માર્ગ અકસ્માતમાં ૧૦ લાખ મધમાખીઓનાં મોત

    ૧૮-નવેમ્બર-૨૦૧૭



માણસો અને જાનવરોનાં રોડ અકસ્માતમાં મોત થયાના સમાચાર તો સાંભળ્યા હશે, પણ શું ક્યારેય તમે મધમાખીઓનું અકસ્માતમાં મોત થયાનું સાંભળ્યું છે ? તાજેતરમાં અમેરિકામાં કરુણાંતિકા સર્જાઈ છે. અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના મોન્ટાના શહેરમાં ટ્રક ચાલકનાં એગ કારને બચાવવાના પ્રયાસમાં ટ્રક અહીંના એક બંધને ટકરાઈ, પરિણામે ટ્રકમાં ભરીને લઈ જવાતી લગભગ ૧૦ લાખ મધમાખીઓ કચડાઈ ગઈ. અકસ્માતમાં ઘાયલ મધમાખીઓના બચવાની આશા હતી, પરિણામે તેમના પર સાબુનું પાણી છાંટી મારી નાખવામાં આવી. મધમાખીઓની કિંમત લાખ અમેરિકન ડૉલર એટલે આપણા કરોડ રૂપિયાથી પણ વધુ હતી. મધમાખીઓના મોતથી અમેરિકાના મધ ઉત્પાદન વ્યવસાયને ધક્કો લાગશે એમ મનાઈ રહ્યું છે.

બેન્ડવાજા સાથે ઘોડા પર સવાર થઈ આઈફોન ખરીદવા પહોંચ્યો

દેશ-વિદેશમાં ખાસ કરીને યુવાવર્ગમાં આઈફોનની દીવાનગી લોકો પર ભૂતની માફક સવાર થઈ રહી છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ હમણાં મુંબઈમાં જોવા મળ્યું. મુંબઈના થાણેમાં રહેતા પલ્લીવાલ નામના એક ભાઈને આઈફોનનું એવું તો વળગણ હતું કે, આઈફોન ખરીદવા બેન્ડ-વાજા સાથે ઘોડી લઈ પહોંચી ગયો. ૩૨ વર્ષના ભાઈએ વરઘોડો કાઢી હાથમાં બેનર પકડ્યું હતું કે આઈ લવ આઈ ફોન. ઉલ્લેખનીય છે કે, આઈફોન એક્સની કિંમત ૯૦,૦૦૦થી શરૂ થાય છે.