પંજાબ સરકાર ૬૫ હજારથી વધુ ભૂતોને પેન્શન આપી રહી છે

    ૧૧-નવેમ્બર-૨૦૧૭


 

ભૂત-પ્રેત હકીકત છે કે કલ્પના અલગ-અલગ વિચાર હોઈ શકે છે, પરંતુ ભૂતોની આખી ગેંગ પંજાબમાં રહે છે અને પંજાબ સરકાર તેઓને કાયદેસર પેન્શન પણ આપે છે. જો કે પેન્શન આત્મા લેવા આવે છે કે પછી ક્યાંક બીજે ચવાઈ જાય છે તપાસનો વિષય છે. પંજાબના ૧૯.૮૦ લાખ લોકો દર મહિને પેન્શનનો લાભ ઉઠાવે છે. તેમાં ૬૫,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છતાં તેમના નામે પેન્શન લેવાય છે. ગોટાળાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પંજાબ સરકારે તમામ પેન્શનધારીઓનું રિવેરિફિકેશન શરૂ કર્યું. તેમાં બહાર આવ્યું છે કે ,૪૫,૯૩૫ લોકો નકલી પેન્શન મેળવે છે. તેમાંથી ૪૫,૧૨૮ લોકોનું સરનામું ખોટું છે. જે ૪૨,૪૩૭ યુવા પણ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ ઉઠાવે છે અને ૧૦,૧૯૯ લોકો ખરેખર અમીર છે, છતાં પણ પેન્શન લે છે અને બધો ખેલ માત્ર સરકાર દ્વારા અપાતી પેન્શનની માત્ર ૫૦૦ રૂપરડી માટે ચાલી રહ્યો છે.