ધનતેરસ

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


 

વિક્રમ સંવત કાળગણના પ્રમાણે આસો વદ (કૃષ્ણપક્ષ)ની તેરસે ઊજવાતું પર્વ ધનતેરસ છે. ધનતેરસને ધેનુતેરશ અથવા ધણતેરશ પણ કહે છે. ગાય, ભેંસ, બળદો વગેરે પણ સમાજની લક્ષ્મી ગણાય છે. તેથી ધનતેરશને લક્ષ્મીપૂજનની જેમ ધેનુપૂજન એટલે ગાયોની, ગાયોના ધણની પૂજા કરવામાં આવે છે. જેમ ધન ધાન્ય‚રૂ લક્ષ્મી જનતા‚રૂ ભગવાનની સેવા કરે છે, તેમ ગાયો, ભેંશો, બળદો વગેરે રૂ લક્ષ્મી પણ જનતા‚રૂ ભગવાનની સેવા કરે છે.

ગોધનમાં મનુષ્યસમાજને પોષવાની શક્તિ છે. તેથી ગાયની સેવા અને ગો-ભૂજની ઉત્તમ મનુષ્ય સમાજનું ચિહ્ન છે. ધનતેરસને દિવસે હૃષ્ટપુષ્ટ ગાયોના ધણને જોવાનો ઘણો મહિમા છે. ગોપાલકો તથા પશુપાલકો માટે માલધારી શબ્દનો પ્રયોગ થાય છે. રાજ્યમાં જેની પાસે પ્રકારની ગાયો અથવા પશુઓની સંખ્યા મોટી હોય તે ધનવાન ગણાય છે. ધનતેરસના દિવસે પશુઓનાં શીંગડાં રંગવામાં આવે છે તથા તેમના શરીર પર વિવિધ રંગો કરવામાં આવે છે. રંગબેરંગી ચિહ્નોથી સુશોભિત પશુઓનાં ધણ (ટોળું)ને નિહાળી ખેડૂતો તથા માલધારીઓ પર્વને ઊજવે છે. પશુઓના નિવાસસ્થાન (ગોષ્ઠ, ગમાણ)માં દીવાઓ પ્રગટાવવામાં આવે છે. આમ ધનતેરસના દિવસે પશુઓને પણ દિવાળીની ઉજવાણીમાં સામેલ કરવામાં આવે છે. ગો-પૂજન શા માટે ? ગાયને માતાનો દરજ્જો અપાયો છે. જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. મે‚પર્વત અને વાસુકી નાગના દોરાડા વડે થયેલ સમુદ્રમંથનમાંથી ૧૪ રત્નો નીકળ્યાં હતાં. તેમાં કામધેનુ-ગાયનો ઉલ્લેખ છે. દેવો અને દાનવો અર્થાત્ દૈવી અને આસુરી શક્તિ વચ્ચે રત્નો મેળવવા યુદ્ધો ખેલાયાં છે, જેમાં કામ-ધેનુ ગાય અંગે ઘણી ધર્મકથાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગોપાલક કહેવાયા છે. ધનતેરસના દિવસે રંગબેરંગી ઘેટાં-બકરાં ચરાવતા ભરવાડમાં પણ આપણને કૃષ્ણનાં દર્શન થાય છે. ગોકુળ-મથુરામાં તથા ગૌ-શાળાઓમાં ધનતેરસનો ઉત્સવ ધામ-ધૂમથી ઊજવાય છે. ચોરાયેલ ગોધન પાછું મેળવવા અથવા ગોધનના મહિમાની અનેક ધર્મકથાઓ છે. મહાભારતમાં અંગે ધર્મકથા છે. પાંડવોને બાર વર્ષ વનવાસ તથા એક વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું હતું. ગુપ્તવાસમાં તેઓ વિરાટનગરીમાં રહ્યા હતા. તેઓ છૂપા વેશમાં હતા. ભીમ રસોડામાં રસોઈયા તરીકે, દ્રૌપદી વિરાટરાજાની રાણીઓની સંભાળ રાખવા રાણી કક્ષમાં, અર્જુન સંગીતશાળામાં તથા નકુલ અને સહદેવ ગાયો અને ઘોડાઓની શાળાઓમાં ગોરક્ષક તરીકે હતા. દ્રૌપદી પર નજર બગાડનાર કિચકનો ગુપ્તવાસમાં ભીમ વધ કરે છે તેથી કૌરવને શંકા જાય છે કે કિચકનો નાશ કરનાર ભીમ હોવો જોઈએ. તેથી કૌરવો વિરાટરાજાને યુદ્ધ કરવા પ્રેરે છે. તેઓ વિરાટરાજાનું ગોધન ચોરી જાય છે.

