યોગ શીખવવાનું બંધ કરી દો...મુસ્લિમ યોગ ટીચર ને ધમકી

    ૦૮-નવેમ્બર-૨૦૧૭


 
ઝારખંડમાં યોગ શિખવનારી પ્રસિધ્ધ મુસ્લિમ યુવતી રાફિયા નાઝને તેમના જ સમાજના કેટલાક લોકોએ મારીનાખવાની ધમકીઓ આપી છે. આ વાત ધ્યાનમાં આવતા રાજ્ય સરકારે તે યુવતીને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.
એક રીપોર્ટ અનુસાર યુવતીને તેના જ સમાજના લોકો તરફથી ધમકીઓ મળી છે. તેને કહેવામાં આવે છે કે તે હવે કોઇને પણ યોગ ન શીખવે. રાંચીના ડોરંડા વિસ્તારમાં રહેતી રાફિયા યોગ શીખવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

 
 
યોગ ટીચર હોવાના કારણે તેની વિરુધ તેના જ સમાજે ફતવો બહાર પાડ્યો છે. અને ફતવાના માધ્યમથી તેને ધમકી આપવામાં આવી છે કે તે હવે કોઇને પણ યોગ ન શીખવે. મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા બાબા રામદેવના મંચ પર બાબા સાથે યોગ કરતી હોય તેવો એક ફોટો વાઈરલ થયો હતો. ત્યાર પછી રાફિયા વધારે ચર્ચામાં આવી હતી. તે હાલ યોગ ટીચરની સાથે સાથે સ્થાનિય કોલેજમાં એમ.કોમનો અભ્યાસ પણ કરી રહી છે.
 

 
આ સંદર્ભે રાફિયાનું કહેવું છે કે “મારી સમસ્યા બન્ને સમુદાયના લોકો સાથે છે પણ હા હું મારા જીવનના અંત સુધી યોગ કરતી રહિશ અને શીખવતી રહીસ…”