ચિંતન : ઉપભોક્તાવાદની આંધી

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૭


આપણા દેશના નાગરિકોનું આર્થિક જીવનધોરણ ઊંચું આવવાની સાથે આપણે ત્યાં ઉપભોક્તાવાદે પોતાના પગ ફેલાવવાનું રૂ કર્યું છે. લોકો એવી ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે કે જેની તેમને ખરેખર કાંઈ રૂનથી કે પછી તેમની પાસે તે પહેલેથી છે. દિવાળી જેવા તહેવારોની મૌસમમાં તો જાણે ઉપભોક્તાવાદ રીતસરનો ગાંડો થઈ બેકાબૂ બને છે, ત્યારે શું છે ઉપભોક્તાવાદ, શું શીખવે છે ભારતીય સંસ્કૃતિ અને કેવી રીતે બચી શકાય ઉપભોક્તાવાદ અને નાહકના ખર્ચાઓથી ? પ્રસ્તુત છે વિશેષ અહેવાલ...

આર્થિક રીતે ઠીક-ઠાક સધ્ધર ગણી શકાય એવા પરિવારની એક મહિલા પોતાની મિત્રો સાથે બજારમાં જાય છે. આમ તો તેને કાંઈ ખરીદવાનું નહોતું, છતાં પણ તે અનેક બિનજરૂરી વસ્તુઓ ખરીદી લાવે છે. તે કહે છે આમાં કાંઈ ખોટું નથી. ક્યારેક ક્યારેક આવું ચાલે છે. છે આપણા મધ્યમ વર્ગની વર્તમાન માનસિકતા. એક સમયે પ્રકારની ઉપભોક્તાવાદી સંસ્કૃતિ માત્ર પશ્ર્ચિમના દેશોમાં પ્રચલિત હતી. ત્યાં આવા લોકોને શોપોહોલિકની સંજ્ઞા આપવામાં આવી છે. એટલે કે તમારે કોઈ વસ્તુની રૂહોય કે હોય. બસ, ખરીદતા રહો. તેમના માટે ખરીદી રિયાત નહીં, શોખ છે અને સ્ટ્રેસ રિલીવર (તનાવમાં રાહત) આપનારી બાબત છે.

કમનસીબે ધીરે-ધીરે શોપોહોલિક લોકોની ઉપભોક્તાવાદી સંસ્કૃતિ આપણા દેશમાં પણ ઝડપથી વિસ્તરી રહી છે અને તેની સાથે આવી છે ક્રેડિટ સંસ્કૃતિ એટલે કે તમારી પાસે હાલ પૈસા હોય કે હોય, પરંતુ તમને ગમતી વસ્તુ તરત ખરીદી લો. પૈસાની ચિંતા છોડો, તે પછીથી ચૂકવજો. ઉપભોક્તાવાદની વાત આવે છે ત્યારે કંપનીઓ ઇચ્છે છે કે, લોકો પોતાની રૂરિયાતથી પણ વધુ ને વધુ ચીજવસ્તુઓ ખરીદી બજારમાં વ્યવસાયિક કંપનીઓ પોતાની વ્યવસાયિક રણનીતિથી લોકોને ચીજવસ્તુઓ ખરીદવા પણ મજબૂર કરી રહી છે, જેની ખરેખર તેમને કોઈ રૂનથી. હાલ બજારે સમાજમાં એવી માનસિકતા ઊભી કરી દીધી છે કે, તમારે સુખી જીવન જીવનાર, સમૃદ્ધ પ્રગતિશીલ દેખાવું છે, તો મસમોટું ઘર, ગાડી સહિતની સુખ-સુવિધાની તમામ ચીજવસ્તુઓ ખરીદવી પડશે. આજે જાણે કે પ્રત્યેક વ્યક્તિ ૨૪ડ્ઢ૭ એક ગ્રાહક બની ગયો છે. એક સમય હતો જ્યારેસેલશબ્દ કે એક ઉપર એક મફત કે પછીડિસ્કાઉન્ટજેવા શબ્દોદિવાળીસમયે સાંભળવા મળતા હતા. આજે શોપિંગ મોલ્સમાં જાઓ એટલે તમને લલચાવવા માટે એક પર એક ફ્રીનાં પાટિયાં અને ડિસ્કાઉન્ટનાં બોર્ડ લગભગ દરેક સીઝનમાં જોવા મળી જાય છે. અમુક કંપનીઓ પોતાની બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા પર અમુક રકમનું વાઉચર પણ આપતી હોય છે, જે તમે કંપનીની અન્ય કોઈ બ્રાન્ડ ખરીદવા વાપરી શકો છો, જેની લાલચમાં ગ્રાહક તે કંપનીની એકથી વધુ વસ્તુઓ ખરીદી લે છે.

