મન કી બાત : ‘મન કી બાત’ કાર્યક્રમે દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૭

 

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે ૩૬ મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે.

મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી ‚રિયાત છે તેટલું લઈએ, આપણે તેને બરબાદ કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદ્ઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.

એકવાર મેં મન કી બાતમાં મહારાષ્ટ્રના એક નિવૃત્ત શિક્ષક શ્રીમાન ચંદ્રકાન્ત કુલકર્ણીની વાત કરી હતી, જે તેમના પેન્શનમાંથી, સોળ હજાર રૂ‚પિયાનું પેન્શન મળતું હતું તેમાંથી પાંચ હજાર રૂપિયા તેઓએ ૫૧ Post dated cheque આપીને સ્વચ્છતા માટે તેમણે દાન આપ્યું હતું. અને ત્યારબાદ તો મેં જોયું કે સ્વચ્છતા માટે આવા પ્રકારનું કામ કરવા માટે કેટલાય લોકો આગળ આવ્યા.

એકવાર મેં હરિયાણાના એક સરપંચની selfie with daughter જોઈ અને મેં મન કી બાતમાં બધાની સામે વાત મૂકી. જોત-જોતામાં માત્ર ભારતમાં પરંતુ આખા વિશ્ર્વમાં selfie with daughter એક મોટું અભિયાન ચાલી નીકળ્યું. માત્ર સોશિયલ મીડિયાનો મુદ્દો નથી. દરેક દિકરીમાં એક નવો આત્મવિશ્ર્વાસ, નવો ગર્વ પેદા કરનારી ઘટના બની. દરેક મા-બાપને લાગ્યું કે હું પણ મારી દિકરી સાથે સેલ્ફી લઉં. દરેક દિકરીને લાગવા લાગ્યું કે મારું કોઈ મહાત્મ્ય છે, મારું કોઈ મહત્વ છે.

ગત દિવસોમાં હું ભારત સરકારના ટુરિઝમ વિભાગ સાથે બેઠો હતો. મેં જ્યારે જ્ઞિંીિ પર જનારા લોકોને કહ્યું કે તમે જ્યાં પણ જાઓ, incredible Indiaપર ત્યાંનો એક ફોટો મોકલો. ભારતના દરેક ખૂણાની લાખો છબીઓ, એક રીતે ટુરીઝમ ક્ષેત્રમાં કામ કરતા લોકોની બહુ મોટી અમાનત બની ગઈ. નાની અમથી ઘટના કેટલું મોટું આંદોલન ‚ કરી દે છે તે મન કી બાતમાં મેં અનુભવ કર્યો છે. બધી વાતો કહેવાનું આજે મન થયું કારણ કે જ્યારે વિચારી રહ્યો હતો કે ત્રણ વર્ષ થઈ ગયા, તો ગત ત્રણ વર્ષની કેટલીયે ઘટનાઓ મારા મનમાં છવાઈ ગઈ. સાચી દિશામાં જવા માટે દેશ સતત અગ્રેસર છે. દેશનો દરેક નાગરિક બીજાની ભલાઈ માટે, સમાજના સારા માટે, દેશની પ્રગતિ માટે કંઈક ને કંઈક કરવા માગે છે મારા ત્રણ વર્ષના મન કી બાતના અભિયાનમાં મેં દેશવાસીઓ પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, શીખ્યું છે. કોઈપણ દેશ માટે બહુ મોટી મૂડી હોય છે, એક બહુ મોટી તાકાત હોય છે. હું હૃદયપૂર્વક દેશવાસીઓને નમન કરું છું.

