાઘાતો પણ આગામી ચૂંટણી માટે રસપ્રદ વિશ્ર્લેષણનો વિષય બની શકે તેમ છે. તેની વિગતે ચર્ચા હવે પછી

વિધાનસભા ચૂંટણી પરિણામ ભલે ગમે તે આવે, ગુજરાતમાં ભાજપા-કોંગ્રેસની દ્વિપક્ષ-પદ્ધતિ આપણી સ્વસ્થ-સબળ-સક્રિય સંસદીય લોકશાહી માટે અનિવાર્ય બાબત છે. એવી નાગરિક ઝંખના કેવીક સાકાર બને છે ? જોવું પણ રહ્યું...

 - પ્રા. હર્ષદ યાજ્ઞિક