વોટ ફોર ‘હેલિપેડ’

    ૧૧-નવેમ્બર-૨૦૧૭

 

હિમાચલ પ્રદેશના લાહોલ સ્થિતના કોકસર, ડિયુક અને રમથાંગ ગામના ગ્રામીણોએ માંગણી કરી છે કે અમારા ગામમાં હેલિપેડ આપો અને વોટ લઈ જાઓ. માત્ર ૪૫૦ જેટલા લોકો અને એમાં પણ મતદાતા માત્ર ૩૦૦ છે. જો કે તેમની માંગણી કાઈ શોખ ખાતર નથી. વાત એમ છે કે શિયાળામાં અહીં બરફવર્ષા દરમિયાન ગામડા શેષ હિમાચલથી સંપૂર્ણ રીતે કપાઈ જાય છે અને ખોરાક-પાણી પણ દુર્લભ બની જાય છે ત્યારે લોકોનું માનવું છે કે ગામમાં જો એક ચોપરની વ્યવસ્થા થાય તો તેમની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સ્થાનિકો કહે છે કે દિવસોમાં કોઈ બીમાર પડી જાય તો તેનું બચવું મુશ્કેલ છે, કારણ કે તેમને સારવાર અર્થે બહાર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. માટે વખતે અમારા મત પક્ષને મળશે જે અહીં હેલિપેડ બંધાવી આપવાનો વાયદો કરે.