હાલ એમએઝોન, ફ્લિપકાર્ટ સહિતની એવી ઢગલાબંધ ઓનલાઈન શોપિંગની વેબસાઈટ છે, જેના પર તમને દૈનિક ફલાણી વસ્તુ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ૭૦% ડિસ્કાઉન્ટ સહિતની ઑફરો જોવા મળે છે. મોબાઈલ અને ઇન્ટરનેટના વર્તમાન યુગમાં આખેઆખું બજાર ગ્રાહક ખાસ કરીને યુવા ગ્રાહકના હાથમાં આવી ગયું છે. વર્તમાન સમયમાં ઉપભોક્તાવાદી સંસ્કૃતિને વકરાવવા માટે મોબાઈલ અને ઇન્ટરનેટ ટેક્નોલોજી પણ જવાબદાર છે. એપ્સ ગ્રાહકને ક્રેડિટ કાર્ડથી માંડી કેશ ઓન ડિલિવરી સુધીની તમામ સુવિધાઓ આપતી હોય છે. પરિણામે લોકો વધુ ને વધુ ચીજવસ્તુઓ ખરીદે છે. ફલાણી કંપનીના મોબાઈલ ઓનલાઈન વેચવા મૂકતાંની સાથે આટલા લાખ વેચાયા. ફલાણી કંપનીના ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદવા માટે - મહિનાનું વેઈટીંગ જેવી ખબરો ફેલાવી એક રીતે જે-તે વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. પરિણામે લોકો તેમની બ્રાન્ડ પાછળ રીતસરની દોટ લગાવે છે. પરિણામે ઉપભોક્તાવાદ વકરતો નથી. રીતસરનો ગાંડો થાય છે. આજે એક વ્યક્તિ પાસે વાતચીત કરવા માટે અને એક માત્ર નેટ વાપરવા માટે એમ બબ્બે મોબાઈલ સામાન્ય બની ગયા છે. જ્યારે ભૂતકાળમાં ઘરમાં એક માત્ર લેન્ડલાઈન ફોનથી કામ ચાલી જતું હતું. આજે વ્યક્તિદીઠ મોબાઈલ થઈ ગયા છે. એક સમયે ઘરમાં એકાદ ટુ વ્હીલર હોય તો પણ ભયો...ભયો.. જ્યારે હાલ પ્રત્યેક વ્યક્તિને પોતાનું આગવું વ્હીકલ હોય છે. સમૃદ્ધ પરિવારોમાં આવું કારની બાબતમાં છે. એક સમયે ઘરના મુખ્ય ખંડમાં એક ટીવી હતું જ્યારે આજે બેડ‚મે-બેડ‚મે ટીવી હોય છે.

ઉપભોક્તાવાદ ધીરે ધીરે આપણને માનસિક ગુલામ બનાવી રહ્યો છે. જેની પાસે ઉપભોગની વસ્તુઓ જેટલી વધારે તેટલો તે વધુ સુખીની માનસિકતા વ્યાપક પ્રમાણમાં પ્રસરી ચૂકી છે. પ્રગતિ વિકાસને લોકો ઉપભોગ સાથે જોડી જોઈ રહ્યા છે. જો તમે ફાઈવ સ્ટાર હોસ્પિટલમાં ઇલાજ કરાવો છો તો તમે વિકાસશીલ છો, પરંતુ દર્દ, રોગનો ઇલાજ દેશી-કુદરતી રીતે કરાવો છો તો પછાત ગણાઈ જાઓ છો. ઉપભોક્તાવાદ આપણી ‚રિયાત નહીં મજબૂરી બની ગયો છે.

