અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રસિધ્ધ પત્રકાર રાજદીપ સરદેસાઈને કહ્યું “મારી સાથે નીચા અવાજમાં વાત કરો”

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૭

 

 
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રસિધ્ધ પત્રકાર રાજદીપ સરદેસાઈને તેની જ ટીમ સામે ફટકાર લગાવી હતી તેનો એક વિડીઓ વાઈરલ થયો છે. રાજદીપ સરદેસાઈ તેમની મુલાકાત લઈ રહ્યાં હતા ત્યારે તેઓ વારંવાર પ્રણવજીને રોકતા હતા. જે પ્રણવજીને ગમ્યુ નહિ અને મુલાકાત દરમિયાન જ રાજદીપ સરદેસાઈને આ બબતે ઠપકો આપ્યો હતો.

પ્રણવજીએ ઠપકો આપતા કહ્યું હતું કે “હું તમને જણાવી દઉં કે તમે પૂર્વ રાષ્ટ્રપતિની મુલાકાત લઈ રહ્યાં છો. આમ વચ્ચે વચ્ચે વાતને રોકો નહિ. ટીવી પર દેખાવાનો મને શોખ નથી, તમે મને મારી મુલાકાત લેવા અહિં બોલાવ્યો છે. માટે હું બોલું ત્યારે ચુપ રહો. પૂર્વ રાષ્ટ્રપતિ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, કેવી રીતે મુલાકાત લેવી જોઈએ એ તમારે શીખવું જોઈએ. ”

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એ પણ કહ્યું કે પહેલા તો તમે નીચા આવાજમાં વાત કરો. જો કે વાતનો મર્મ જાણીને રાજદીપ સરદેસાઈએ માફી માંગી અને મુલાકાત આગળ વધારી હતી ….

જોકે મહત્વની વાત એ છે કે મુલાકાતમાંથી આ વાતચીત ને ટીવી પર દેખાડવામાં આવી નથી. જુવો…