સોમનાથ દર્શન વખતે એક ભૂલ થઇ અને રાહુલ ગાંધીએ સાબિત કરી દીધુ કે તે હીન્દુ નથી

    ૨૯-નવેમ્બર-૨૦૧૭

 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. દોઢ મહિનામાં રાહુલે 21 વખત વિવિધ મંદિરોમાં દર્શન કર્યા છે. જોકે આ વખતે રાહુલ ગાંધી વિવાદમાં ફસાઇ ગયા છે. રાહુલ ગાંધીની આ મુલાકાત વખતે તેમની બિન હિન્દુ તરીકેની નોંધણી વધારે ચર્ચામાં રહી છે.
 
મુખ્ય વાત એ છે કે સોમનાથમાં દર્શન કરવા જાવ તો એક નિયમ છે. જો તમે બિન હિન્દુ છો તો જ તમારે એક અલગ ચોપડામાં નોંધણી કરવાની હોય છે. આથી આ વખતે સોમનાથ મંદિરમાં દર્શન પહેલાં રાહુલ ગાંધીએ અહમદ પટેલની સાથે બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધણી કરાવી હતી. આના પર કોંગ્રેસનું કહેવું છે કે આ નોંધણી રાહુક ગાંધીએ નહિ પણ તેના મિડીયા કોઑરડીનેટર મનોજ ત્યાગીએ કરી છે. પણ મહત્વની વાત એ છે કે અશોક ગેહલોત પણ તેમની સાથે હતા તેમણે આવી નોંધ કરી ન હતી.
 
હવે આ વાત ચર્ચાનો વિષય રહ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા ઉપર પણ રાહુલ ગાંધીની બિન હિન્દુ તરીકેની નોંધણીની તસવીર વાયરલ થઈ હતી. હાલ ગુજરાતની ચૂંટણીમાં રાહુલ હિન્દુઓને લુભાવવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે બિન-હિન્દુ તરીકે નોંધણી કરાવી રાહુલે પોતાની પાર્ટી વિરૂધ ગોલ કરી દીધો છે…ભૂલથી તો ભૂલથી...
 
 જોકે સાંજે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક પત્રકાર પરીષદમાં જણાવ્યું હતુ કે આ ફેક છે. રાહુલ ગાંધી એ માત્ર મંદિર વિસે બે લાઈન લખી હતી. આ દૂઃખદ ઘટના છે...રાહુલ ગાંધી જનોઈ ધારી હિન્દુ છે..તમે ગૂગલ કરીને જોઇ લો...આ સાજીશ છે...
 

 
એક નહિ બે નહિ ૨૧ મંદિરની મુલાકાત શું દર્શાવે છે?
 
દ્વાકરા, કાગવડમાં ખોડલધામ, નડિયાદના સંતરામ મંદિર, પાવાગઢ, મહાકાળી, નવસારીમાં ઉનાઈમાતાના મંદિરે, અક્ષરધામ મંદિર, બહુચરાજી મંદિર, કબીર મંદિર, ચોટિલા દેવી મંદિર, દાસી જીવન મંદિર, રાજકોટના જલારામ મંદિર, વલસાડના કૃષ્ણા મંદિર. આ સિવાય કોંગ્રેસની નવસર્જન યાત્રા દરમિયાન 8 અન્ય નાના-મોટા મંદિરે દર્શન કર્યા હતા.