ઉપભોક્તાવાદી સંસ્કૃતિ અને ગામ

ઉપભોક્તાવાદી સંસ્કૃતિએ માત્ર ભારતનાં મોટા કે મધ્યમ-નાનાં શહેરોમાં નહીં ગ્રામ્યસ્તરે પણ પગપેસારો કરી દીધો છે. પરિણામે આપણાં ગામડાઓના આર્થિક આધાર પણ ખતમ થઈ ગયો છે. એક સમયે આપણા ગામડાઓની પરંપરાગત અર્થવ્યવસ્થા લગભગ સ્વાવલંબી હતી. જેટલી રૂરિયાત તેટલી વસ્તુઓ પેદા કરો અને તેનો ઉપભોગ કરો. આપણા ગ્રામીણ સમાજનો મૂળમંત્ર હતો. ગામડાની સામૂહિક સેવાઓ, સિંચાઈનાં સાધન, મુસાફરીનાં સાધનો કે પછી ‚રિયાતમંદોની સહાયતા વગેરેની વ્યવસ્થા ગામના લોકો ખુદ કરી લેતા. એક સમયે કોઈ ગામના અમીર વ્યક્તિની પ્રતિષ્ઠા એના પર નિર્ભર રહેતી કે તેણે પોતાનું ગામમાં કેટલા કૂવા, કેટલાં તળાવો ખોદાવ્યાં છે. તેણે પોતાના કેટલા પૈસા ગામમાં દવાખાનું બનાવવા કે શાળાનું મકાન બંધાવવા ખર્ચ્યા છે. આઝાદી પહેલાં સુધી પ્રકારની પ્રાથમિક વ્યવસ્થાઓ ગામનાં લોકોના દાન અને સહાય થકી થતી હતી, કારણ કે ગામના અમીર અને ધનવાન લોકોની પોતાની રૂરિયાતો પણ ખૂબ મર્યાદિત હતી. પરિણામે તે પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ગામના વિકાસ અને સાર્વજનિક કામો કરવા માટે કરતો.

પરંતુ હાલ ઉપભોક્તાવાદી સંસ્કૃતિએ આપણા ગામડાંઓની પરંપરાગત પ્રાકૃતિક અર્થવ્યવસ્થા અને માળખાને પણ લૂણો લગાડી તહસ-નહસ કરી દીધી છે. આજે ગામડાના સંપન્ન અને સુખી લોકો પણ ચીજવસ્તુઓની પાછળ ભાગી રહ્યા છે જે ઉપભોક્તાવાદી સંસ્કૃતિની દેણ છે, પરિણામે એક સમયે તેમનું વધારાનું ધન જે સામાજિક કાર્યો પાછળ વપરાતું હતું તે હવે વ્યક્તિગત દેખાડા પાછળ વેડફાઈ રહ્યું છે. પરિણામે આજે ગ્રામીણ ભારતને પોતાના નાનાં-નાનાં સામૂહિક સેવાકાર્યો પર સરકાર પણ નિર્ભર રહેવું પડી રહ્યું છે. ભૂતકાળમાં જે સંપત્તિ-ધન ગામડાંઓની પ્રાથમિક ‚રિયાતો પૂર્ણ કરવા વપરાતું હતું, તે ધન હાલ ઉદ્યોગપતિઓની તિજોરીઓમાં જઈ રહ્યું છે.