ખાદી પ્રત્યે લોકોની ‚રૂચી વધી રહી છે

મેં એકવાર મન કી બાતમાં ખાદીના વિષય પર ચર્ચા કરી હતી. અને ખાદી એક વસ્ત્ર નથી, વિચાર છે. અને મેં જોયું કે હમણાંથી ખાદી પ્રત્યે રૂચી ઘણી વધી છે અને મેં સ્વાભાવિક ‚પથી કહ્યું હતું કે હું કઈ ખાદીધારી બનવાનું નથી કહી રહ્યો પરંતુ વિવિધ પ્રકારના ફેબ્રિક હોય છે તો એક ખાદી કેમ હોય ? ઘરમાં ચાદર હોય, ‚માલ હોય, પડદા હોય. અનુભવ રહ્યો કે યુવા પેઢીમાં ખાદીનું આકર્ષણ વધી ગયું છે. ખાદીનું વેચાણ વધ્યું છે અને તેને કારણે ગરીબોના ઘરમાં સીધેસીધો રોજગારીનો નાતો જોડાઈ ગયો છે. ઓક્ટોબરથી ખાદીમાં discount આપવામાં આવે છે, કેટલીયે છૂટ આપવામાં આવે છે. હું ફરી એકવાર આગ્રહ કરીશ કે ખાદીનું જે અભિયાન ચાલ્યું છે તેને આપણે વધુ આગળ ચલાવીએ અને વધારીએ. ખાદી ખરીદીને ગરીબના ઘરમાં દિવાળીના દીવા પ્રગટાવીયે, ભાવ સાથે આપણે કામ કરીએ. આપણા દેશના ગરીબને કાર્યથી એક તાકાત મળશે અને આપણે તે કરવું જોઈએ. અને ખાદી પ્રત્યે ‚ચી વધવાને કારણે ખાદીના ક્ષેત્રે કામ કરનારાઓમાં, ભારત સરકારમાં ખાદી સંબંધિત લોકોમાં એક નવી રીતે વિચારવાનો ઉત્સાહ પણ વધ્યો છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવીએ, ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારીએ, Solar હાથશાળ કેવી રીતે લઈ આવીએ ? જૂના વારસાઓ જે હતા, જે બિલકુલ ૨૦-૨૦, ૨૫-૨૫, ૩૦-૩૦ વર્ષોથી બંધ પડ્યા હતા, તેને પુન:જીવીત કેવી રીતે કરી શકાય.

ઉત્તર પ્રદેશના વારાણસી સેવાપુરમાં, સેવાપુરીનો ખાદી આશ્રમ ૨૬ વર્ષોથી બંધ પડ્યો હતો, પરંતુ આજે પુન:જીવીત થઈ ગયો છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓને જોડવામાં આવી. અનેક લોકોને રોજગારના નવા અવસર પેદા કરવામાં આવ્યા. કાશ્મીરમાં પંપોરમાં ખાદી અને ગ્રામોદ્યોગે તેના બંધ પડેલા પ્રશિક્ષણ કેન્દ્રને ફરીથી શરૂ કર્યો અને કાશ્મીર પાસે તો ક્ષેત્રે આપવા માટે ઘણું બધું છે. હવે પ્રશિક્ષણ કેન્દ્ર ફરીથી શરૂ થવાને કારણે નવી પેઢીને આધુનિક ઢબે નિર્માણ કાર્ય કરવામાં, વણાટ કામ કરવામાં, નવી વસ્તુઓ બનાવવામાં એક મદદ મળશે અને મને ઘણું સારું લાગી રહ્યું છે કે મોટા-મોટા Corporate house પણ દિવાળીમાં જ્યારે ભેટ આપે છે તો હવે ખાદીની વસ્તુઓ આપવા લાગ્યા છે. લોકોએ પણ એકબીજાને ભેટ સ્વરૂપે ખાદીની વસ્તુઓ આપવાની શરૂ કરી છે. એક સહજ ભાવથી વસ્તુ કેવી રીતે આગળ વધે છે તે આપણે બધા અનુભવ કરીએ છીએ.

અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્વચ્છતા અભિયાનનો ભાગ બની ગયા છે

મારા પ્રિય દેશવાસીઓ, ગત મહિને મન કી બાતમાં આપણે બધાએ એક સંકલ્પ કર્યો હતો અને આપણે નક્કી કર્યું હતું કે ગાંધી-જયંતી પહેલાના ૧૫ દિવસ દેશભરમાં સ્વચ્છતાનો ઉત્સવ મનાવીશું. સ્વચ્છતા સાથે જન-મન ને જોડીશું. આપણા આદરણીય રાષ્ટ્રપતિજીએ કાર્યનો આરંભ કર્યો અને દેશ જોડાઈ ગયો. બાળકો-વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી હોય, શહેર હોય કે ગામ હોય, દરેક લોકો આજે સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બની ગયા છે.

