આર્ક બિશપ થોમસ મેકવાનનો સનસનીખેજ પત્રરાષ્ટ્રવિરોધીઓને ખુલ્લું સમર્થન ?

    ૨૯-નવેમ્બર-૨૦૧૭
 

 
 
ગત અઠવાડિયે ખ્રિસ્તી આર્ક બિશપ થોમસ મેકવાનના ‘રાષ્ટ્રવાદી’ શક્તિઓને હરાવવા માટે લખેલા પત્રથી ગુજરાતની પ્રજા હતપ્રભ બની ગઈ છે. છાશવારે બંધારણ અને સેક્યુલરિઝમની દુહાઈ દેતી દંભી સેક્યુલર ગેંગ ચૂંટણી વખતે કેવું કોમવાદી અને જાતિવાદી રાજકારણ ખેલે છે તેનો શ્રેષ્ઠ નમૂનો તાજેતરમાં લખાયેલ ખ્રિસ્તી આર્કબિશપ થોમસ મેકવાનનો પત્ર છે. આ પત્ર ગુજરાતી રાષ્ટ્રવાદી જનતાનો ખુલ્લેઆમ દ્રોહ છે. આ પત્ર રાષ્ટ્રવિરોધી તત્ત્વોનું ખુલ્લેઆમ પરોક્ષ સમર્થન કરે છે ! આ પત્ર બાદ એક ગૠઘ દ્વારા ચૂંટણી પંચમાં પાદરી સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ચૂંટણી પંચે પાદરીને નોટિસ આપી જવાબ માંગ્યો છે.
 
આતંકને કોઈ ધર્મ નથી હોતો એવી કાગારોળ મચાવતી સેક્યુલર ગેંગ પૂર્વોત્તર ભારતના આતંકવાદ અને ખ્રિસ્તી ચર્ચ વચ્ચેની સાંઠગાંઠ વિશે મૌન રહે છે. ભારતીય સંસ્કૃતિના પૂજ્ય દેવી-દેવતાઓના નગ્ન ચિત્ર દોરનાર મનોવિકૃત હુસેનને ભારતમાં લાવવા ધમપછાડા કરનારી સેક્યુલર ગેંગ, ઇસ્લામની વિકૃતિઓને પુસ્તકોમાં પ્રકાશિત કરનારા સલમાન રશ્દી ભારતમાં ન આવે તે માટે પણ ધમપછાડા કરતી રહે છે. કેરળની એક સમયની ખ્રિસ્તી સાધ્વી જેસ્મે ઉપર પાદરીઓએ કરેલા અત્યાચારો અને કેરળના ખ્રિસ્તી પ્રોફેસરનો હાથ કાપી નાખનારા જેહાદી તત્ત્વો સામે ચૂપ રહેતી સેક્યુલર ગેંગ હવે ગુજરાતના દેશભક્ત મતદારોને પુન: ટાર્ગેટ કરી રહી છે.
 
દિ. ૨૧ નવેમ્બર, ૨૦૧૭ના દિવસે લખાયેલો ગાંધીનગરના બિશપ કોમવાદ અને જાતિવાદને ભડકાવે તેવી ભાષામાં લખાયેલો પત્ર પેલા મૌલવીએ ૨૦૦૨ની ચૂંટણી વખતે કાઢેલા ‘ફતવા’ની સુધારેલી આવૃત્તિ જ છે, એમ રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે.
 
આ પત્રનું લખાણ અનેક શંકા અને પ્રશ્ર્નો ઊભા કરે છે. એવું લાગે છે કે જાણે કોઈ વિદેશીઓ દ્વારા અપાયેલી સૂચનાઓનું અમલીકરણ થતું હોય. આ અગાઉ પણ આર્ક થોમસ મેકવાને ૨૦૧૪માં આવો જ પત્ર લખીને ‘રાષ્ટ્રવાદી’ તત્ત્વોને જાકારો આપવાની વાત કરી હતી.
 
આ પત્રને પરિણામે જ કોંગ્રેસ ૨૬માંથી એક પણ સીટ જીતી નહીં એવું તો કહી ન શકાય, પણ હા, ગુજરાતમાં કોંગ્રેસને મરણતોલ ફટકો મારવામાં આ પત્રનો હાથ હોય પણ ખરો, કેમ કે વર્ષ ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી વખતે પેલા મૌલવીના ફતવાને કારણે ગુજરાતની જનતાએ કોમવાદી પક્ષને એવો મરણતોલ ફટકો માર્યો હતો કે આજે પણ એમાંથી તેને કળ વળી નથી. હવે મેકવાનના આ પત્ર બાદ શું થશે એ સમય જ કહેશે.
 
બિશપનો પત્ર પ્રથમ દૃષ્ટિએ જ કોમવાદી જણાય છે, કારણ કે એ પત્ર એક વિશેષ કોમને ઉદ્દેશીને લખાયેલો છે. આ પત્રમાં એક કોમ-વિશેષને પ્રેયર સર્વિસિસ કરવાનું કહેવામાં આવ્યું છે. હિન્દુ કે મુસ્લિમ સમાજમાં પ્રેયર સર્વિસ હોતી નથી. આમ આ પત્ર બંધારણની ‘સેક્યુલર’ની સંકલ્પનાનું હનન કરે છે.
 