તહેવારો દરમિયાન ઉપભોક્તાવાદથી બચવા આટલું કરો

ભારતીય સભ્યતામાં તહેવારોનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ તહેવારો સાથે સાથે આવે છે, ખૂબ બધા નાહકના ખર્ચા. તહેવારોના ટાણે બજાર તથા મોલ્સમાં તમામ પ્રકારનાં આકર્ષક સેલ અને લોભામણી ઓફર્સ ચાલતી હોય છે. ઓનલાઈન શોપિંગની વધતી લોકપ્રિયતાને લીધે ઈરિટેલર પણ મસ-મોટી રાહતો આપી ગ્રાહકોને આકર્ષણ પ્રયાસો કરતા હોય છે. હાલ તમે વર્તમાનપત્ર હાથમાં લેતાંની સાથે મુખપૃષ્ઠ પર અનેક પ્રકારની આકર્ષક જાહેરાતો જોવા મળે છે. બધાને કારણે ક્યારેક ક્યારેક આપણે ખુદને રોકી શકતા નથી અને એવો સામાન ખરીદી લઈએ છીએ જેની આપણને રૂ નથી હોતી કે પછી જે આપણી પાસે પહેલેથી છે . આપણને વાતનું ભાન ત્યારે થાય છે જ્યારે તહેવારો પૂરા થાય છે. તો આવો, જાણીએ તહેવારોની મૌસમમાં બિનજરૂરી ખરીદીને ટાળવાની કેટલીક રીતો...

ક્રેડિટ કાર્ડના ઉપયોગથી બચો...

ઉપભોક્તાવાદને પ્રોત્સાહન આપવામાં ક્રેડિટ કાર્ડની સંસ્કૃતિ ખૂબ મોટો ભાગ ભજવે છે. માટે શક્ય હોય તો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાનું ટાળો. સુજાતા ઉત્પલ નામના ફાઈનાન્સ મેનેજર જણાવે છે કે જ્યારે પણ તમારે કોઈ ખરીદી કરવી હોય તો રોકડ રૂપિયા કે પછી ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનો આગ્રહ રાખો, કારણ કે જ્યારે તમે તમારી બચતમાંથી નાણાં વાપરો છો. તો તેનો સીધો પ્રભાવ તમારા મસ્તક પર પડે છે. જ્યારે કે ક્રેડિટ કાર્ડમાં તમારી બાકી બચેલી લિમિટની જાણકારી આપવામાં આવે છે. પરિણામે આપણું ધ્યાન આપણે વાપરેલા ‚પિયાને બદલે આપણી પાસે કેટલા ‚પિયા બચ્યા છે. તેના પર જાય છે. ક્રેડિટ ઈકોનોમીની બાબત રૂરિયાત કરતાં વધુ ખર્ચા કરવાની અને ઉપભોક્તાવાદી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.

બોનસનો કરો યોગ્ય ઉપયોગ

તહેવારોની સીઝનમાં નોકરી કરતા લોકોને બોનસ મળતાં હોય છે. બોનસમાં મળેલ રકમનો ઉપયોગ ખોટી ખરીદી કે નકામો ખર્ચ કરવાને બદલે યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માટે કે તમારાં કર્જ ચૂકવવા માટે કરો. તહેવારની મૌસમમાં તમારું કોઈ કર્જ પૂરું થાય છે, તો તેનાથી મોટી ભેટ તમારા માટે કોઈ હોઈ શકે નહીં.

મેમ્બરશીપના ફંડાથી દૂર રહો

મોટા મોટા રિટેલ સ્ટોર્સ હાલ લોયલ્ટી કાર્ડ, રિવાર્ડ કાર્ડ કે પછી મેમ્બરશીપના નામે ગ્રાહકોને વિશેષ રાહતના નામે લલચાવે છે. પોતાના ગ્રાહકને એવું ઠસાવે છે કે, તે તેમના માટે ખાસ છે અને આવાં કાર્ડ્સ તેની પાસે હોવાં ગર્વ અને સ્ટેટ્સની બાબત છે. જાળમાં આવી ગ્રાહક લલચામણી ઓફરો અને આકર્ષક છૂટની લાલચમાં આવી વર્ષ દરમિયાન બિનજ‚રી સામાન પણ ખરીદતો રહે છે, પરંતુ હકીકતમાં તેને અનેક હજારની ખરીદી પર જે છૂટ મળે છે તે સાવ નજીવી હોય છે.