મારા પ્રિય દેશવાસીઓ, વાતને આપણે સ્વીકારવી પડશે કે ભાવિ ઇતિહાસ પ્રાચીન ઇતિહાસની કુખમાં જન્મ લે છે અને જ્યારે ઇતિહાસની વાત આવે ત્યારે મહાપુરુષો યાદ આવવા બહુ સ્વાભાવિક છે. ઑક્ટોબરનો મહિનો આપણા માટે ઘણા મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે. મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ સુધીના મહાપુરુષોનું પુણ્ય સ્મરણ કરવાના અવસરો ઑક્ટોબર મહિનામાં આપણને મળે છે. મહાનુભાવોએ ૨૦મી સદી અને ૨૧મી સદી માટે આપણને દિશા આપી, આપણું નેતૃત્વ કર્યું, આપણું માર્ગદર્શન કર્યું અને દેશ માટે તેમણે બહુ કષ્ટ વેઠ્યા. બે ઑક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે તો ૧૧ ઑક્ટોબરે જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જન્મજયંતી છે અને ૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી છે. નાનાજી અને દીનદયાળજીનું તો શતાબ્દીનું પણ વર્ષ છે. અને બધા મહાપુરુષોનું એક કેન્દ્રબિંદુ શું હતું? તેમના જીવનમાં એક વાત સામાન્ય હતી અને તે હતું દેશ માટે જીવવું, દેશ માટે કંઈક કરવું અને માત્ર ઉપદેશ નહીં, પોતાનાં જીવનમાં તેના આચરણ દ્વારા લોકોને માર્ગ ચીંધવો. ગાંધીજી, જયપ્રકાશજી, દીનદયાળજી બધા એવા મહાપુરુષો છે જે સત્તાની શેરીઓથી જોજનો દૂર રહ્યા પરંતુ જનજીવન સાથે પળેપળ જીવતા રહ્યા, ઝઝૂમતા રહ્યા અને ખસર્વજન હિતાય સર્વજન સુખાય કંઈક ને કંઈક કરતા રહ્યા. નાનાજી દેશમુખ રાજનૈતિક જીવનને છોડીને ગ્રામોદયમાં લાગી ગયા હતા અને જ્યારે આજે આપણે તેમનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે તેમના ગ્રામોદયના કામ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી જ્યારે નવયુવાનો સાથે વાત કરતા હતા તો હંમેશાં નાનાજી દેશમુખના ગ્રામીણ વિકાસની વાતો કરતા હતા. ખૂબ આદર સાથે ઉલ્લેખ કરતા હતા અને તેઓ પોતે પણ નાનાજીના કામને જોવા માટે ગામમાં ગયા હતા.

દીનદયાળ ઉપાધ્યાયજી મહાત્મા ગાંધીની જેમ સમાજના છેવાડાના માણસની વાત કરતા હતા. દીનદયાળજી પણ સમાજના છેવાડા પર બેઠેલા ગરીબ, પીડિત, શોષિત, વંચિતની અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાની- શિક્ષણ દ્વારા, રોજગાર દ્વારા કઈ રીતે પરિવર્તન લાવી શકાય તેની ચર્ચા કરતા હતા. બધા મહાપુરુષોનું સ્મરણ કરવું તેમના પ્રત્યે ઉપકાર નથી, મહાપુરુષોનું સ્મરણ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને આગળનો રસ્તો મળતો રહે, આગળની દિશા મળતી રહે.

આગામી મન કી બાતમાં હું જરૂર સરદાર વલ્લભભાઈ પટેલના વિષયમાં કહીશ, પરંતુ ૩૧ ઑક્ટોબરે સમગ્ર દેશમાં રન ફોર યુનિટી એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ થવાનો છે. દેશના દરેક શહેરમાં, દરેક નગરમાં બહુ મોટા પાયે રન ફોર યુનિટીના કાર્યક્રમો થવા જોઈએ અને ઋતુ પણ એવી છે કે દોડવામાં મજા આવે છે. સરદાર સાહેબ જેવી લોખંડી શક્તિ પ્રાપ્ત કરવા પણ ‚રી છે. અને સરદાર સાહેબે તો દેશને એક કર્યો હતો. આપણે પણ એકતા માટે દોડીને એકતાના મંત્રને આગળ વધારવો જોઈએ.

