જ્યારે સોનિયાજી સાથે લગ્ન કરવા રાજીવ ગાંધીએ ખિસ્તી ઘર્મ સ્વીકાર્યો હતો?

    ૩૦-નવેમ્બર-૨૦૧૭

 
 
 
રાહુલજી, આમ તો તમે જવાબમાંથી પ્રશ્ર્નો ગોતો છો. એટલે પ્રશ્ર્નોના તમે શોખીન માણસ લાગો છો. તો આજે અમે આપને કેટલાક પ્રશ્ર્નો પૂછવા માંગીએ છીએ. ફોન ઉપર બરાબર સંભળાય છે ને ! તો આ રહ્યા અમારા પ્રશ્ર્નો...
 
- રાહુલજી, સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે સન ૨૦૦૩થી ૨૦૦૯ સુધી આપ બ્રિટનની એક કંપની (બેકૉપ્સ લિમિટેડ)માં આપ ભાગીદાર હતા. તેમાં આપનો ૮૩% હિસ્સો હતો. કંપનીના દસ્તાવેજમાં આપ બ્રિટિશ નાગરિક છો તેવી વાત કરેલી છે. સુબ્રહ્મણ્યમ્ સ્વામી બાદ સાંસદ મહેશગિરિએ પણ ફરિયાદ નોંધાવી હતી. ૨૦૦૫-૦૬ના રિટર્નમાં આપે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હતા. તો આ અંગે આપનો શો ખુલાસો છે ?
 
- રાહુલજી, આપનાં માતુશ્રી સોનિયા ગાંધીએ લગ્ન કર્યા ૧૯૬૮માં અને ભારતના નાગરિક બન્યાં ૧૯૮૩માં. ૧૫ વર્ષ સુધી આપનાં માતુશ્રી વિદેશી કેમ રહ્યાં ?
 
- રાહુલજી, આપના માતુશ્રી ૧૯૮૩માં ભારતીય નાગરિક બન્યાં. તો પછી તેઓ ૧૯૭૭ની મતદારયાદીમાં નવી દિલ્હી મતદાન મથક - ૧૪૫માં મતદાર યાદીમાં ક્રમાંક ૩૮૮ નંબર પર મતદાર તરીકે તેમનું નામ કેવી રીતે આવી ગયું ? શું આપનાં માતુશ્રી ભારતના નાગરિક બનતા પહેલાં જ ભારતના મતદાર બની ગયાં હતાં ?
 
- આપના વિદેશી યુનિવર્સિટીના સર્ટિફિકેટમાં આપનું નામ રાહુલ ગાંધી નહીં પણ રાહુલ વિન્સી હતું. શું આપના ઇટાલિયન માસાએ આપને દત્તક લઈ લીધા હતા તેથી માસાની વિન્સી અટક આપે ધારણ કરી હતી ?
 
- એવું કહેવાય છે કે આપના પિતાશ્રી રાજીવ ગાંધીએ સોનિયાજીને પરણવા ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. તેમણે પોતાનું નામ રોબર્ટો રાખ્યું. લગ્ન કર્યા પછી જન્મેલી પુત્રીનું નામ બિઆન્કા (Bianca) રાખ્યું અને આપનું (રાહુલ ગાંધીનું) નામ રાઉલ (Raul) રાખ્યું હતું. પણ પછીથી આ દેશના લોકોમાં ભ્રમ ઊભો કરવા નામ બદલીને બિઆન્કા ને બદલે પ્રિયંકા અને રાઉલ ને બદલે રાહુલ નામ બતાવ્યાં. શો ખુલાસો છે આપનો?
 
- સુબ્રહ્મણ્યમ્ સ્વામીના આક્ષેપ મુજબ રાહુલજી, તમે તમારા નિવાસસ્થાને એક ચર્ચ પણ બનાવ્યું છે. તેનો ખુલાસો હજી સુધી આપ કેમ નથી આપતા ?
 
- રાહુલજી, ગુજરાતની આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદીઓ ન જીતે તેવુ મતદાન કરવાનો ફતવો બહાર પાડવાની ગાંધીનગર ચર્ચના આર્ક બિશપ થોમસ મેકવાનને કોણે ઈશારો કર્યો હતો?
 
