દિવાળી

    ૧૮-નવેમ્બર-૨૦૧૭

 

વિક્રમ સંવતની કાળગણના પ્રમાણે દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ. માસનો અંતિમ દિવસ એટલે આસો વદની અમાસનો વર્ષનો છેલ્લો દિવસ હોવાથી વર્ષ દરમિયાન એકઠા કરેલા ધનમાંથી સુંદર આભૂષણો, ભોજનો, મંદિરોમાં દેવદર્શન, તીર્થાટન, ગંગાસ્નાન, અપરાધોની ક્ષમાયાચના, માતા-પિતા તથા વડીલોનું પૂજન, ભાઈ-ભાંડુઓ તથા મિત્રવર્ગમાં સ્નેહમિલન ઉપરાંત અનેક સામાજિક તથા ધાર્મિક પ્રસંગો ઊજવી, સર્વત્ર દીવા પ્રગટાવવાના આનંદ-ઉલ્લાસનું પર્વ એટલે દિવાળી. આતશબાજી તથા ગીત-સંગીતને માણવાનું પર્વ છે. ભગવાન શ્રી રામ રાવણ પર વિજય મેળવી અયોધ્યામાં પધાર્યા ત્યારે સમગ્ર અયોધ્યા દીવાઓથી ઝળહળ્યું હતું. સર્વત્ર આનંદ ઉલ્લાસ હતો અને દીપાવલી પર્વ ઊજવાયું હતું. દીવા કરવાની સાથે દિલમાં પણ દીવો કરવાનું પર્વ છે. આસુરી શક્તિઓનો નાશ કરી દૈવી શક્તિઓની આરાધના કરી દૈવત્વ પ્રગટાવવાનો દિવસ છે. મંદિરોને શણગારવામાં આવે છે. જેના ઘરોમાં ધન નથી તેમને પુણ્યદાન કરી દિવાળીના ઉત્સવમાં ભાગીદાર બનાવવાનો દિવસ છે. સરકારી કચેરીઓ તથા સામાજિક સંસ્થાઓ દિવસો દરમિયાન જાહેર રજાઓ પાળે છે. જેથી કર્મચારીગણ તથા સેવકો ઉત્સાહથી પર્વને મનાવે છે, ધનસંગ્રહ કરનાર, કાળાબજારિયા, ગરીબોનું શોષણ કરનાર તથા કંજૂસો અને ચમડી છૂટે પણ દમડી છૂટે તેવી પિશાચી મનોવૃત્તિવાળાઓને ધર્મકાર્ય કરવાની તક તથા અવસર આપતો શુભ દિવસ એટલે દિવાળી. વ્યાજખાઉ, જુગારી, દારૂડિયા તથા એશઆરામથી શેર-બજારના સટ્ટાખોરોની આંખ ઉઘાડતું પર્વ છે. પાપ-પુણ્યની પરિભાષા સમજાવતું સમાજનું કલ્યાણકારી પર્વ સૌમાં આનંદ અને પ્રેમનો સંચાર કરી વેરભાવના ભુલાવે છે. વર્ષ દરમિયાન સારા-ખોટા પ્રસંગોમાં ભોગવેલ કષ્ટો તથા દુ:ખોને ભૂલવાનો દિવસ છે. દિવાળીનું પર્વ વ્યક્તિ તથા સમાજજીવનને પ્રેમ, સહકાર અને સમરસતાથી હળીમળીને રહેવાનો સંદેશો આપે છે. ધનની દેવી લક્ષ્મીજી દિવાળીના દિવસે ત્રણે લોકમાં સર્વેને આશીર્વાદ આપે છે કે : હે ત્રણે લોકવાસીઓ ! એકબીજાના વેરભાવ ભૂલી જઈ, વર્ષનો અંતિમ દિવસ ધર્મકાર્યથી ઊજવશો. અધર્મનો નાશ કરવાની તથા ધર્મની સ્થાપના માટે હું તમને ધન-ધાન્ય તથા સમૃદ્ધિની ભેટ આપું છું. બધા દેવતાઓની તમારા પર કૃપા થશે. અગ્નિદેવ, વરુણદેવ, વાયુદેવ વગેરે દેવો તમારા પર પ્રસન્ન થશે. ત્રણે લોક ધન-ધાન્યથી સમૃદ્ધ થશે. ત્રણે લોકવાસીઓએ તકેદારી પણ રાખવાની છે. જો પાપાચાર થશે, જીવોની કત્લ થશે તથા સમાજમાં વેરભાવથી યુદ્ધો ખેલાશે તો તમારો નાશ થશે. સુનામી, અતિવૃષ્ટિ તથા ધરતીકંપ જેવી અનેક આફતો આવશે. લક્ષ્મીનારાયણના આશીર્વાદ મેળવવા માટેનું દિવાળી પર્વ નવી દિશા તરફનું પ્રયાણ છે. પર્વ સદ્માર્ગે વળવાનાં દ્વાર ખોલે છે. આપણા ધર્મગ્રંથોમાં દિવાળી પર્વ સંલગ્ન અનેક ધર્મકથાઓ છે. કથાઓનું શ્રવણ તથા ચિંતન-મનન કરવાથી આપણે સૌ કલ્યાણના માર્ગે રૂજઈ શકીશું.

