વિષદ ચર્ચા : ‘કલમ 35-A જમ્મુ-કાશ્મીરના વિકાસને ‚ રૂંધે છે, આતંકવાદને પોષે છે’

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૭

 

 
કલમ 35- A : ભારતીય સંસદ તથા બંધારણનું ઘોર અપમાન

૧૯૪૭થી આજ પર્યન્તનાં ૭૦ વર્ષોમાં હજારો લોકોનો ભોગ લેનારા અને લાખો હિન્દુઓને વિસ્થાપિત કરનારા કાશ્મીર ખીણના ઇસ્લામી આતંકવાદીઓના પગ તળેથી હવે ધરતી ખસવા માંડી છે. આતંકી નેતાઓ તથા તેમના મળતિયાઓ કારાવાસમાં પુરાયા છે. તો તેમના સમર્થક નેતાઓ રઘવાયા બનીને હવાતિયાં મારી રહ્યા છે. પથ્થરબાજો રાતોરાત અદૃશ્ય થઈ ગયા છે. ખીણપ્રદેશના તથા પાકિસ્તાનથી આયાત થતા ઇસ્લામી આતંકીઓ કબર ભેગા થવા માંડ્યા છે. વર્ષ ૨૦૧૭માં અત્યાર સુધી ૧૫૦થી પણ વધુ આતંકીઓને ભારતીય સેનાએ નર્કમાં પહોંચાડી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલા અભૂતપૂર્વ પરિવર્તનના મૂળમાં છે પ્રધાનમંત્રી શ્રી મોદીની સરકારે બંધારણની કલમ ૩૫-અના થઈ રહેલા દુરુપયોગ ઉપર મારેલી બ્રેક પ્રસ્તુત છે. તત્કાલીન દિશાહીન નેતૃત્વના ષડયંત્રને કારણે બંધારણમાં ઉમેરાયેલી કલમ ૩૫-અની છણાવટ કરતો વિશેષ લેખ.

આતંકીઓ તથા તેમના સમર્થકોને પ્રિય એવી કલમ 35-A છે શું ?

કલમ 35-A વિશે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે ત્યારે સૌથી પહેલાં જાણીએ કે આખરે કલમ 35-A છે શું ?

બંધારણની 35-A ની કલમ વિશે સૌથી મહત્ત્વપૂર્ણ સત્ય છે કે ડૉ. આંબેડકરના અધ્યક્ષસ્થાને રચાયેલી બંધારણીય સમિતિએ રચેલા અને દિ. ૨૬ જાન્યુ. ૧૯૫૦થી અમલમાં આવેલા ભારતના બંધારણમાં કલમ 35-A હતી, પરંતુ જમ્મુ-કાશ્મીરને ભારતથી વિખૂટું પાડવા ઇચ્છતા ષડયંત્રકારી શાસકોએ વર્ષ ૧૯૫૪માં કલમ જમ્મુ કાશ્મીર વિધાનસભાના માધ્યમથી બંધારણમાં ઉમેરાવી હતી.

વિભાજનકારી શાસકોએ ષડયંત્રના ભાગરૂપે 35-A કલમ બંધારણમાં ઉમેરાવી ત્યારે કોંગ્રેસના પં. નહેરુ પ્રધાનમંત્રી હતા. તેઓ ભારતના બંધારણ, સંસદ અને લોકતંત્ર વિશે મોટી મોટી વાતો કરતા, પરંતુ કલમ 35-A બંધારણમાં ઉમેરવામાં આવી ત્યારે સંસદને વિશ્ર્વાસમાં પણ લેવાઈ હતી. આમ, સંસદની ઘોર અવગણના થઈ ત્યારે સંસદની સર્વોપરિતાની ડંફાસો મારનારા કોંગ્રેસી પ્રધાનમંત્રી પં. નહેરુએ રહસ્યમય મૌન સેવ્યું હતું. કોંગ્રેસી શાસનમાં સંસદના ઘોર અપમાનનો આરંભ કલમ 35-A બંધારણમાં ઉમેરાઈ ત્યારથી થયો એમ કહી શકાય.

કલમ 35-A કંઈક અંશે કોમવાદને ઉત્તેજન આપે છે, કેમ કે તે જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસી એવા કેટલાક સમાજ/સમૂહોને અન્ય સમાજોને મળતા લાભોથી વંચિત રાખે છે. વંચિતો કોણ છે તે સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે ખરી?