- શું આપના નાનાજી (સોનિયાજીના પિતા) સ્ટિફાનો માઈનો ઇટાલીની ફાસીવાદી પાર્ટીના સ્થાપક મુસોલિનીના કટ્ટર સમર્થક હતા તે વાત સાચી ?
 
- આપના માતુશ્રી સોનિયા ગાંધીએ તેમની દેરાણી મેનકા ગાંધીને ઘર બહાર તગેડી મૂકી નહેરુ પરિવારની તમામ સંપત્તિ હડપ કરી લેવા પ્રયત્ન કરેલો તેથી મેનકાજીને પોતાના અધિકારો માટે કોર્ટમાં જવું પડેલું. દેરાણી પ્રત્યે આટલો અન્યાય કરવાનું કારણ શું ?
 
- રાહુલજી, ઉત્તરપ્રદેશની ૨૦૦૭ની ચૂંટણી વખતે એક જાહેરસભામાં આપ એવું બોલ્યા હતા કે "નહેરુ પરિવારની વ્યક્તિ વડાપ્રધાન પદે ન હોવાથી બાબરી મસ્જિદ તૂટી હતી. એટલે શું તમે તમારા જ પક્ષના વડાપ્રધાન નરસિંહરાવને ગુનેગાર માનો છો ? જો એમ હોય તો તેમને વડાપ્રધાન પદે કોંગ્રેસે કેમ ચલાવે રાખ્યા ? શું નહેરુ પરિવાર સિવાયની કોંગ્રેસને તમે ‘કોંગ્રેસ’ ગણતા જ નથી ?
 
- આપની Image સુધારવા થોડાં વર્ષો પહેલાં ૫૦૦ કરોડના ખર્ચે જાપાનની પ્રિન્ટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કંપની સાથે સોદો કરવામાં આવ્યો હતો. વધુમાં બે કંપનીઓને પબ્લિક રિલેશન્સનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. આટલા મોટા ખર્ચે કરેલી યોજનાનો કોઈ ફાયદો થયો છે ખરો ?
 
- રાહુલજી, આપની જ પાર્ટીના નેતાઓ તમારી ક્ષમતા અને રાજકીય સૂઝબૂઝ બાબતે સાવ નિરાશ છે. આ રહ્યા તેના દાખલા - એ વિશે આપને શું કહેવું છે ?
 
- આસામના કોંગ્રેસી નેતા હેમંત બિશ્વાએ કહેલું કે એક વાર તેઓ આસામની ગંભીર પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે આપને મળવા ગયા તો તેમની વાતમાં રસ લેવાને બદલે આપ આપના પાળેલા કૂતરા (પીજી)ને રમાડવામાં વ્યસ્ત હતા. આ જોઈ નિરાશ થયેલા હેમંત બિશ્વાએ કોંગ્રેસ છોડી દીધી.
 
- દિગ્વિજય સિંહની ટીકા તા. ૨૮/૦૬/૨૦૧૪ના રોજ પ્રસિદ્ધ થયેલી કે રાહુલનો ટેમ્પરામેન્ટ રૂલર (રાજ્યકર્તા)નો નથી.
 
- કોંગ્રેસના પૂર્વ સાંસદ ગુફરાન આઝમે પત્રકાર પરિષદમાં કહેલું કે, "રાહુલ ગાંધી કોઈપણ રીતે રાજકારણમાં ચાલે તેવા નથી. શા માટે તેમને અમારા પર ઠોકી બેસાડવામાં આવ્યા છે ? દસ વર્ષ સુધી તેઓને તક આપી પણ તેઓ ન તો નેતા બન્યા કે ન તો બોલવાનું શીખ્યા. તેમણે સોનિયાજીને પત્ર લખી પોતાનો રોષ ઠાલવતાં લખ્યું હતું કે ‘પપ્પુ અને મુન્નો’ શબ્દો સાંભળી મને શરમ આવે છે. આ સમાચાર ૧૫/૦૭/૨૦૧૪ના ગુજરાત સમાચારમાં છપાયા હતા. શો જવાબ છે આપનો ?
 
- પંજાબના કોંગી નેતા બ્રારે ઑગસ્ટ ૨૦૧૪માં કહ્યું હતું કે સોનિયાજી અને રાહુલે હમણાં વેકેશન પર ઊતરી જવું જોઈએ જેથી બીજાને તક મળે.
 
- કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે એક ટીવી ચેનલ પર તા. ૫/૮/૨૦૧૪ના રોજ આપની ક્ષમતા તરફ કટાક્ષ કરતાં કહેલું કે ‘પ્રિયંકા સક્રિય થશે તો કોંગ્રેસમાં સૂર્યોદય થશે’ આપની આવી મશ્કરી !
 
- કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિય પ્રધાન હંસરાજ ભારદ્વાજે કહ્યું હતું કે "કોંગ્રેસ હવે ફરી બેઠી થઈ શકશે નહીં. લોકો હવે કોંગ્રેસને વધુ સાંભળવા તૈયાર નથી. ભારદ્વાજે સોનિયાજીને ‘બિચારી’ તરીકે સંબોધીને કહ્યું, ‘મેં ઉસ બેચારી કો દોષ નહીં દેતા. રાહુલ તો માર્કેટ મેં થા હી નહીં’ ઉપરોક્ત વિગત ૨૭/૦૩/૨૦૧૫ના ગુજરાત સમાચારમાં છપાઈ છે.
 
- મણિશંકર અય્યરે કોંગ્રેસ કાર્યાલયની ટીકા કરતાં કહેલું કે, "કોંગ્રેસ પક્ષનું કાર્યાલય સર્કસ છે અને બાબરી કાંડ માટે નરસિંહરાવ જવાબદાર હતા.
 
- લૉર્ડ ભીખુ પારેખે બલવંત પારેખ લેક્ચર સીરીઝમાં ‘ક્રાઈસીસ ઑન ઇન્ડિયન ડેમોક્રેસી’ વિષય પર બોલતાં તા. ૨૮/૯/૧૩ના રોજ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તો નાનો બાળક છે.’
 
- તત્કાલીન કેન્દ્રીય કાયદાપ્રધાન શ્રી સલમાન ખુર્શીદે એક અંગ્રેજી અખબારને કહ્યું હતું કે ‘યુપીએ-૨ અસ્ત-વ્યસ્ત છે. પાર્ટી દિશાવિહીન છે. રાહુલજી પાસેથી જે માર્ગદર્શન મળવું જોઈએ તે મળતું નથી. રાહુલજી જવાબદારીથી બચે છે. આગામી ચૂંટણીમાં કયા વિચારો સાથે લડવાના છે તે સ્પષ્ટ થવું જોઈએ. પક્ષની પાસે રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નથી.’ તા. ૧૧/૦૭/૨૦૧૨ના દિવ્ય ભાસ્કરમાં તેમનું આ નિવેદન છપાયું હતું.
 
- ઑગસ્ટ, ૨૦૧૭માં કોંગ્રેસી નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ‘અત્યારે કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સલ્તનત ચાલી ગઈ છે પણ સુલતાનોની માનસિકતા હજી કોંગ્રેસી નેતાઓમાં ચાલુ છે.’ મણિશંકર અય્યરે પણ જયરામની આ વાતમાં સૂર પૂરાવ્યો હતો. રાહુલજી જયરામનો આ વ્યંગ તમને સમજાય છે ખરો ?
 
- રાહુલજી, આપને ખ્યાલ હશે કે આપની અને પ્રિયંકા ગાંધી બાબતે કોંગ્રેસમાં પોસ્ટર યુદ્ધ ચાલેલુ. પ્રિયંકા ગાંધીના સમર્થકોેએ અલ્હાબાદમાં પોસ્ટર લગાવેલાં, જેમાં છપાયું હતું કે "કોંગ્રેસ કા મૂન - પ્રિયંકા ગાંધી, કમ સૂન તો રાહુલના ટેકેદારોએ પોસ્ટર લગાવેલાં જેમાં છપાયું હતું કે ‘અબ ચલેગી રાહુલ કી આંધી, રાહુલ ગાંધી હૈ દૂસરે મહાત્મા ગાંધી’. રાહુલના ટેકેદારોએ ફરી પોસ્ટર લગાવ્યાં કે ‘પ્રિયંકા સંભાલો ગૃહસ્થી કી કમાન, રાહુલ સંભાલો દેશ કી કમાન’. રાહુલજી, આ પોસ્ટરો શું સૂચવે છે ?
 
