ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર૯ અને ૧૪ ડિસેમ્બરે મતદાન, ૧૮મીએ પરિણામ

    ૨૫-ઓક્ટોબર-૨૦૧૭

 
 
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સવારે સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવામાં આવશે. પહેલા તબક્કામાં 9 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન થશે.
બે તબક્કામાં યોજાશે મતદાન
9 અને 14 ડિસેમ્બરે મતદાન
89 સીટ પર પહેલા તબક્કામાં
93 સીટ પર બીજાના તબક્કામાં
પહેલો તબક્કો : 19 જિલ્લા, 89 સીટ
બીજો તબક્કો : 14 જિલ્લા, 93 સીટ
ચૂંટણી પર એક નજર...
 
- 22 જાન્યુઆરીએ વિધાનસભાની અવધિ પુર્ણ થશે.
- ગુજરાતમાં કુલ 4.33 કરોડ મતદારો
- 99% ફોટૉ ઓળખપત્ર છે.
- ગુજરાતમાં કુલ 50,128 પોલિંગ સ્ટેશન
- ગુજરાતમાં પહેલી વાર VVPAT નો ઉપયોગ. તમામને વોટર સ્લીપ અપાશે
- દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઇલ કરવી પડશે. તમામ કોલમ ભરવી પડશે. જો નહિ ભરે તો ઉમેદવારી કેન્સલ કરવામાં આવશે.
- આજથી આદર્શ આચારસંહિતાનો અમલ. નહિ ઉપયોગમાં લઈ શકાય સરકારે વાહનો.
- મહિલાઓ માટે અગલ વ્યવસ્થા. 102 બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે
- મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ લેવાશે
- મતદાર કોને વોટ આપ્યો એ જોઇ શકશે
- સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ મુકાશે
- ઉમેદવાર 28 લાખથી વધુ ખર્ચ નહિ કરી શકે. તેની દરેક ખર્ચ પર રખાશે નજર.
- ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતા રહેશે
- 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયા
- ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશે, પેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે
- મતદારોની મદદ માટે એક અલગ મોબાઈલ એપ શરૂ કરાશે.