કલમ 35-A જમ્મુ-કાશ્મીર બહારના ભારતીયોને તે રાજ્યમાં નોકરી કરવાના, સ્થાપી થવાના, સંપત્તિ ખરીદવાના, ઉદ્યોગ-વેપાર રૂ કરવાની અનુમતિ આપતી નથી. આમ માત્ર આતંકવાદના ગૃહઉદ્યોગ ઉપર નભતી ખીણપ્રદેશની પ્રજા અને તે પ્રદેશ વિકાસથી વંચિત રહે તે સ્વાભાવિક છે. કલમ 35-A ને કારણે ત્યાં ઉદ્યોગો વિકસી શકતા નથી. આથી ત્યાંની પ્રજા અને નેતાઓ આતંકવાદ ઉપર નભે છે.

કલમ 35-A ને કારણે શેષ ભારતના નાગરિકોના ન્યાય અને સમાનતાના બંધારણીય અધિકારોનું હનન થાય છે.

પં. નહેરુના હઠાગ્રહને કારણે ઉમેરાયેલી કલમ ૩૭૦ના દુરુપયોગ કરીને ૧૯૫૪માં કલમ ૩૫- બંધારણમાં ઉમેરવામાં આવી હતી.

સેક્યુલર ગેંગ કલમ 35-A વિશે મૌન

જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર વંશગત શાસન કરતા આવેલા નેતાઓ-પરિવારો આજકાલ ચિંતાતુર બની ગયા છે. છેલ્લાં ૭૦ જેટલાં વર્ષોથી રાજ્ય ઉપર પોતાનો એકાધિકાર છે એવું માનનારા નેતાઓ બેબાકળા બનીને કાં તો એલફેલ નિવેદનો કરે છે, કાં તો ભેદી મૌન ધારણ કરીને બેઠા છે, કારણ છે - અત્યાર સુધી ખીણપ્રદેશમાં આતંકીઓને ઉત્તેજન આપનારી તથા નેતાઓના ધનભંડારોને છલકાવવામાં નિમિત્ત બનનારી બંધારણની કલમ 35-A ના અસ્તિત્વ સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગ્યું છે. છેલ્લા સાત દાયકાથી કાશ્મીર ખીણપ્રદેશમાં ગૃહઉદ્યોગ બનીને ફૂલેલાફાલેલા આતંકવાદને નાથવા પ્રધાનમંત્રી મોદીએ બંધારણીય માર્ગ અપનાવ્યો છે. તેથી હવે એક ષડયંત્રના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના શાસકોએ બંધારણમાં ઉમેરાવેલી કલમ 35-A ની યથાર્થતા સામે સર્વોચ્ચ ન્યાયાલયમાં એક પિટીશન થઈ છે. સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય તો આવશે ત્યારે આવશે, પરંતુ આજે તો તે રાજ્યના વર્ષો સુધી શાસન કરનારા પરિવારો અને આતંકવાદના ઠેકેદારોનાં ગાત્રો ધ્રૂજવા માંડ્યાં છે. શિયાળાના આરંભકાળે તેમને પરસેવો છૂટવા માંડ્યો છે. તેઓ દિગભ્રમિત થઈ ગયા છે, કેમ કે તેમને ભય છે કે જમ્મુ-કાશ્મીરને ભારતથી અળગું રાખવાના એક માત્ર હેતુથી રાજ્ય વિધાનસભાના માધ્યમથી બંધારણમાં ઉમેરાયેલી કલમ ૩૫-અનો અંત નિશ્ર્ચિત છે.

જમ્મુ-કાશ્મીરના તત્કાલીન શાસકોએ જે રીતે કલમ ૩૫- બંધારણમાં ઉમેરાવી તે પણ એક ષડયંત્ર કહી શકાય. અત્યાર સુધી સર્વસામાન્ય ભારતીય એવું માનતો હતો કે બંધારણની ૩૭૦મી કલમને કારણે કાશ્મીર સમસ્યા વકરી છે, પરંતુ વર્તમાન સરકારના ધ્યાનમાં આવ્યું કે કલમ ૩૭૦નો દુરુપયોગ કરીને તત્કાલીન શાસકોએ વર્ષ ૧૯૫૪માં બંધારણમાં કલમ 35-A ઉમેરાવી હતી. કલમ અંતર્ગત રાજ્યના કાયમી નિવાસીઓને વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે અને રાજ્ય બહારના સૌ ભારતીયોને બંધારણે આપેલા ન્યાય તથા સમાનતાના અધિકારોથી વંચિત કરે છે. વળી કાયમી નિવાસીઓકોણ તેની વ્યાખ્યા કરવાનો અધિકાર પણ રાજ્યની વિધાનસભા પાસે રહેલો છે. આમ કલમને કારણે ભારતના બંધારણની ઘોર અવમાનના પણ થઈ રહી છે. દુ:ખની વાત છે કે બંધારણીય અધિકારો માટે છાજિયા લેતી સેક્યુલર ગેંગ બંધારણીય અધિકારોનું હનન કરનારી કલમ 35-A વિશે આપરાધિક મૌન સેવી રહી છે.