- કોંગ્રેસના વોર ‚મના સંચાલક અને આપના ખાસ વિશ્ર્વાસુ સંચાલક આશિષ કુલકર્ણીએ થોડા સમય પહેલાં નિરાશ થઈને આપને રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપવાનું કારણ બતાવતાં પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે કોંગ્રેસની વિચારધારા હવે બદલાઈ ગઈ છે. કોંગ્રેસ અત્યારે કમ્યુનિસ્ટ અને તૃણમુલ જેવી હિન્દુ વિરોધી પાર્ટી બની ગઈ છે. વળી કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓનું સમર્થન કરી રહી છે. (સંદેશ, ૨૦/૦૮/૨૦૧૭) શું કોંગ્રેસની દિશા બદલાઈ ગઈ છે એટલે રાજીનામા પડવા માંડ્યા છે ?
 
- રાહુલજી, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ બનવા જેટલી બેઠકો પણ તમે ન મેળવી શક્યા તે શું સૂચવે છે ?
 
- રાહુલજી, સંસદના સત્રના પ્રથમ દિવસે જ આપ ગુમ થઈ ગયેલા અને ૫૬ દિવસ પછી પ્રકટ થયેલા. દેશ આખો આપને ગોતતો હતો. કોઈ કહેતા હતા કે આપ મંથન કરવા વેકેશન પર ગયા છો. તો બીજા કહેતા હતા કે આપને પક્ષપ્રમુખ બનાવી મનાવી લો. કાનપુરમાં તો આપના વિરુદ્ધ પોસ્ટર પણ લાગ્યાં, જેમાં છપાયું હતું કે ‘રાહુલજી, પ્રિયંકા માટે જગ્યા કરી આપો.’ આપના પરિવારમાં આવી કુસ્તી યોગ્ય છે ?
 
- રાહુલજી, ૨૦૧૪માં બીજેપીની સરકાર આવવાથી આપના પરિવારના જમાઈ વાડ્રાજીએ પોતાની છ કંપનીઓમાંથી ચાર ને બંધ કરી દીધી. બે કંપનીઓ વેચવા કાઢી. આ કંપનીઓ ૨૦૧૨માં શરૂ થઈ હતી. ૨૦૧૪ સુધીમાં લાઈમ લાઈન, એગ્રોટેક, ગ્રીનવેવ એગ્રો પ્રાઈવેટ લિમિટેડ, રાઈલાઈન એગ્રીકલ્ચર પ્રા. લિ., પ્રાઈસ ટાઈમ એગ્રો પ્રા. લિ. બંધ કરી. શું આ બધી કંપનીઓ કોંગ્રેસની સરકારના સહારે ચાલતી હતી ?
 
- વાડ્રાજીનું લંડનમાં બેનામી ઘર છે. ઈડી સમક્ષ તપાસની માંગણી થઈ છે. હથિયારોના વેપારના એક દલાલ સંજય ભંડારીએ ૨૦૦૯માં તમારા પક્ષની સરકાર હતી ત્યારે ૧૯ લાખ પાઉન્ડમાં વાડ્રા માટે લંડનમાં એક બેનામી મકાન ખરીદી આપ્યું હતું. આ સંજય ભંડારીએ શા માટે આવું કર્યું હશે ?
 
- રોબર્ટ વાડ્રાને આપની સરકારે જમાઈ તરીકે ડી.એલ.એફ.નો લાભ કરાવ્યો હતો. સોદામાં ઓછી કિંમત આંકી હોવાના કારણે સરકારી અધિકારી અશોક ખેમકાએ સોદો રદ કર્યો તો તેની બદલી કરી દેવામાં આવી. ખેમકાની ૨૧ વર્ષની નોકરીમાં ૪૨ બદલીઓ થઈ. કેવું હાસ્યાસ્પદ !
 
- રાહુલજી, તા.૧૦/૧૦/૨૦૧૫, શનિવારના રોજ કર્ણાટકમાં આપે રેલી યોજેલી. રેન બેનૂરના એક ગામમાં એક ખેડૂતની ચાર એકર જમીનમાં વાવેલી મકાઈના પાકનું ભેલાણ કરી દીધું હતું. આ ગરીબ કિસાનને કરેલા નુકસાનનો શો જવાબ છે ?
 
