કોંગ્રેસે ગુજરાતના ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને ઘેર ભેગા કર્યા છે : વડાપ્રધાન

    ૨૭-નવેમ્બર-૨૦૧૭

 
જસદણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મોદી આજે ચૂંટણી સભા સંબોધી હતી. સંબોધનની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે વર્ષોથી ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું છે, તેઓએ મોરારજી દેસાઇને ડુંગળી અને બટેકાની જેમ કાઢી મૂક્યા, હું ચા વેચીશ પરંતુ દેશ વેચવાનું કામ ક્યારેય નહીં કરું. 
 
તેઓએ ક્યું કે કોંગ્રેસે ગુજરાતના ચાર ચાર પાટીદાર નેતાઓ વિરુદ્ધ સતત ષડયંત્રો કરી સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો હતો.
 ગુજરાતમાં ચાર-ચાર પાટીદાર મુખ્યમંત્રીઓ આવ્યા, તેમને પાડી દેવા કોંગ્રેસે હંમેશા ષડયંત્રો રચ્યા, અને તેઓ પાસેથી ખૂરશીઓ છીનવી લીધી. પહેલા મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ હતા ત્યારે કોંગ્રેસે તેમને ટકવા ન દીધા. ચિમનભાઈને ઈન્દિરાજીએ તોફાનો કરાવી કાઢ્યા, ત્યાર પછી ચીમનભાઈ કેશુભાઈના ટેકાથી સીએમ બન્યા. ત્યારબાદ બાબુભાઇ જે પટેલને… જનસંઘના ટેકાથી જનતા મોરચાની સરકાર બની અને બાબુભાઈ જશભાઈ પટેલ સીએમ બન્યા, કોંગ્રેસે કાવતરું ઘડી તે સરકારને 9 મહિનામાં ઘરભેગી કરી દીધી. કેશુભાઇ પટેલ આવ્યા ત્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોંગ્રેસે મૂસીબતમાં સાથે રહેવાને બદલે ષડયંત્ર કરી સત્તા પડાવી, ત્યારબાદ ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન હતા ત્યારે આંદોલનો કરાવી જંપવા ન દીધા.
 
વધુમાં વડાપ્રાધાને જણાવ્યું કે મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને ક્યારેય કોંગ્રેસને સ્વીકારી જ નથી. કોંગ્રેસે પણ ગુજરાતને નુક્સાન કરવામાં કશુંય બાકી નથી રાખ્યું. તેમણે કહ્યું હતં કે, કટોકટીના પહેલા જ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની ગઈ હતી, આ સરકાર બનાવી ગુજરાતે દેશને સંકેત આપી દીધો કે કેન્દ્રની સરકાર હવે નહીં ચાલે. ગુજરાત કોંગ્રેસને નથી સ્વીકારતું માટે ગુજરાતને કોઈ પણ ભોગે બદનામ કરવું તે કોંગ્રેસનો ઈતિહાસ છે.