સાત ભાઈઓ લાડકી બહેન ‘કરવા’ ને કારણે ઉજવાય છે કરવા ચોથ

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૭


કરવા ચૌથ નામ શાથી ?

હિન્દુ પંચાંગમાં ચોથ તો અનેક છે પણ ચોથને કરવા શા માટે કહી છે ? ચોથ પાછળ કેટલીક લોક તથા તથા મહાભારતમાં ધર્મકથા પણ છે. કરવા નામની પતિવ્રતા સ્ત્રીએ પર્વ ઉજવ્યું હતું તેથી ચોથનું નામ કરવા ચોથ પડ્યું છે.

ઘણા સમય પહેલાંની એક લોકકથા છે. એક શાહુકારને સાત દીકરા તથા એક કરવા નામની દીકરી હતી. સાતે ભાઈ કરવાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ બહેનને જમાડીને સાંજે જમતા. વેપાર-ધંધો પૂર્ણ કરી ઘેર આવી કુટુંબ સાથે હળીમળીને પ્રેમથી સૌ રહેતા હતા.

બહેન કરવા સાસરેથી પિયરમાં આવી હતી. તેણે ચોથનું વ્રત કર્યું હોવાથી ઉપવાસ કર્યો હતો. ભૂખ અને તરસ સહન કરી પતિના દીર્ઘાયુ માટે તેણે તપ કર્યું હતું, પણ તેના નાના ભાઈથી તેનું ભૂખ-તરસનું દુ:ખદર્દ જોવાતું નહોતું તેથી તેણે એક ટીખળ કર્યું. એક પીપળના ઝાડની પાછળ દીવો સળગાવી તેની આગળ ચારણી મૂકી દીધી. દીવો જાણે ચંદ્ર ઊગ્યો હોય તેવું દૃશ્ય હતું. વ્યવસ્થા ગોઠવી નાનો ભાઈ તેની બહેન કરવાને કહે છે કે બહેન કરવા ! ચાલ ચંદ્ર ઊગ્યો છે તે તને બતાવું. હવે તું તેની પૂજા અર્ચના કરી ઉપવાસ છોડ અને ભોજન ગ્રહણ કર. બહેન કરવા બનાવટી ચંદ્રોદયનાં દર્શન કરી વ્રત તોડી ઉપવાસ તોડવાનું રૂ કરે છે. પહેલો ટુકડો જેવો મોઢામાં મૂકે છે ત્યારે તેને છીંક આવે છે. કદાચ ! છીંકના અપશુકનની અંધશ્રદ્ધા હજુ પણ ચાલુ છે. તે બીજો કોળિયો લે છે કે તરત તેના વાળ ખરવા માંડે છે. માથાના વાળ નીકળી જાય છે. જેવો ત્રીજો ટુકડો મોઢામાં મૂકવા જાય છે કે તરત તેના પતિના મૃત્યુના સમાચાર આવે છે. બહેન કરવા આઘાતમાં સરી પડે છે. પતિના મૃતદેહ પાસે બેસી કલ્પાંત કરે છે. આખું વર્ષ મૃત પતિ પાસે બેસી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરતી રહે છે. તે દરમિયાન બધી સાતે ભાભીઓ તપસ્વિનીના દર્શને આવે છે. કરવા ફરી ચોથના વ્રતને ઉજવે છે. પતિ જીવિત થાય તેવી પ્રાર્થના તેની ભાભીને કરે છે. ભાભી ! તમે વ્રત રાખો છો અને ભાઈને દીર્ઘાયુ બક્ષો છો તો મને પણ ઇચ્છિત ફળ ભગવાન પાસેથી અપાવો ! કરવા ભાભીના પગ પકડે છે. ભાભીને છોડતી નથી. તેની ભાભી પતિવ્રતા હતી. નણંદની તપસ્યાએ તેની ભાભીમાં સત પ્રગટાવ્યું. પોતાની ટચલી આંગળી અમૃત વરસાવી મૃત નણદોઈના મુખમાં મૂક્યું અને યમરાજને પ્રાર્થના કરી. સતી હતી તેણે કહ્યું, ‘હે યમરાજ ! મારી નણંદ કરવાના પતિને જીવંત કરો !’ યમરાજ પ્રસન્ન થાય છે અને કહે છે કેપૃથ્વી પર મને કોણ રીઝવી શકે છે તે જાણો. જે નિયમ પ્રમાણે વર્તે છે અર્થાત્ કુદરતના નિયમોનું પાલન કરી સંસારમાં સુખ-દુખોને સંયમથી ભોગવે છે. તેનાથી હું હારી જાઉં છું. આવા તપસ્વીઓને હું મૃત્યુ આપી શકતો નથી. તેઓ અજન્મા અર્થાત્ મૃત્યુરહિત સ્થિતિને ભોગવે છે. તપસ્વી મનુષ્યો કાળક્રમે પોતાના આત્મસ્વ‚પને પામે છે અને હું પણ કશું કરી શકતો નથી. મને નિયમ મહાત કરી શકે છે.’ યમરાજ કરવાના તપથી પ્રસન્ન થાય છે. કરવાના પતિમાં પ્રાણ આવે છે. કરવાને ચોથનું વ્રત ફળે છે અને અખંડ સૌભાગ્યવતી બને છે.

આવી બીજી લોકકથા એક બ્રાહ્મણની વિવાહિત પુત્રી વીરવતીની છે. તે પણ વ્રતને તોડે છે તેથી તેનો પતિ અદૃશ્ય થાય છે. બીજા વર્ષે કરવા ચોથનું વ્રત કરે છે અને વીરવતી પોતાના પતિને મળે છે.