 
- રાહુલજી, આપે રાજીવ ગાંધીજીના જન્મ દિવસે યોજાયેલા સંકલ્પ દિને દિલ્હી ખાતેના મહિલા સંમેલનમાં તા.૨૦/૦૮/૨૦૧૪ના રોજ કહ્યું હતું કે ‘જે લોકો તમને માતા અને બહેન કહે છે, મંદિરમાં રોજ માથાં ટેકવે છે અને દેવીની પૂજા કરે છે તે લોકો જ બસમાં તમારી છેડતી કરે છે.’ આપે છોડેલાં વાક્‌બાણોથી કોને ઘાયલ કરવા માંગો છો
 
- નેશનલ હેરાલ્ડ કંપનીના સંદર્ભમાં સોનિયા-રાહુલને ૫૦-૫૦ હજારના જામીન પર તા.૧૯/૧૨/૨૦૧૫ના રોજ મુક્ત કરવામાં આવ્યા. અપ્રમાણિકતાથી ભેગી કરેલી સંપત્તિમાં IPC-૪૦૬, વિશ્ર્વાસઘાતની કલમ IPC-૧૨૦ ગુનાહિત કાવતરા બદલ પાંચ લોકો (સોનિયાજી, રાહુલજી, મોતીલાલ, સામ પિત્રોડા, ઑસ્કાર ફર્નાન્ડિઝ) પર કેસ થયેલા. પહેલાં જમાનત નહી લઈએ એવું બોલનાર તમામે ચૂપચાપ જમાનત લઈ લીધાં. આવું કેમ થયું ?
 
- ઇટાલિયન કંપની ઑગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં ભારતે ૧૨ હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં. જે માટે ૩૫૦ કરોડની કટકી કોઈ પાર્ટીએ લીધેલ છે. ઇટાલીની કોર્ટે સોનિયાજીના નામની નોંધ કરી છે, હવે કહો કે ખરેખર કમિશનના પૈસા કોના ખિસ્સામાં ગયા ? ઇટાલીની કોર્ટે કબૂલ્યું છે કે લાંચ અપાઈ છે.
 
- કેરળની ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા ‚રૂ. ૮૦ કરોડના લેણા માટે સોનિયાજી સામે કેસ દાખલ થયો હતો. કેરળની ‘મે હીથર’ ક્ધસ્ટ્રક્શન કંપનીએ સોનિયાજી તથા અન્ય કોંગી નેતાઓ ઉપર કેસ મૂક્યા છે. સોનિયાજીએ રાજીવ ગાંધીના નામે યોજના શરૂ કરાવ્યા બાદ રકમ આપવામાં તેઓ છટકી ગયાં છે. શો ખુલાસો છે આનો ?
 
- ૨૦ જુલાઈ, ૨૦૦૯ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહના ઘેર યોજાયેલ ભોજન સમારંભમાં આપશ્રી અને અમેરિકી રાજદૂત ટિમોથી રોઉમર સાથે બેઠા હતા. તે વખતે રોઉમરે દેશ પર લશ્કરે તોઈબાના ખતરાની વાત કરી રહ્યા હતા ત્યારે આપે હિન્દુ કટ્ટરવાદના ખતરાને લશ્કરે તોઈબાથી મોટો ખતરો બતાવ્યો હતો. આવું કહેવા પાછળ આપનો શો ઉદ્દેશ્ય હતો?
 
- ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૬ની રાત્રે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતો હતો ત્યારે આપશ્રી આ અલગતાવાદીઓની પીઠ થાબડવા શા માટે ત્યાં પહોંચી ગયા હતા ?
 
- આપશ્રી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી દરમ્યાન વિદર્ભની વિધવા ખેડૂત પત્ની કલાવતીને ત્યાં ભોજન કરવા ગયા હતા. આ બનાવથી મીડિયામાં આપશ્રીને ઘણી પ્રસિદ્ધિ મળી. ખેડૂતોના આપઘાત બાબતે આપશ્રીની સરકાર કંઈ નક્કર પગલા લેશે તેવી આશા બંધાઈ હતી. પણ તમે વિધવા કલાવતીની સાથે છેતરપિંડી કરી અને કલાવતીના જમાઈ સંજય કાલસકરે ઝેરી દવા પીને આપઘાત કર્યો. કિસાનો સાથે આપશ્રીએ છેતરપિંડી શા માટે કરી ?
 
