સમાચાર : અમદાવાદીએ ગાયો સાથે રહેવા પરિવાર છોડી દીધો

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૭


અમદાવાદના વિજય પરસાણા છેલ્લાં કેટલાય વર્ષોથી પોતાના ગો-પ્રેમને કારણે પરિવારને છોડી દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા છે. અહીંયાં તેઓ વિશાળ ફાર્મ બનાવી આખો દિવસ ગાયો વચ્ચે પસાર કરે છે. તેઓએ પરિવારને છોડ્યા બાદ ૨૨ દિવસ સુધી માત્ર ગોમૂત્ર પીને દિવસો પસાર કર્યા હતા. તેઓ પોતાની તબિયત સારી રહે તે માટે નાસ્તામાં ગાયનું છાણ ખાય છે. તેઓ ગાયો સાથે સ્નાન કરે છે, ભોજન લે છે અને ટીવી પણ ગાયો સાથે જુએ છે અને રાત્રે ગાયોની વચ્ચે સૂઈ જાય છે.

વર્ષના બાળકની બહાદુરી, વર્ષના બાળકને દીપડાથી બચાવ્યો

જૂના જમાનામાં પાઠ્યપુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીની ચારણક્ધયા કાવ્યરચના બાળકોને ભણાવવામાં આવતી હતી અને બાળકો કેવા હિંમતવાન ગજાના હોય છે તેની પ્રતીતિ થતી હતી. ત્યારે મેઘાણીની કવિતાને ફરિયાદ કરાવતા એક બાળકની સાહસિક હિંમતનો કિસ્સો કોડીનાર પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે.

કોડીનાર તાલુકાના અરીઠિયા ગામની પ્રાથમિક શાળામાં નિલેશ અભેસિંહ ભાલિયા (..) ધો. ૩માં અને જયરાજ અજીતભાઈ ગોહિલ (.. ) ધો. ૨માં અભ્યાસ કરે છે. ગત ૨૩ સપ્ટે.ના સાંજના ૬થી ૭ની વચ્ચે બંને બાળકો ઘરના ફળિયામાં રમી રહ્યા હતા. ત્યારે અચનાક એક દીપડો આવી ચઢ્યો હતો. અને નિલેશને મોઢામાં જકડી લીધો હતો. દૃશ્ય જયરાજે જોયું અને કોઈપણ ડર વગર સૂઝબૂઝ દાખવી તુરંત નજીકમાં પડેલો એક પથ્થર ઉપાડી દીપડાના મ્હો પર ફેંક્યો હતો. જોકે પથ્થર વાગવા છતાં દીપડાએ નિલેશને છોડ્યો હતો. આથી જે રમકડાની ગાડીથી રમતા હતા તે ગાડી ઉપાડી દીપડા પર ફેંકતાં તેનાથી વિચિત્ર અવાજ ઊઠતાં દીપડો નિલેશને મ્હોંના સકંજામાંથી મુક્ત કરી નાસી ગયો હતો. આમ જયરાજે પોતાના બાલસખાને દીપડાના મ્હોમાંથી બચાવી અનોખી દોસ્તી નિભાવી હતી.

 ઇસ્લામ ધર્મ અપનાવનાર આયશા ફરી હિન્દુ બની

કેરલના બહુચર્ચિત લવ જેહાદ કેસની પીડિતા આથિરાએ પુન: હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. કેરલના કાસારાગોડામાં રહેતી ૨૩ વર્ષની આથિયાએ ગત જુલાઈ માસમાં ઘર છોડી ઇસ્લામ ધર્મ અપનાવી આયશા બની હતી, બાદમાં કેરલ હાઈકોર્ટે નિકાહને લવ જેહાદ ગણાવી રદ કર્યો હતો. હવે આયશા ફરી અથિરા બની છે. તેણે જણાવ્યું છે કે, પીએફઆઈના લોકોએ હિન્દુઓ પથ્થરને પૂજનારા ગણાવી મારું બ્રેઇન વોશ કર્યું હતું અને મુસ્લિમ વિદ્વાનોનાં ભાષણો સંભળાવ્યાં હતાં અને ઇસ્લામિક પુસ્તકો વંચાવી ઇસ્લામ અપનાવવા પ્રેરિત કરી હતી, પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, માટે હું મારા મૂળ ધર્મમાં પરત ફરી છું.

 

અમદાવાદ ખાતે વાલ્મીકિ સમાજનો સન્માન સમારોહ

તા. ૨૪ સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદનાં ખોખરા સ્થિત શ્યામપ્રસાદ વસાવડા હોલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે અખિલ ગુજરાત ‚ખી-વાલ્મીકિ વિકાસ સંઘ દ્વારા વાલ્મીકિ સમાજની પ્રતિભાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ‘‚ખી-વાલ્મીકિ રત્ન સમાન તેજસ્વી તારલા સન્માનશ્રેષ્ઠ શિક્ષક સન્માન સહિત સમાજ શ્રેષ્ઠીઓનું બહુમાન થયું હતુ.