દિવાળીના પર્વમાં ચોપડાપૂજનનું પણ મહત્ત્વ છે. વર્ષનું સરવૈયું કાઢવામાં આવે છે. વેપાર ધંધા કે નોકરીમાં થયેલ નફા-નુકસાનનો ક્યાસ કાઢવાનું પર્વ છે. સામાજિક વ્યવહાર તથા વહિવટમાં અનેક પાસાંઓમાં જ્યાં નફો થયો હોય તે અને જ્યાં નુકસાન થયું હોય તે સર્વેના લેખાં-જોખાં દિવસે જાણવા મળે છે. દિવસે જૂના ચોપડાઓમાં પૂર્ણ ઇદ્મ તથા તથાસ્તુ કરી નવા ચોપડાઓમાં સાથિયો કરી શ્રી ગણેશ કરવામાં આવે છે. વેપાર-ધંધા માટે દિવાળીનું પર્વ ખાસ મહિમા ધરાવે છે. વેપારીઓ તથા મહાજનો સારાં કપડાં પહેરી પોતાની પેઢી કે દુકાનને રોશનીથી શણગારે છે. સેવકોને ભેટ સોગાદ આપે છે. મીઠાઈ ખવડાવે છે. ડ્રાયફ્રૂટ તથા મીઠાઈનાં પેકેટોની ભેટ પણ અપાય છે. અગાઉના જમાનામાં પેઢીઓ હતી. પેઢીમાં મુુનીમજી ચોપડા લખતા હતા. હાલ પણ કેટલાક મધ્યમવર્ગના વેપારીઓ તથા ગૃહસ્થો પણ વર્ષ દરમિયાન થતી આર્થિક લેવડ-દેવડ તથા ખર્ચાપાણીનો હિસાબ ચોપડાઓમાં રાખે છે, પણ આધુનિક ટેલીના જમાનામાં કોમ્પ્યુટર, લેપટોપ તથા અન્ય હિસાબી યાંત્રિક સામગ્રીની પણ પૂજા થાય છે. ઘણા સી.. સમાજના લોકોનો હિસાબ રાખે છે તે પણ ચોપડાપૂજનની જેમ દિવાળી પર્વ ઊજવે છે. પરિવારનાં જન્મેલ નવા આગંતુકો માટે ગ્રામ્ય વિસ્તારોમાંમેરમેરાયુ’ (શેરડીના સાંઠા પર બનાવેલા મશાલ) પ્રગટાવી ઘેરે-ઘેર ઘી પૂરવા ફેરવવામાં આવે છે. નવપરિણીત યુગલો પણ નવાં વસ્ત્રો પહેરી મેરમેરાયું કુટુંબમાં ફેરવે છે. અગાઉના વર્ષોમાં તો દિવાળીનાં કાર્ડ લખી દિવાળીની શુભેચ્છાઓ અપાતી પણ હાલના ઇન્ટરનેટના જમાનામાં ઇંફાાુ ઉશૂફહશના મેસેજથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.