હિમાચલ પ્રદેશમાં વાંનરોથી છુટકારો આપવામાં ભાજપ-કોંગ્રેસનું વચન

    ૦૭-નવેમ્બર-૨૦૧૭

 
 
હિમાચલ પ્રદેશમાં ચુંટણીમાં વાનરનો મુદ્દો મુખ્ય બન્યો છે.હિમાચલ પ્રદેશમા ૯ નવેમ્બરના રોજ મતદાન થવાનું છે.હિમાચલમાં વાનરનો મુદ્દો કોઈ નેતાએ નથી બનાવ્યો.પરંતુ રાજ્યના લોકોએ જ બનાવ્યો છેકારણ કે સ્થાનિકો શ્વાનના આતંકથી એટલા પરેશાન છે કે તેઓ ઉમેદવારો પાસેથી વાનરોની સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે વચન સૌથી પહેલા માંગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ આગામી ચૂટણીમાં સત્તા આવશે તો વાનરોના ઝુંડ દ્વારા પદયાત્રીઓ પર કરાતા હુમલા અને બરબાદ કરવાની સમસ્યાથી છુટકારો અપાવવા વચન આપ્યું છે. આ પહાડી રાજ્યમાં લગભગ ૨૦૦૦ ગામો વાનરોનાં ઉત્પાતથી પ્રભાવિત છે.
 

 
 
હિમાચલમાં મોઘવારી,ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાને લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે પરંતુ એ પહેલા વાનરોના આતંકનો મુદ્દો મુખ્ય મુદ્દો લોકો માની રહ્યા છે.ખેડૂતો વાનરોના ત્રાસથી ખુબ જ પરેશાન છે.ઉભા પાકને ખુબ જ નુકસાન પહોંચાડે છે.રાજ્યભરમાં વાનરોની સંખ્યા ૪ લાખથી વધુ થઇ ગઈ છે.મહત્વપૂર્ણ બાબત છે કે વાંદરાઓ ફક્ત ઉભા પાકને જ નુકશાન નથી પહોચાડતા પરંતુ એ પ્રવાસીઓ માટે પણ ખતરારૂપ છે