વાલ્મીકિ સમાજના અનોખા સન્માન સમારોહમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી આત્મારામભાઈ પરમાર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના વાઇસ ચાન્સલેર શ્રી ડૉ. પંકજભાઈ જાની, સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ખમાર, જગદીશભાઈ પંચાલ, ભારતમાતા મંદિર સાણંદના શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, સંસ્થા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર, ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પરમાર સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

શ્રી અજયભાઈ પટેલને સહકારિતા શિરોમણિ એવોર્ડથી સન્માન

ભારતની મોટામાં મોટી સહકારી સંસ્થા કૃભકો તરફથી ૧૫ વર્ષથી ધી અમદાવાદ ડિસ્ટ્રીક કો. ઓપ. બેન્ક. લિ. તથાવર્ષથી ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.ના ચેરમેન શ્રી અજયભાઈ એચ. પટેલનેસહકારિતા શિરોમણીએવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી અજયભાઈને સન્માન સહકારી ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ આપવામાં આવ્યું છે.

સાધના સાપ્તાહિક શ્રી અજયભાઈને ગુજરાતનાં કો.ઓપરેટીવ સેક્ટરમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવે છે.

યક્ષ પ્રશ્ર્નો કે ઉત્તરતથાજમ્મુ-કાશ્મીર સે સાક્ષાત્કારપુસ્તકોનું લોકાર્પણ

નવી દિલ્હીનાં વિષ્ણુ દિગમ્બર માર્ગ ખાતે સ્થિત હિન્દુ ભવન સભાગારમાં જાણીતા સમાજ ધર્મી ઇન્દ્રેશ કુમારજીની સદ્ય:પ્રકાશિત પુસ્તકોયક્ષ પ્રશ્ર્નો કે ઉત્તરતથાજમ્મુ કાશ્મીર સે સાક્ષાત્કારનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જાણીતા અર્થશાસ્ત્રી તેમજ રાજ્યસભા સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીજીની અધ્યક્ષતામાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત, રાષ્ટ્રસેવિકા સમિતિનાં પૂર્વ સંચાલિકા પ્રમિલાતાઈ વિશિષ્ટ અતિથિ તરીકે હિમાચલ પ્રદેશ કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલયના કુલપતી ડૉ. કુલદીપચંદ અગ્નિહોત્રીજી, ઇન્દુમતીબેન કાટદરે સહિત મોટી સંખ્યામાં બુદ્ધિજીવી, ચિંતક, વિચારકો, સાહિત્યકાર અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કેયક્ષ પ્રશ્ર્નો કે ઉત્તરપુસ્તકમાં પાછલા આઠસો વર્ષથી ઇતિહાસમાં પેદા થયેલા પ્રશ્ર્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ થયો છે. જ્યારેજમ્મુ-કાશ્મીર સે સાક્ષાત્કારપુસ્તકમાં ઇન્દ્રેશકુમારજી દ્વારા કાશ્મીર સમસ્યાને લઈ અનેક સાર્વજનિક કાર્યક્રમો અને વિચાર ગોષ્ઠિઓમાં જે વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે તેનું સંકલન છે.

 

રામજન્મભૂમિ આંદોલન હિન્દુસ્તાનના સ્વાભિમાનનો સંઘર્ષ છે : ચંપતરાયજી

"અયોધ્યા વિવાદ મંદિર કે મસ્જિદને સામાન્ય વિવાદ નથી. ભગવાન શ્રીરામની જન્મભૂમિ પરત મેળવવાનો સંઘર્ષ છે. તે હિન્દુસ્તાનના સ્વાભિમાનનો સંઘર્ષ છે. શબ્દો છે. વિશ્ર્વહિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયજીનાં તેઓ શ્રી તાજેતરમાં પંજાબના તરનતારન ખાતેશ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણથી રાષ્ટ્રનિર્માણ સંકલ્પસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, માનવીય સંબંધોની આદર્શ સ્થિતિનું અધ્યયન કરવું હોય તો ભગવાન શ્રી રામચંદ્રજીનો આદર્શ પ્રકાશસ્તંભની માફક છે.

શ્રીરામ રાજા દશરથના પુત્ર કે અયોધ્યાના રાજા માત્ર નથી બલ્કે ભારતીય જનમાનસનાં પ્રેરણાસ્ત્રોત આદર્શ તેમજ રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતિક છે. સમારોહમાં મહામંડલેશ્ર્વર ૧૦૦૮ સ્વામી કમલ પુરીજી, મહામંડલેશ્ર્વર ૧૦૦૮ માતા સુનીતા દેવીજી, મહામંડલેશ્ર્વર ૧૦૦૮ સ્વામી સ્વરૂપાનંદજી, મહામંડલેશ્ર્વર ૧૦૦૮ સ્વામીરામધનીજી સહિતના સંતો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધી ઈસાઈ છે, ૧૦ જનપથની અંદર ચર્ચ બનાવી રાખ્યું છે : સ્વામી

જાણીતા અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પોતાનો ધર્મ છૂપાવવાને લઈને જોરદાર હુમલો કર્યો છે. તાજેતરમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન મંદિર-મંદિર ફરવાને લઈને કટાક્ષ કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલાં જાહેર કરે કે તે હિન્દુ છે. મને શક છે કે તે ઈસાઈ છે અને તેમણે ૧૦, જનપથ (સોનિયા ગાંધીનું નિવાસસ્થાન)ની અંદર ચર્ચ બનાવી રાખ્યું છે. તેઓએ વાત એએનઆઈને કહી હતી.