બિશપનો પત્ર ભાગલાવાદી પણ ગણી શકાય. કેમ કે તેમાં ગુજરાતની સમગ્ર જનતા નહીં, માત્ર કેટલાક વર્ગ વિશેષ ઉપરના કથિત અત્યાચારોની જ ગોળગોળ વાતો કરે છે. આ પત્રના લખાણનું એક લક્ષ્ય અમુક વર્ગ-જાતિ વિશેષને ઉશ્કેરવાનું હોય તેવું જણાઈ આવે છે. જ્યારે ગુજરાતની પ્રજા છેલ્લાં ૨૦-૨૨ વર્ષોથી કરફ્યુ વિના શાંતિપૂર્વક વિકસી રહી છે ત્યારે પત્ર ગંદું જાતિવાદી ષડયંત્ર ખેલી રહ્યો છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. શું બિશપ ૧૯૮૫ના કોંગ્રેસ શાસિત રાજ્યનાં કોમી રખમાણો અને જાતિવાદી તોફાનોના દિવસોમાં ગુજરાતને લઈ જવા માંગે છે ? પરંતુ આવા પત્રોથી ગુજરાતની પ્રજા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના પ્રતિકનાં ત્યજીને કોમવાદ, જાતિવાદ જાને ક્યારેય સહન કરશે નહીં આ ગુજરાત છે. ગુજરાત અહીં કોમવાદ કે જાતિવાદ નહીં. વિકાસવાદ એટલે કે રાષ્ટ્રવાદ જ વિજયી થાય છે.
 
આર્ક બીશપ મેકવાનને તેમણે પત્રમાં લખેલા વર્ગ વિશેષની ખરેખર ચિંતા હોય અને તેમના માટે મગરનાં આંસુ ન સારવા હોય તો તેમણે કેરળમાં સામ્યવાદી-મુસ્લિમ ગેંગ દ્વારા આ સમાજના અનેક લોકોની થયેલી હત્યા માટે બે શબ્દો બોલે, કાશ્મીરના લાખો ‘નિરાશ્રિતો’ માટે બે શબ્દો બોલે, પૂર્વોત્તરમાં આતંક અને ચર્ચ વચ્ચેના સંબંધો વિશે બોલે, ‘આમેન’ પુસ્તક (આત્મકથા)નાં લેખિકા સિસ્ટર જેસ્મેએ ખ્રિસ્તી ચર્ચ અને પાદરી દ્વારા કરાયેલા અત્યાચારો વિશે બે શબ્દો કહે, પત્રમાં વર્ણિત જાતિ વિશેષ સિવાયના લોકો ઉપર અન્ય લોકો દ્વારા થયેલા અત્યાચારો વિશે કહે, કેમ કે તે લોકો પણ ભારતના નાગરિકો છે. વિદેશી પૈસે ચાલતા NGO દ્વારા થયેલાં આર્થિક ષડયંત્રો વિશે પણ બે શબ્દો લખે, આવાં ષડયંત્રોને કારણે જ અનેક NGOને વિદેશી ધન મળતું બંધ થયું છે. તેમાં તો સેક્યુલર ગેંગ અકળાઈ છે.
 
મુલ્લા મૌલવીઓના ફતવા અને આર્ક બિશપના આ અગાઉના પત્રને મતદાન જવાબ આપનારી ગુજરાતી પ્રજા, આ વિધાનસભાની ચૂંટણીમાં પણ બિશપના પત્રનો પણ એટલી જ ઉગ્રતાથી પ્રત્યુત્તર આપીને ગુજરાતમાં સમૃદ્ધિ શાંતિ અને વિકાસને ગૌરવ અપાવે.
ધર્મ અને રાજકારણને જુદાં રાખવાની બૂમો પાડતી સેક્યુલર ગેંગ મૌલવીના ફતવા અને આર્ક બિશપનાં ‘પત્ર’ વિશે કેમ મૌન રહે છે તે પણ ગુજરાતની પ્રજા સામે મોટો પ્રશ્ર્ન છે, પરંતુ આ પ્રશ્ર્નનો ઉત્તર ગુજરાતની પ્રજા મતદાન કરીને આપે છે, એ પણ ઇતિહાસ છે.
ભારતના બંધારણને વફાદાર રહે તેવા લોકો ગુજરાત વિધાનસભામાં ચૂંટાવા જોઈએ. આ વિધાન તો સમગ્ર ગુજરાતની જનતાનું ઘોર અપમાન છે, કેમ કે તેનો અર્થ એવો થાય છે કે ગુજરાતમાં એવા લોકો પણ રહે છે કે જે બંધારણને વફાદાર નથી ?
આ પત્ર લખવાનું શરમજનક કૃત્ય કરનારા ખ્રિસ્તી હોવાને કારણે શક્ય છે કે સેક્યુલર ગેંગને આમાં કશું જ અજુગતું નહીં લાગે. હા, કોઈ હિન્દુ દ્વારા આવું કોઈ વિધાન કરાયું હોત તો આ ગેંગ દ્વારા ઠેર ઠેર ધરણાં યોજાયાં હોત !