ત્રીજી એવી એક લોકકથા કરવા નામની પતિવ્રતા સ્ત્રીની છે. તે તેના પતિ સાથે સ્નાન કરવા જાય છે. પાણીમાં મગર તેના પતિને ખેંચી જાય છે. કરવા યમરાજને પ્રાર્થના કરે છે અને મગરના મુખમાંથી પતિને છોડાવે છે.

કરવા ચોથની પૌરાણિક મહાભારતની કથા

એકવાર પાંડુપુત્ર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર જાય છે. અહીં દ્રૌપદી ખૂબ વ્યાકુળ થાય છે કે હજુ મારા પતિ અર્જુન કેમ નથી આવ્યા ? અર્જુનની ભાળ મળવાથી દ્રૌપદી ચિંતા કરે છે. તેઓ તેમના સખા-ભાઈ કૃષ્ણને વિનંતી કરે છે કે હે ભાઈ કૃષ્ણ ! મારા પતિ નીલગિરી પર્વતમાં તપ કરવા ગયા છે, તે હજુ પાછા આવ્યા નથી. મને ચિંતા થાય છે ! શ્રીકૃષ્ણ બહેન દ્રૌપદીને સાંત્વન આપે છે અને કહે છે કેહે દ્રૌપદી ! ભગવાન શંકરે માતા પાર્વતીને અખંડ સૌભાગ્ય માટે તથા પતિના દીર્ઘાયુ માટે કાર્તિક માસની કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે વ્રત તથા ઉપવાસનો મહિમા કહ્યો છે. વ્રતમાં બહેનો ઉપવાસ કરી ચંદ્રોદય પછી ઉપવાસ પૂર્ણ કરે છે. સંસારમાં ચોથ વિશિષ્ટ પ્રકારે ઉજવાશે. તેથી હે દ્રૌપદી, વ્રત કરવાથી તમને અર્જુનનાં દર્શન થશે.’ દ્રૌપદી, કૃષ્ણના કહ્યા પ્રમાણે ચોથનું વ્રત કરે છે. તેથી દ્રૌપદીને નીલગિરી પર્વત પરથી તપ કરી પરત ફરેલ પતિ અર્જુનનો મેળાપ થાય છે. ત્યારથી પૃથ્વીલોક તથા ત્રણે લોકમાં ચોથનેકરવા ચોથતરીકે બહેનો અખંડ સૌભાગ્ય માટે તથા પતિના દીર્ઘાયુ માટે વિધિવિધાન પ્રમાણેની સામગ્રીથી પૂજા-અર્ચના કરી વ્રત શ્રદ્ધાપૂર્વક ઊજવે છે.

કરવા ચોથ હિન્દુઓનો એક પવિત્ર તહેવાર છે. તહેવાર દેશ-વિદેશમાં ઉજવાય છે, પણ મુખ્યત્વે ભારતના પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ઉજવાય છે. તહેવાર કારતક મહિનાની કૃષ્ણપક્ષની ચોથના દિવસે મનાવવામાં આવે છે. તહેવાર એક વ્રત સ્વરૂપે છે, જે સૌભાગ્યવતી બહેનો ઉજવે છે. વ્રત સવારે સૂર્યોદય પહેલાં ચાર વાગ્યાથી રૂ થાય છે અને ચંદ્રમાનાં દર્શન પછી પૂર્ણ થાય છે. ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારની બહેનો ચોથ ઉજવે છે. ચૌથને ચંદ્રોદયવ્યાપિની ચતુર્થી પણ કહે છે. પર્વ પતિના દીર્ઘાયુ માટે તથા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે બહેનો શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. કરવા ચૌથમાં પણ સંકષ્ટી ગણેશ ચતુર્થીની જેમ દિવસ દરમિયાન બહેનો ઉપવાસ કરે છે અને ચંદ્રોદય વખતે ચંદ્રની પૂજા-અર્ચના કરી ઉપવાસ પૂર્ણ કરે છે. કેટલીક બહેનો પાણી પણ પીતી નથી. ચોથ કરક ચતુર્થી (કરવા-ચોથ)ના નામથી પણ પ્રસિદ્ધ છે. ‘કરવા ચોથના તહેવારમાં ભલે ઉપર પ્રમાણે વર્ણાવેલ લોકકથા તથા ધર્મકથાઓ શ્રદ્ધાબિંદુઓ હોય પણ, બહેનોએ વ્રતની પાછળ રહેલા તપસ્યાના તત્વબોધને માણવો જોઈએ. ભારત દેશમાં કરવા ચોથ માતાજીનું પ્રાચીન તથા પ્રખ્યાત મંદિર રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર જિલ્લાનાચોથ કા બરવાડાગામમાં આવેલ છે. ભવ્ય મંદિરની સ્થાપના તથા નિર્માણનું કાર્ય મહારાજ ભીમસિંહજી ચૌહાણે કર્યંુ છે. કરવા ચોથ સર્વેને ફળે તે માટે ભગવાન શિવ-પાર્વતી, સ્વામી કાર્તિકેય, ગણેશ તથા ચંદ્રમાની પૂજાનું માહાત્મ્ય છે. પૂજાના મંત્રો :

પાર્વતીજી માટે, શિવાયે નમ:

શિવજી માટે, નમ: શિવાય

સ્વામી કાર્તિકેય માટે - શ્રીષણ્મુખાય નમ:

ગણેશ માટે - શ્રી ગણેશાય નમ:

ચંદ્રમા માટે - શ્રી સોમાય નમ:

 
જયંતિકાબહેન જોષી