કલમ 35-A જમ્મુ-કાશ્મીર રાજ્ય બહારના કોઈપણ ભારતીયને તે રાજ્યમાં સરકારી નોકરી મેળવવાથી, ઘર કે અન્ય જંગમ સંપત્તિ ખરીદવા-મેળવવાથી, રાજ્યમાં કાયમી ધોરણે વસવાટ કરવાથી, સરકારી શિષ્યવૃત્તિ તથા અન્ય લાભો મેળવવાથી વંચિત રાખે છે. આમ, કલમ ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા તેમના સહકાર્યકરોએ ઘડેલા બંધારણને આપેલા મૂળભૂત સ્વાતંત્ર્યના તેમજ ન્યાય અને સમાનતાના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. કલમ ૩૭૦નો દુરુપયોગ કરીને બંધારણમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૫-અને કારણે રાજ્યમાં, વિશેષ કરીને ખીણપ્રદેશમાં વેપાર ઉદ્યોગો વિકસી શક્યા નથી. આના પરિણામે ત્યાં છેલ્લા સાત-સાત દાયકાઓથી આતંકવાદનો ગૃહઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. વળી કલમ 35-A તથા ૩૭૦ના અંચળા હેઠળ તે રાજ્યના શાસકોએ નર્યો ભ્રષ્ટાચાર આચર્યો છે. કેન્દ્ર સરકારે આપેલા અબજો રૂપિયા ક્યાં ગયા તે એક સાર્વજનિક રહસ્ય (!) છે, પરંતુ હવે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે. મોદી સરકારના આર્થિક અનુશાસનને કારણે ભારતીય કરદાતાઓના અબજો ‚પિયા ચાંઉ કરી જનારાઓ હત્પ્રભ થઈ ગયા છે. મોદી સરકારે કલમ ૩૭૦ના દુરુપયોગથી બંધારણમાં ઉમેરવામાં આવેલી કલમ 35-A સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન મૂક્યું છે. સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ નિર્ણયની પ્રતીક્ષા કરતી કલમ સામેની પિટીશનથી રાજ્યમાં વંશગત શાસન કરી રહેલા નેતાઓ દિગ્ભ્રમિત થઈ ગયા છે.

હવે નેતાઓ તથા સેક્યુલર ગેંગ એવી વાહિયાત દલીલ કરે છે કે કલમ 35-A તથા કલમ ૩૭૦ને કારણે કાશ્મીરની કલા-સંસ્કૃતિનું રક્ષણ થઈ રહ્યું છે, તેથી તે ચાલુ રાખવી જોઈએ !! દલીલ એટલા માટે વાહિયાત છે કે ભારતના એક પણ રાજ્ય માટે ૩૭૦ કે 35-A જેવી કલમો હોવા છતાં પણ જે તે રાજ્યની સંસ્કૃતિ આજે પણ એવી અક્ષુણ્ણ રહી છે. પંજાબમાં ભાંગડા નૃત્ય કે ગુજરાતના ગરબા, તો મહારાષ્ટ્રમાં ગોંધળ, પોવાડા કે દીંડી તો આસામનાબિહુઆજે પણ કોઈ વિશેષ બંધારણીય સુરક્ષા વિના જીવિત રહ્યા છે. તો કાશ્મીરમાં પણ ત્યાંની સંસ્કૃતિ પણ કલમ 35-A કે ૩૭૦ વિના ટકી રહેવાની છે.

