આરૂષિ મર્ડર કેસમાં તલવાર દંપતીને હજુ રહેવું પડશે જેલમાં

    ૧૩-ઓક્ટોબર-૨૦૧૭

 

આરૂષિ મર્ડર કેસમાં ગુરૂવારે અલ્હાબાદ હાઈકોર્ટે દોષિત ડો.રાજેશ અને નૂપુર તલવારને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે તલવાર દંપતીને રાહત આપી છે. સાથે CBIની સ્પેશિયલ કોર્ટે 2013માં આપેલી આજીવન કેદની સજાને પણ રદ્દ કરી છે. જેના પર CBIના પૂર્વ ડાયરેકટર .પી.સિંહે કહ્યું કે, “તપાસ દરમિયાન અમારી સામે ઘણી ઉણપ હતી. ઘટના સ્થળે પુરાવા સાથે ઘણી છેડછાડ કરવામાં આવી હતી. જેના કારણે અમને ઘટનાસ્થળેથી કંઈ મહત્વનું મળ્યું હતું. જે સમગ્ર તપાસ દરમિયાન મોટી સમસ્યા સમાન હતી. .પી.સિંહ 2010થી 2012 વચ્ચે CBIના ડાયરેકટર રહ્યાં હતા, જ્યારે એજન્સી કેસની તપાસ કરી રહી હતી.”

જો કે હમણા જ ડો.રાજેશ અને નૂપુર તલવારના વકીલે એક ચેનલ ને જાણકારી આપી હતી કે કોર્ટનો આદેશ જેલના અધિકારીઓ પાઅસે નથી પહોંચ્યો એટલે કદાચ તેઓને હજુ બે દિવસ જેલમાં રહેવું પડશે. આ દંપતી ને સોમવારે જેલમાંથી મુક્ત કરાશે…