ગુજરાત – હિમાચલમાં બની શકે છે ભાજપની સરકાર : ઇન્ડિયા ટુડે સર્વે

    ૨૫-ઓક્ટોબર-૨૦૧૭



ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એકિસસ માય ઇન્ડિયાએ મળીને કરેલો ઓપનિયન પોલ જાહેર થયો છે. રપ સપ્ટેમ્બરથી ૧પ ઓકટોબર વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં બીજેપીને વિધાનસભાની કુલ ૧૮ર સીટો પૈકી ૧૧પ થી ૧રપ બેઠકો સાથે બહુમત મળશે એવા દાવો કરવામાં આવ્યો છે, તો કોંગ્રેસને પ૭ થી ૬પ સીટો મળશે. પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનવાળા પક્ષને એક પણ સીટ નહીં મળે. તો અન્યોને થી સીટ મળશે. ઓપિનિયન પોલમાં કુલ ૧૮,ર૪૩ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્વે પ્રમાણે હિમાચલમાં બીજેપીને 43થી 47 સીટ મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 21થી 25 સીટ મળવાની શક્યતા છે. હાલ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે.


કોને કેટલી સીટો

કોંગ્રેસ+અલ્પેશ+જિજ્ઞેશ - 57-65

ભાજપ- 115-125

હાર્દિક સમર્થિત પાર્ટી- 00

અન્ય- 03

 

હિમાચલ પણ ભાજપ આવે છે…

- હાલ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. પણ સર્વે પ્રમાણે હિમાચલમાં બીજેપીને 43થી 47 સીટ મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 21થી 25 સીટ મળવાની શક્યતા છે.

- સર્વેમાં 6,936 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમાંથી 55 ટકા લોકોનું કહેવું છે કે, તે લોકો જીએસટી લાગુ થવાથી સંતુષ્ટ છે જ્યારે 32 ટકા લોકો જીએસટીથી નારાજ છે. 59 ટકા લોકો નોટબંઘીને ફાયદો ગણાવે છે જ્યારે 27 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોઈ લાભ થવાનો નથી. રાજ્યના 82 ટકા લોકોએ વિકાસને મુખ્ય ચૂંટણીનો મુદ્દો ગણાવ્યો છે.