બીજું કલમ 35-A કે ૩૭૦ને કારણે કલા કાશ્મીરની સંસ્કૃતિ ટકી રહેશે તેવો પોકળ દાવો કરનારા નેતાઓ નથી જાણતા કે સંસ્કૃતિ ટકી છે કે નહીં તે છોડો, રાજ્યમાં જે ટક્યું છે અને વિકસ્યું છે તે કલા-સંસ્કૃતિ નહીં, પરંતુ આતંકવાદ છે. આજે પણ આતંકવાદની વાત આવે ત્યારે માત્ર કાશ્મીર ખીણપ્રદેશ આપણી આંખો સમક્ષ આવે છે. જેમ ગરબા કે ભાંગડાનું નામ આવે તો જે તે રાજ્ય વિશેષ આપણા ધ્યાનમાં આવે છે, પરંતુ કાશ્મીરની વાત આવતાવેંત આતંકવાદ ધ્યાનમાં આવે છે, જેનું મૂળભૂત કારણ કલમ 35-A છે. સેક્યુલર ગેંગ તથા કાશ્મીરના વંશગત શાસકોની દલીલ અતાર્કિક પણ છે. વર્ષોથી અમેરિકા કે યુરોપના દેશોમાં સ્થાપી થયેલા ભારતીયોએ આજે પણ પશ્ર્ચિમમાં પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી છે. શું અમેરિકામાં 35-A કે ૩૭૦ જેવી કલમો છે ? કોઈને પણ સમજાય એવી વાત છે કે સંસ્કૃતિ સંસ્કારોને કારણે જીવંત રહે છે. તેમાં બંધારણીય કલમોનો પ્રશ્ર્ન ક્યાં આવે છે ? બીજું, આજે તો અમેરિકામાં પણ રાષ્ટ્રપ્રમુખ દિવાળી પર્વની ઉજવણી કરે છે. ત્યાં 35-A કે ૩૭૦ જેવી કલમો નથી તો પણ સંસ્કૃતિ સંવર્ધિત થઈ છે. વિકસિત થઈ છે. આમ કલમ ૩૫- કે ૩૭૦ને કાશ્મીરની મૂળભૂત સંસ્કૃતિના જતન સાથે કોઈ પ્રકારનો તાર્કિક સંબંધ નથી.

સર્વોચ્ચ ન્યાયાલયમાં કલમ 35-A સામે થયેલી પિટીશનથી દિગ્ભ્રમિત થયેલા રાજ્યના નેતાઓએ હવે 35-A ના બચાવમાં બીજું ગતકડું કાઢ્યું છે. લોકોએ કાશ્મીર સીમાનું રક્ષણ કરી રહેલા હજારો સૈનિકોની રાજ્યમાં ઉપસ્થિતિ સામે હવે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. તેમના વાંધાને સેક્યુલર ગેંગનું ખુલ્લું સમર્થન છે તે સ્પષ્ટ કરવાની આવશ્યકતા નથી. ભારતીય સેનાનેબહારની ગણીને આપણા વીર સૈનિકો ઉપર પથ્થરબાજી કરવામાં આવે છે. તેમની છાવણીઓ તથા વાહનો ઉપર પણ હુમલા કરવામાં આવે છે. આશ્ર્ચર્ય વાતનું છે કે કાશ્મીરમાં વંશગત શાસન કરી રહેલા પરિવારોના એક પણ સભ્યે સેના ઉપર થયેલા હુમલા કે પથ્થરબાજીને વખોડી નથી. તે બંધ કરવા કે આવાં કૃત્યો કરનારા સામે પગલાં લેવાનાં નિવેદનો પણ આપ્યાં નથી. આના ઉપરથી નેતાઓ તથા આતંકીઓ એક સિક્કાની બે બાજુઓ છે તે સ્પષ્ટ થાય છે.

કલમ 35-A અંતર્ગત કાશ્મીરને મળેલા વિશેષાધિકારો તથા શેષ ભારતીયોના થઈ રહેલા બંધારણીય અધિકારોના હનનનું પરિણામ આવ્યું છે કે શેષ ભારતીયોના મનમાં હવે વિશેષાધિકાર ભોગવી રહેલા વર્ગ માટે સહાનુભૂતિ ઘટતી જાય છે. જ્યારે વિશેષાધિકાર ભોગવી રહેલી પ્રજા વિશેષ છૂટછાટોને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માની રહી છે. મોદી સરકારની કાર્યપદ્ધતિથી હત્પ્રભ થયેલી સેક્યુલર ગેંગ, આતંકીઓ અને આતંકવાદના સમર્થકોના મનમાં તો કલમ 35-A તો ગઈ છે તેવા ભણકારા વાગવા માંડ્યા છે. આશા રાખીએ કે મહર્ષિ અરવિંદે સેવેલા અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આવતા સૌ અંતરાયો ન્યાયિક પ્રક્રિયા દ્વારા દૂર થાય.

 
-  નિવૃત્ત બ્રિગેડિયર અનિલ ગુપ્તા