કૌરવો માનતા હતા કે જો વિરાટનગરીમાં પાંડવો છુપાયા હશે તો વિરાટ રાજાના ચોરેલ ગોધનને પાછું મેળવવા છૂપા વેશમાં રહેલ પાંડવો રૂયુદ્ધ કરશે અને આપણે તેમને પકડી પાડશું. વિરાટના સૈન્ય અને કૌરવ સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધની ભયાનકતા જોતાં પાંડવોએ શીમળાના વૃક્ષ ઉપર છુપાવેલ તેમનાં શસ્ત્રો બહાર કાઢ્યાં. ભીમે તેની ગદા કાઢી, નકુલ-સહદેવે તેમના ભાલા કાઢ્યા. અર્જુને પણ તેનું ગાંડીવ ધારણ કર્યંુ. યુદ્ધમાં કૌરવો પાંડવોના શસ્ત્રોને ઓળખી જશે અને તેઓ પકડાઈ જશે. ગુપ્તવાસનો ભંગ થવાથી પુન: બાર વર્ષનો વનવાસ ખેડવો પડશે. અર્જુનને વાતની શંકા થઈ, તુરંત તેણે કૌરવ સેના પર સંમોહાસ્ત્ર છોડ્યું. કૌરવસેના મૂર્છિત થઈ ગઈ. તકનો લાભ લઈ ગુપ્તવેશમાં રહેલા પાંડવો વિરાટનગરમાં પાછા ફરી તેમનાં શસ્ત્રો પુન: શિમળાના ઝાડ પર સંતાડે છે. ધર્મકથાના કેન્દ્રમાં ગોધનનો મહિમા છે.

ધનતેરસમાં ધન મુખ્ય છે. તેરસો તો આના જેવી બીજી તેવીસ આવે છે, પણ તે બધીનો કોઈ ભાવ પૂછતું નથી. જેમ નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ કહેવાય છે. ધનતેરસ આવ્યા વિના દિવાળી આવતી નથી. તેમ ધન હોય તો દિવાળી થઈ શકતી નથી. ધનતેરસમાં મુખ્ય બે કામ કરવાનાં હોય છે. એક ધનપૂજન અર્થાત્ લક્ષ્મીપૂજન અને બીજું ગોપૂજન. પૂજન એટલે સત્કાર, પૂજ્યભાવ, આદર કરવો. આપણા સમાજમાં રામરાજ્યની જેમ લક્ષ્મી-ધન-ધાન્ય-સમૃદ્ધિની પૂજાનું મહત્ત્વ પ્રગટ કરતો ધનતેરસનો ઉત્સવ જનસમાજની સેવામાં લક્ષ્મીને તિજોરીમાંથી બહાર કઢાવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મી આપણને ધર્મોપદેશ કરે છે. હે મનુષ્યો ! જે સ્થાનમાં સ્વચ્છતા હોય, જે સમાજમાં નારીનું સન્માન થતું હોય, જ્યાં દરિદ્રનારાયણોની સેવા થતી હોય, ધર્મનું પાલન થવું હોય ત્યાં હું સ્થાયી સ્વ‚પે બિરાજું છું. મારી સાથે નારાયણ પણ બિરાજે છે. છળ-કપટ તથા અન્ય લોભવૃત્તિથી મને પ્રાપ્ત કરવા જશો તો હું મારું ચંચળ સ્વરૂધારણ કરું છું. હું ત્યાં રહી શકતી નથી. હે મનુષ્યો ! મને તિજોરીમાં કેદ કરશો નહીં. મને કાળાનાણાં સ્વરૂપે જોશો નહીં. મારો સંગ્રહ રૂકરો પણ રૂજણાય ત્યાં મારો સદ્ઉપયોગ પણ કરશો. સમાજમાં કુપોષણથી પીડાતા લોકો માટે, આકસ્મિક આફતોમાં મારો સેવાભાવ તમારામાં પ્રગટાવશો તો આજની ધનતેરસની ધનપૂજા તમને ફળશે.