નાગરિકોના સ્વાસ્થ્ય- સુખાકારી માટે કટિબદ્ધ ગુજરાત

    ૦૪-નવેમ્બર-૨૦૧૭
 
કુપોષણમુક્ત ગુજરાત મહાઅભિયાન
બાળકો તંદુરસ્ત હોય તો સમાજ પણ સ્વસ્થ... બસ આ ઉક્તિને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એક અભિયાન શરૂ કર્યું. બાળકોમાં કુપોષણ દૂર કરવા રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાત મહાઅભિયાન શરૂ કર્યું છે. બીજા તબક્કા દરમિયાન સમગ્ર રાજ્યના ૦થી ૫ વર્ષના ૫૦.૩૨ લાખ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તેમાંથી ૨૩,૨૦૪ જઅખ બાળકોને સારવાર અને ૩૦,૮૪૫ SAM બાળકોને બાર અઠવાડિયાં સુધી ‘બાલઅમૃતમ્’થી સામુદાયિક સ્તરે સારવાર (MAM) અપાઈ. આ અભિયાનના ત્રીજા તબક્કામાં પણ ૫૦ લાખ બાળકોનું આરોગ્ય કાર્યક્રમ દ્વારા સ્ક્રીનીંગ શરૂ કરાયું છે.
શાળાએ જતું કે ના જતું એક પણ બાળક બીમાર ના રહે તેવા આશયથી સમગ્ર દેશ માટે અનુકરણીય એવી શાળા આરોગ્ય તપાસ હાથ ધરાઈ... ‘શાળા આરોગ્ય તપાસણી’ એક નવતર અભિગમ છે, દેશ આખાએ ગુજરાતના આ અભિગમને આવકાર્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૧,૫૪,૦૯,૨૪૩ બાળકોની આરોગ્ય તપાસ કરાઈ જેમાંથી ૧૭,૩૧,૬૨૫ બાળકોને સ્થળ પર સારવાર અને ૧,૭૧,૨૦૦ બાળકોને વધુ સારવાર માટે સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૧,૩૯,૦૬૮ બાળકોને વિના મૂલ્યે ચશ્મા વિતરણ, ૫૨૫૦ બાળકોને હૃદયરોગની, ૧૪૯૪ બાળકોને કિડની રોગની, ૧૦૧૪ બાળકોને કિડની રોગની, ૧૦૧૪ બાળકોને કેન્સરની, ૬૦૦ બાળકોને કલબફૂટની, ૫૩૧ બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટની, ૧૪૫૧ બાળકોને કલેફટલીપ/પેલેટની સારવાર, ૩૦ બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને ૨૪ બાળકોને કીડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આર્થિક રીતે નબળા પરિવારોને માટે અશક્ય એવી સારવાર રાજ્ય સરકારે વિના મૂલ્યે આપી.
મે-૨૦૧૭ અંતિત કુલ ૫,૫૯,૫૫૨ વિકલાંગ લોકોને અશક્તતાના તથા વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ બે માસમાં ૩૦,૭૪૦ અશક્તતાનાં પ્રમાણપત્ર પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેનાથી ઉપરના સ્તરની જાહેર આરોગ્યની સંસ્થાઓમાં દર મહિનાની ૯મી તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ ક્લિનિક યોજવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત જૂન ૨૦૧૭ સુધીમાં રાજ્યની કુલ ૬.૭૪ લાખ સગર્ભાઓની તપાસ કરાઈ છે.
અટલ સ્નેહ કાર્યક્રમ
 નવજાત શિશુમાં જન્મજાત ખોડખાંપણની ઓળખ અને સારવાર અપાય તો સ્વસ્થ સમાજની રચના કરી શકાય. રાજ્ય સરકાર દ્વારા તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૬થી અટલ સ્નેહ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યના તમામ સરકારી અને ખાનગી દવાખાનાંઓમાં નવજાત બાળકની જન્મ સમયે તપાસ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત જાન્યુઆરી-૨૦૧૭થી મે-૨૦૧૭ સુધીમાં ૩,૩૦,૩૪૫ બાળકોનું જન્મ સમયે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે દરમિયાન જન્મજાત ખામીવાળા ૧૧૩૦ બાળકો મળી આવ્યાં છે, જેમની જરૂરિયાત મુજબ સારવાર શરૂ કરાઈ છે.
ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN)
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, દ્વારા યુનાઈટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સહયોગથી ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN) પરિયોજનાનું અમલીકરણ કાર્યરત કરાયું છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા, રાજ્યમાં વાર્ષિક ૧૪ લાખથી વધુ સગર્ભા મહિલાઓ અને ૧૩ લાખથી વધુ નવજાત શિશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ઈ. એમ. આર. આઈ. ૧૦૮
‘૧૦૮ એમ્બ્યુલન્સ સેવા...’ ૧૦૮... રાજ્યના પ્રત્યેક જનની જીભ પર રમતો આ નંબર આજે આરોગ્ય સેવાનો પર્યાય બન્યો છે. રાજ્યમાં કુલ ૫૮૫ એમ્બ્યુલન્સ સેવાઓ હાલમાં કાર્યરત છે. આ યોજના હેઠળ તા. ૩૧/૦૫/૧૭ની સ્થિતિ સુધી કુલ ૭૫,૬૬,૦૫૭ મેડિકલ ઇમર્જન્સીના કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે, જે પૈકી ૨૬,૮૦,૭૮૩ જેટલા પ્રસૂતિ સંબંધિત કોલને પ્રતિસાદ આપવામાં આવ્યો છે તેમજ કુલ ૬,૦૫,૬૪૫ લોકોની મહામૂલી જિંદગી બચાવાઈ છે.
પ્રધાનમંત્રી હિમોડાયાલિસિસ કાર્યક્રમ રાજ્યની જુદી જુદી કક્ષાની ૩૬ હૉસ્પિટલો ખાતે યુનિટ શરૂ કરી કુલ ૩૫૧ મશીન પ્રસ્થાપિત કરાયાં છે, જેમાં પ્રતિ માસ ૧૬૦૦૦થી વધુ ડાયાલિસિસ કરાય છે. આ કાર્યક્રમ શરૂ થયા ત્યારથી જુલાઈ, ૨૦૧૭ના અંત સુધીમાં કુલ ૪.૬૩ લાખ કિડનીના દર્દીઓને ડાયાલિસિસની સારવાર પૂરી પાડવામાં આવી છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૧.૯૦ લાખ ડાયાલિસિસ કરાયાં હતાં.
શહેરી વિસ્તારમાં નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોની મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧ વર્ષમાં મહાનગરપાલિકાઓ ખાતે કુલ ૧૦ નવા અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયાં છે તે જ પુરવાર કરે છે કે, રાજ્ય સરકારે આરોગ્ય સેવાના વિસ્તૃતીકરણને પ્રાધાન્ય આપ્યું છે.
છેલ્લા ૧ વર્ષ દરમિયાન રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે કરેલી કામગીરી સાચા અર્થમાં પ્રજાલક્ષી પુરવાર થઈ છે.
‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના લાભ માટેની મહત્તમ વાર્ષિક આવકમર્યાદા ‚રૂા. ૧.૨૦ લાખથી વધારી ૧લી એપ્રિલ, ૨૦૧૭થી ‚રૂા. ૧.૫૦ લાખ કરાઈ છે. વર્ષ ૨૦૧૬થી યુ-વીન કાર્ડધારકોને પણ આ યોજના હેઠળ આવરી લેવાયા.
 
‘આરોગ્ય સેતુ કાર્યક્રમ’
ગ્રામ્ય આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા, માતૃ અને બાળકલ્યાણ સેવાઓને વધુ વેગ આપવા માટે પેટા આરોગ્ય કેન્દ્રો કક્ષાએ પાયાની આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા માટે ‘આરોગ્ય સેતુ કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જાહેર આરોગ્ય તંત્રના આયુષ તબીબો અઠવાડિયામાં ૨ દિવસ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહી જરૂરિયાતમંદોને આરોગ્ય સેવાઓ આપે છે. આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૭,૭૪,૬૬૧ દર્દીઓને બહારના દર્દી તરીકે સારવાર અપાઈ છે, જ્યારે ૨૨,૪૬૮ દર્દીઓને વધુ સારવાર માટે રીફર કરાયા છે.

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના
છેલ્લા એક વર્ષ દરમિયાન ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત ૧૩,૭૨,૨૩૨ નવા કુટુંબોની નોંધણી કરાઈ છે અને ‚રૂા. ૪૪૯.૪૩ કરોડના ૩,૬૦,૫૭૮ લાભાર્થી દાવા નોંધાયા છે.

દીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સ
સસ્તી, વાજબી અને કિફાયતી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તેવા આશયથી રાજ્યમાં દીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સ શરૂ કરાયા છે. પ્રથમ તબક્કે ૮૯ સ્ટોર્સ રાજ્યમાં કાર્યરત થયા છે. રાજ્યમાં તબક્કા વાર ૫૦૦ વધુ સ્ટોર્સ ફ્રેન્ચાઈઝીના ધોરણે શરૂ કરવાનું આયોજન છે. આ સ્ટોર્સ ખાતે ૮૦૦ થી ૧૫૦૦ દવાઓ એમ. આર. પી. કરતાં ૩૦થી ૮૦% ઓછી કિંમતે જનતાને ઉપલબ્ધ થઈ રહી છે. કંપની સંચાલિત સ્ટોર્સ પર માહે નવેમ્બર-૨૦૧૬થી જૂન-૨૦૧૭ દરમિયાન અંદાજિત કુલ ‚રૂા. ૩૫ કરોડની દવાઓનું વેચાણ અને કિફાયતી ભાવે જેનરિક દવાઓ મળવાથી દર્દીઓને અંદાજિત ‚રૂા. ૨૨ કરોડની બચત થઈ છે.