ભારતના આ યુવાને બનાવ્યો પોતાનો દેશ, પોતે રાજા અને પિતાને બનાવ્યા રાષ્ટ્રપતિ

    ૧૫-નવેમ્બર-૨૦૧૭

 
 
બીર તાવિલ નામના ભારતના એક યુવાને નોર્થ આફ્રિકામાં જમીનના 800 સ્ક્વેર મીલના એક ટુકડાને પોતાનો દેશ જાહેર કર્યો છે. ઈન્દોર નિવાસી સુયશ દીક્ષિત નામની આ વ્યક્તિએ આ દેશનું નામ ‘કિંગડમ ઓફ દીક્ષિત’ રાખ્યું છે અને યુનાઈટેડ નેશન્સમાં પોતાની દાવેદારી પણ નોંધાવી છે. સુયશે પોતાને આ દેશનો રાજા જાહેર કર્યો છે અને તેના પિતાને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને આર્મી હેડ બાનાવ્યા છે. એટલું જ નહિ તેણે https://kingdomofdixit.gov.best નામની એક વેબસાઈટ પણ બનાવી છે. સુયશનું કહેવું છે કે મારા આ દેશમાં હજી અનેક પદ ખાલી છે જે ભરવાના છે. જેના માટે કોઈ પણ એપ્લાય કરી શકે છે. જેના પર તે વિચાર કરી જે તેને પદ આપશે…ઉલ્લેખનીય છે કે થોડા કલાકો પહેલા જ સુયશે આ બધી જાણકારી ફેસબુક પોસ્ટના માધ્યમથી આપી છે.
 

 
 
આવું શક્ય છે?
 
તમે વિચારતા હોવ કે કોઈ વ્યક્તિ કઈ રીતે જમીનના એક ટુકડાને પોતાનો દેશ જાહેર કરી શકે છે? વાસ્તવમાંઆ જમીનનો ટુકડો ઘણો ખાસ છે. બીર તાવિલ નામનો આ વિસ્તાર ઈજિપ્ત અને સુદાન વચ્ચે આવેલો છે. આ વિસ્તાર પર કોઈ પણ દેશનો દાવો નથી. 1899માં બ્રિટિશો દ્વારા સરહદો નક્કી કર્યા પછી આ દુનિયાનો એવો ભાગ બની ગયો, જેની માલિકી કોઈ પણ દેશ પાસે નથી.
 

 
 
 
ટ્રાવેલિંગનો શોખીન સુયશ અહીં સુધી પહોંચ્યો અને ફેસબુક પોસ્ટના માધ્યમથી આ બધી જાણકારી લોકો સાથે શેર કરી. સુયશ જણાવે છે કે અહીં સુધી પહોંચવા માટે તેણે 319 કિલોમીટર લાંબી મુસાફરી કરી. જ્યારે હું ઇજિપ્તમાંથી પસાર થયો તો ત્યાં “દેખો એટલે ઠાર ” મારવાનો આદેશ છે. છતાં હુ ત્યાંથી પસાર થયો. અહીં સુધી પહોંચતા મારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અહિં પહોચવા યોગ્ય રસ્તાઓ પણ નથી. આ વિસ્તાર રેગિસ્તાન છે. અહિં ૯૦૦ સ્ક્વેર ફૂટમાં પથરાયેલો વિસ્તાર છે જેના પર કોઈ પણ દેશે પોતાની દાવેદાઅરી કરી નથી. અહિં આરામથી રહી શકાય છે. મે અહિં ઝાડ ઉગાડવાની શરૂઆત કરી છે. પોતાની ફેસબુક પોસ્ટમાં તેણે રસ્તામાં પડેલી મુશ્કેલીઓ અને અન્ય રસપ્રદ વાતો શેર કરી છે. અહીં પહોંચ્યા પછી સુયશે બીજ રોપીને પાણી નાંખ્યુ. સુયશે ગરોળીને પોતાના દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી છે. આ પોસ્ટ પછી સુયશ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. તેણે વધુ એક ફેસબુક પોસ્ટ કરીને લોકોને આટલા સારા પ્રતિભાવ બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે.
 

 
 
 
અત્ર ઉલ્લેખનીય છે કે સુયશ પહેલા ૨૦૧૪માં જેરમી હીટન નામના માણસે આ જગ્યાને લઈને આવો જ દાવો કર્યો હતો. પણ સુયશ એક કદમ આગળ વધી આ માટે યુએન પાસેથી માન્યતા મેળવવાનો પ્રયાશ કર્યો છે.