- આપનાં માતુશ્રી સોનિયાજીએ ૨૦૦૪ની ચૂંટણીમાં દરેક પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું હતું. ચૂંટણી જીત્યા પછી શું થયું તમારા આ વચનનું ?
 
- પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહે પોતાના પુસ્તક ‘One life is not enough‘માં લખ્યું છે કે રાહુલના ડરને કારણે સોનિયાજીએ વડાપ્રધાનનું પદ સ્વીકારવાની ના પાડી હતી. રાહુલને ડર હતો કે રાજીવ ગાંધીની માફક સોનિયાજીની પણ હત્યા થશે. શું તમે આટલા બધા ડરપોક છો ?
 
- વડાપ્રધાન મનમોહનસિંહના મીડિયા સલાહકાર સંજય બારુએ ૨૦૧૪માં પ્રકટ કરેલા પોતાના પુસ્તક ‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં તેમણે મનમોહનસિંહને રબ્બર સ્ટેમ્પ પીએમ દર્શાવતાં લખ્યું છે કે મોટા ભાગના નિર્ણયો ૧૦, જનપથ સોનિયાજીના બંગલે લેવાતા હતા. અપયશ મળે તો તેનું ઠીકરું મનમોહનસિંહના માથે ફોડવામાં આવતું’ સંજય બારુના આ નિવેદન બાબતે શો ખુલાસો છે આપનો ?
 
- ઉત્તર પ્રદેશના હાસિમપુરામાં ૨૨ મે, ૧૯૮૭ના રોજ ૪૨ મુસ્લિમોને સુરક્ષાદળોએ ગોળીઓ મારી ગંગાની કેનાલમાં તેમનાં શબ નાખી દીધેલાં. તે વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના વીર બહાદુરસિંહ હતા. શો ખુલાસો છે આ ઘટનાનો ?
 
- હફિન્ગ્ટન પોસ્ટના દાવા મુજબ સોનિયાજી ૧૨મા ક્રમના ધનિક છે. સોનિયાજી બે અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે. રાણી એલિઝાબેથ કરતાં પણ તેમની પાસે વધારે સંપત્તિ છે. અલબત્ત, બીજા દિવસે આ પોસ્ટ હટાવી દેવાઈ હતી પણ આનો ખુલાસો શો છે ?
 
- ગાંધીજી, ટાગોર, વિનોબા અને શ્રી અરવિંદે પોતાના પુસ્તકોના કોપીરાઈટ સંસ્થાઓને આપ્યા છે, પોતાના કુટુંબીજનોને નહીં. જ્યારે નહેરુજીએ પોતાના પુસ્તકોની રોયલ્ટી તેમના પરિવારજનોને આપી છે. લોહિયાજીએ સાચે જ કહ્યું હતું કે, ‘નહેરુજીએ પોતાના વસિયતનામામાં દેહની રાખ દેશને આપી અને રોયલ્ટી કુટુંબીજનોને આપી છે.’ રાહુલજી, તમે આ રોયલ્ટી તો દેશને આપી દો !
 
- જ્યારે પી. ચિદમ્બરમ્ ગૃહમંત્રી હત્યા ત્યારે મોદીજીની હત્યા કરવા માટે આવેલ મુંબઈની ઇશરત જહાંના આતંકવાદી કનેક્શનની વિગતો ચિદમ્બરમે એફિડેવિટમાંથી હટાવી લેવા માટે ગૃહ સચિવ જી. કે. પિલ્લાઈ પર ખોટી રીતે દબાણ કર્યું હતું, એટલું જ નહીં પણ ઇશરતના આતંકવાદી કનેક્શનની એફિડેવિટ પણ દબાણ પૂર્વક બદલી દેવામાં આવી હતી. દેશના આતંકવાદીઓને બચાવવામાં કોંગ્રેસ પાર્ટીનું કયું હિત હતું તે તો કહો ?
 