શોપિંગ બાસ્કેટ અને યાકાર્ટથી દૂર રહો

વાચકને કદાચ થાય કે શોપિંગ બાસ્કેટ કે યાકાર્ટ તો ગ્રાહકોની સુવિધા માટે રાખવામાં આવ્યાં છે. તેનાથી વધારાનો ખર્ચ શું થવાનો ? પરંતુ આપણો ભ્રમ હોય છે. મોટા-મોટા મોલ્સ બાસ્કેટ અને યાકાર્ટ જેવી સુવિધા ગ્રાહકો માટે નહીં પરંતુ ગ્રાહકો વધુ ને વધુ ખરીદી કરે તેના માટે રાખતા હોય છે. અનેક સર્વેમાં વાત બહાર આવી છે કે, પ્રકારની સુવિધા ગ્રાહકોને વધુ ને વધુ ખરીદી કરવા ઉકસાવે છે. માટે જો તમારે વધુ સામાન ખરીદવો નથી તો તેને હાથમાં ઉઠાવવાનો આગ્રહ રાખતો. ખાલી કાર્ટ અને બાસ્કેટ ભરવાની લાલચ હંમેશા આપણને જે ‚રી નથી તે ચીજવસ્તુઓ ખરીદવા મજબૂર કરે છે.

જે લેવું નથી તેનો ટ્રાય શું કામ ?

રીતો કપડાના વેપારીઓ ખૂબ અપનાવતા હોય છે અને ગ્રાહકોને જેની રૂનથી તે પણ પધરાવી દેતા હોય છે. શોપિંગ મોલ્સ કે દુકાનમાં જાઓ ત્યારે સર...તમારે લેવું નથી તો કાંઈ વાંધો નહીં. એકવાર જોઈ તો લો... એકવાર ટ્રાય કરવાથી શું થવાનું છે ? જેવાં વાક્યો તમારા કાને વારંવાર અથડાયા કરે છે. આવી વાતોમાં ભરમાઈ જઈ ટ્રાયલ ખાતર કપડાં જોનારા લોકો અન્યની સરખામણીમાં ડબલ કપડાં ખરીદી લેતા હોય છે.

એક પર એકમફતથી દૂર રહેજો

મર્યાદિત સમય માટે વિશેષ છૂટ... એક ખરીદો સાથે એક મફત મેળવો. એક ખરીદો, બીજા પર ૫૦ ટકાની છૂટ મેળવો. પ્રકારની વ્યવસાયિક તરકીબો ગ્રાહકો માટે જાળ સમાન સાબિત થાય છે. પરિણામે એક પર એક મફત કે અમુક રકમ રાહત માટે ગ્રાહક વસ્તુ પણ ખરીદી લે છે. જેની તેને ખરેખર રૂ નથી હોતી. જે ઉપભોક્તાવાદને વકરાવે છે.

રૂરિયાત માટે ખરીદી કરો, ટાઇમ પાસ માટે નહીં

ક્યારેક ક્યારેક આપણે માત્ર ફરવા ખાતર કે સમય પસાર કરવા માટે શોપિંગ મોલ્સ વગેરેમાં ચાલ્યાં જઈએ છીએ. આપણી કુટેવ આપણાં ખિસ્સાં ખાલી કરવાની સાથે સાથે ઉપભોક્તાવાદને પણ પ્રોત્સાહન આપે છે. મોલ્સમાં ચીજવસ્તુઓની સજાવટ અને ગોઠવણ એવી હોય છે કે, તમે ચીજવસ્તુઓ તરફ આકર્ષાઈને તેને ખરીદવા મજબૂર બની જાઓ. આવું ઓનલાઈન શોપિંગનું છે. સમય પસાર કરવા ખાતર ક્યારેય આવી સાઈટ્સ ભલે સર્ચ કરો, પરંતુ સાઈટ્સ ખૂલતાંની સાથે આપણી સમક્ષ પ્રોડક્ટસનો ઢગ ખડકાઈ જાય છે. જે તમને ના જોઈતી વસ્તુ પણ ખરીદવા મજબૂર કરે છે.

 
સંજય ગોસાઈ