ભારતની વિવિધતાને અનુભવ કરવાનો પ્રયાસ કરો

આપણે બહુ સ્વાભાવિક રીતે કહીએ છીએ વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા. વિવિધતાનું આપણે ગૌરવ કરીએ છીએ પરંતુ શું આપણે ક્યારેય વિવિધતાનો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો ? હું વારંવાર હિન્દુસ્તાનના મારા દેશવાસીઓને કહીશ અને ખાસ કરીને મારી યુવા પેઢીને મારે કહેવું છે કે આપણે એક જાગૃત અવસ્થામાં છીએ. ભારતની વિવિધતાઓનો અનુભવ કરીએ, તેમને સ્પર્શ કરીએ, તેમની સુગંધનો અનુભવ કરીએ. તમે જુઓ, તમારા વ્યક્તિત્વના વિકાસ માટે પણ આપણા દેશની વિવિધતાઓ એક બહુ મોટી પાઠશાળાનું કામ કરે છે. વેકેશન છે, દિવાળીના દિવસો છે, આપણા દેશમાં ચારે તરફ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો સ્વભાવ રહેલો છે, લોકો પ્રવાસી તરીકે જાય છે અને તે બહુ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક ચિંતા થાય છે કે આપણે આપણા દેશને તો જોતા નથી, દેશની વિવિધતાઓને જાણતા નથી, સમજતા નથી પરંતુ ઝાકઝમાળના પ્રભાવમાં આવીને વિદેશોનો પ્રવાસ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાવ, મને કોઈ વાંધો નથી પરંતુ ક્યારેક પોતાના ઘરને પણ તો જુઓ. ઉત્તર ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે દક્ષિણ ભારતમાં શું છે? પશ્ચિમ ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે પૂર્વ ભારતમાં શું છે? આપણો દેશ કેટકેટલી વિવિધતાઓથી ભરેલો છે.

મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી.. જો મહાપુરુષોનું જીવન જોઈશું તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવશે કે તેમણે ભારત ભ્રમણ કર્યું ત્યારે તેમને ભારતને જોવા-સમજવામાં અને તેના માટે જીવવા-મરવા માટે એક નવી પ્રેરણા મળી. બધા મહાપુરુષોએ ભારતનું વ્યાપક ભ્રમણ કર્યું. પોતાના કાર્યના પ્રારંભમાં તેમણે ભારતને જાણવા, સમજવાનો પ્રયાસ કર્યો. ભારતને પોતાની અંદર જીવવાની કોશિશ કરી. શું આપણે, આપણા દેશનાં ભિન્ન-ભિન્ન રાજ્યોને, ભિન્ન-ભિન્ન સમાજોને, સમૂહોને, તેમના રીતિ-રિવાજોને, તેમની પરંપરાને, તેમના પહેરવેશને, તેમની ખાણીપીણીને, તેમની માન્યતાઓને એક વિદ્યાર્થીના ‚પમાં શીખવા- સમજવાનો, જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ?

મારા પ્રિય દેશવાસીઓ, એક માનવ તરીકે ઘણી બધી ચીજો મને પણ સ્પર્શી જાય છે. મારા હૃદયને આંદોલિત કરી દે છે. મારા મન પર ઊંડો પ્રભાવ છોડી જાય છે. છેવટે તો હું પણ તમારી જેમ એક માણસ છું. ગત દિવસોની એક ઘટના છે જે કદાચ તમારા ધ્યાનમાં આવી હશે. મહિલા શક્તિ અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ આપણે દેશવાસીઓએ જોયું. ભારતીય સેનાને લેફ્ટેનન્ટ સ્વાતિ અને નીધિના રૂપમાં બે વીરાંગનાઓ મળી છે અને તેઓ અસામાન્ય વીરાંગનાઓ છે. અસામાન્ય એટલા માટે કે સ્વાતિ અને નીધિના પતિ મા ભારતીની સેવા કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. આપણે કલ્પી શકીએ કે નાની ઉંમરમાં જ્યારે સંસાર ઉજડી ગયો હોય ત્યારે તેમની મન:સ્થિતિ કેવી હશે ? પરંતુ શહીદ કર્નલ સંતોષ મહાદિકની પત્ની સ્વાતિ મહાદિકે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરતા કરતાં પોતાના મનમાં નિશ્ચય કરી લીધો. અને તેઓ ભારતની સેનામાં જોડાઈ ગયા. ૧૧ મહિના સુધી તેમણે આકરો પરિશ્રમ કરીને પ્રશિક્ષણ મેળવ્યું અને પોતાના પતિનાં સપનાંને પૂરાં કરવા પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. રીતે નીધિ દુબેના પતિ મૂકેશ દુબે સેનામાં નાયકનું કામ કરતા હતા અને માતૃભૂમિ માટે તેઓ શહીદ થઈ ગયા. તેમનાં પત્ની નીધિએ પણ મનમાં નિશ્ર્ચય કરી લીધો અને તેઓ પણ સેનામાં જોડાઈ ગયા. દરેક દેશવાસીને આપણી માતૃશક્તિ પર, આપણી વીરાંગનાઓ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે. હું બંને બહેનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે દેશના કોટિ-કોટિ જનો માટે એક નવી પ્રેરણા, એક નવી ચેતના જગાવી છે. બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.

ખૂબ ખૂબ ધન્યવાદ.

 -  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી