બીજા વિશ્ર્વયુદ્ધનો બોમ્બ સમજીને સ્કવોડ બોલાવી, નીકળ્યું પાંચ કિલોનું રીંગણ

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


જર્મનીના કાર્લશ્રે શહેરમાં પોલીસને એક ઇમર્જન્સી કોલ આવ્યો. ૮૧ વર્ષના દાદાએ હાંફળા-ફાંફળા થઈને ફોન કરેલો કે તેમના વરંડામાં તેમને બીજા વિશ્ર્વયુદ્ધના વખતનો ફૂટ્યો હોય એવો બોમ્બ જોવા મળ્યો છે. તરત પોલીસ હરકતમાં આવીને દાદાના ઘરે પહોંચી ગઈ. લગભગ ૪૦ સેન્ટિમીટર લાંબી અને કાળી ડિબાંગ ચીજ જોઈને પોલીસને પણ પહેલી નજરે તો બોમ્બ લાગ્યો. ખૂબ સાવચેતીપૂર્વક એની નજીક જઈને એા પરના આવરણને સાફ કરતાં ખબર પડી કે તો જાયન્ટ કદનું રીંગણ છે. પાંચ કિલો વજનના કાળા રીંગણે અડધો દિવસ માટે પોલીસ અને આસપાસના વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દીધાં હતા. જર્મનીમાં બીજા વિશ્ર્વયુદ્ધના વખતના બોમ્બ મળવાની ઘટનાઓ અસામાન્ય નથી. હજી ઑગસ્ટ મહિનામાં ૧૪૦૦ ટનનો બોમ્બ એક ક્ધસ્ટ્રક્શન-સાઈટ પર મળ્યો હતો, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.