- બે વર્ષથી વધુ સજા પામેલા ગુનેગાર લોકપ્રતિનિધિઓ પણ ચૂંટણી લડી શકે તેવા સુધારાને કોંગ્રેસી કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ સુધારાથી રશિદ મસૂદ જેવા ગુંડાગીરી કરનાર અને લાલુ જેવા ભ્રષ્ટાચાર કરનાર નેતાઓને ફરીથી ચૂંટણી લડવાની તક મળતી હતી. સમગ્ર દેશમાં આનો ઉહાપોહ થયો. સી-વોટરે કરેલા સર્વે મુજબ દેશના ૭૨% લોકોએ વટહૂકમ પાછો મોકલવો જોઈએ તેઓ અભિપ્રાય રાષ્ટ્રપતિજીને આપેલો. રાષ્ટ્રપતિ વટહૂકમ પરત જ કરવાના હતા તેવો ભય ઊભો થતાં આપે વટહૂકમને જાહેર સભામાં ફાડી નાખેલો. આવું નાટક કરવાનું કારણ શું? ગુનેગારોને રાજનીતિમાં ટકાવી રાખવાનું કારણ શું તે તો કહો ?
 
- આપશ્રીએ, હમણાં જ અમેરિકાની એક યુનિવર્સિટીમાં એવું વિધાન કર્યું હતું કે ભારતને આઝાદી NRI નેતાઓએ આપેલી છે. નહેરુ, ગાંધીજી, સરદાર, આંબેડકર બધા NRI નેતાઓ હતા. તમે કેવું હાસ્યાસ્પદ વિધાન કર્યું છે ? એકબાજુ સોનિયાજી પોતે NRI નથી તે સમજાવવા ત્રીસ વર્ષથી મહેનત કરે છે અને તમે આ બધા દેશભક્તોને NRI કહો છો ?
 
- ડિસેમ્બર ૨૦૧૫માં આપે આપના આસામના પ્રવાસ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘મને આસામના બારપેટાના એક મંદિરમાં જતાં અટકાવવામાં આવ્યો હતો.’ પરંતુ મંદિરના પૂજારી લક્ષિત દેવશર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘અમે રાહુલ ગાંધીની ચાર કલાક રાહ જોઈ હતી પરંતુ તેઓ આવ્યા જ નહોતા અને બારોબાર નીકળી ગયા હતા.’ માત્ર હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવા અને સંસદને ખોરવવા આવા મુદ્દા આપે ઊભા કર્યા હતા. આસામમાં તો કોંગ્રેસની સરકાર હતી, તો આપને સુરક્ષા કેમ ના આપી ? હિન્દુ સમાજને બદનામ કરવાનું કારણ શું ? શું આપના હાલના ગુજરાત પ્રવાસ દરમ્યાન મંદિરોની મુલાકાતમાં આવી કોઈ ઘટના બની છે ખરી ?
 
- રાહુલજી, પંદર વર્ષ પહેલાં જ્યારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે પ્રિયંકા ગાંધીએ દિલ્હીના લૂટિયન્સ ઝોનમાં ૨૭૬૫ ચોરસમીટરમાં ફેલાયેલા પોતાના બંગલાનું ભાડુ ઘટાડવા અટલજીને રજૂઆત કરેલી. તે બંગલાનું ભાડુ માસિક રૂપિયા ૫૩,૪૨૧ હતું. પ્રિયંકાજીએ પોતાની અરજીમાં લખેલું કે આટલું બધુ ભાડુ ચૂકવવું તેમના ગજા બહારની વાત છે. તેથી ભાડુ ઘટાડવું જોઈએ. અટલજીએ કોઈપણ પૂર્વગ્રહ વિના પ્રિયંકાના બંગલાનું ભાડુ ઘટાડીને રૂપિયા ૮૮૮૮ કરી આપ્યું. (દિવ્યભાસ્કર - ૧૭/૦૪/૨૦૧૬) આ વાત યાદ છે ને આપને !
 

 
 
રાહુલજી, હવે થોડો બ્રેક લઈએ. આવા તો ઘણા પ્રશ્ર્નો છે. હાલ પૂરતા આટલા પ્રશ્ર્નોના જવાબ આપશો તો જનતા આપની આભારી થશે.
 
- સુરેશ ગાંધી