એનર્જી સરપ્લસ સ્ટેટનું સ્ટેટસ ધરાવતું ઊર્જાથી ઝળહળતું ગુજરાત...

    ૦૯-નવેમ્બર-૨૦૧૭


વખતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી.. ગરમી એટલી પડી કે બપોરના સમયે તો લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા. આવા ગરમ દિવસોમાં રાજ્યમાં સૌથી વધુ વીજળી વપરાય સ્વાભાવિક છે. આવા ઉનાળાના ગરમ દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ એક સમયે વધુમાં વધુ ૧૫૦૦૦ મે. વો. વીજળીની ‚ પડતી હતી. અગાઉ એકીસાથે આટલી ઊર્જાનો જથ્થો પૂરો પાડવા ગુજરાત સક્ષમ હતું, પરંતુ હવે વાત ભૂતકાળ બની ગઈ છે. ગુજરાત સરકારની વીજવ્યવસ્થાપન અને આગવી ઇચ્છાશક્તિને કારણે ગુજરાતે કુલ સ્થાપિત વીજક્ષમતા માર્ચ ૨૦૧૭માં ૨૬,૧૫૪ મે.વો.ની પ્રાપ્ત કરી છે. એટલે એનો અર્થ થયો કે, ગુજરાતની વધુમાં વધુ વીજમાગ ૧૫,૦૦૦ મે. વો. સામે વીજઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૨૬,૧૫૪ મે. વો. એટલે કે મહત્તમ વીજમાગ કરતાં ૭૩ ટકા વધુ છે. ગુજરાત વીજ સરપ્લસ રાજ્ય છે. રાજ્ય સરકારના અનેકવિધ દૂરંદેશીભર્યાં પગલાંને કારણે ગુજરાત હાલ એનર્જી સરપ્લસ રાજ્ય બન્યું છે.

જ્યોતિગ્રામથી ઝળહળ્યાં ગામડાં

શહેરની જેમ ગામડામાં આર્થિક અને સામાજિક ક્રાંતિની ચેતના જાગે તેવા સપનાંને સાકાર કરતી જ્યોતિગ્રામ યોજનાથી શહેરોની જેમ રાજ્યનાં ૧૮,૦૦૦ ગામડાં ૨૪ કલાક વિક્ષેપ વિના થ્રી ફેઈઝ વીજળી મેળવી રહ્યાં છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડાંને થ્રી ફેઈઝ ગુણવત્તાસભર ૨૪ કલાક વીજપુરવઠો પૂરો પાડીને "ઊર્જાવાન ગુજરાતનું સપનું સાકાર થયું. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ૧૮,૦૬૫ ગામો અને ,૬૮૧ પેટાપરા વિસ્તારને આવરી લેવામાં આવ્યાં. અનોખી યોજનાનો સફળતાપૂર્વક અમલ કરતું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. એટલું નહીં યોજનાથી પ્રેરણા લઈને અન્ય રાજ્યોએ પણ ગુજરાતના પગલે ચાલવાની પ્રેરણા લીધી. અગાઉ કૃષિક્ષેત્રે માંડ ત્રણ-ચાર કલાક કટકે કટકે વીજળી મળતી હતી. જ્યોતિગ્રામ યોજનાને કારણે કૃષિક્ષેત્રે આઠ કલાક અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ થયો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-ઇરમા દ્વારા થયેલા સર્વે અનુસાર યોજનાને કારણે ક્ધયા તેમજ કિશોરોના ઘરે અભ્યાસ કરવાની સરેરાશ અવધિમાં અનુક્રમે ૯૨ ટકા અને ૯૧ ટકાનો વધારો થયો. ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જેવી કે, ડાયમન્ડ પોલિશિંગ, પ્રસાધનો, એગ્રો પ્રોસેસિંગ વગેરેને વેગ મળ્યો. યોજનાને લીધે ૫૩ ટકા પરિવારોને રાત્રિના સમય દરમિયાન કામગીરી કરવાની તકો મળી.

સોલાર પાર્કથી સૂરજ જેવી ચમક

સ્થાપિત વીજક્ષમતા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં બીજા સ્થાને છે. વર્ષ ૧૯૬૦-૬૧માં રાજ્યની સ્થાપિત વીજ ક્ષમતા ૩૧૫ મે.વો. હતી જે માર્ચ-૨૦૧૭ના અંતે ૨૬૧૫૪ મે.વો. થઈ છે. જેમાં ૧૯૧૨૬ મે.વો. પરંપરાગત અને ૬૫૨૮ મે.વો. વીજળી બિનપરંપરાગત સ્રોતમાંથી મેળવાય છે. બિનપરંપરાગત સ્રોતમાંથી વીજળી પ્રાપ્ત કરવાના ક્ષેત્રે પણ ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે. ઉત્તર ગુજરાતના ચારણકા ખાતે વિશાળ સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે નવો અભિગમ અપનાવ્યો હતો. આજે ગુજરાતમાં ૧૧૫૯ મે.વો. સૌર ઊર્જા અને ૫૩૧૮ મે.વો. પવન ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજ્યમાં માર્ચ-૨૦૧૭ની સ્થિતિએ ૬૬ કે.વી.થી ૪૦૦ કે.વી.ની વિવિધ ક્ષમતામાં ૫૮૪૯૬.૮૪ કિ.મી.ના વીજરેષાઓ અને ૧૭૭૦ સબસ્ટેશનો આવેલાં છે, જે ગુજરાત રાજ્યના લાંબો દરિયાકિનારો, વિશાળ રણવિસ્તાર અને અતિભયજનક ભૂકંપગ્રસ્ત વિસ્તારને સાંકળી દરેક ખૂણાને આવરે છે. રાજ્ય સરકારે રાજ્યની વિદ્યુત ઉત્પાદનક્ષમતામાં વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૫૪૦ મેગાવોટ ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્યમાં વ્યક્તિગત વીજવપરાશ ૧૯૭૬ યુનિટ સુધી પહોંચી શક્યો છે જે ૧૦૭૫ યુનિટની રાષ્ટ્રીય સરેરાશના બમણા જેટલી છે. રાજ્યમાં માર્ચ-૨૦૧૬ સુધીમાં ૧૩૬ કરોડ વીજગ્રાહકોને વીજળી પૂરી પાડવામાં આવે છે એટલું નહીં છેલ્લાં ચાર વર્ષથી રાજ્ય સરકારે દૃઢ સંકલ્પ પણ કર્યો છે કે દર વર્ષે એક લાખ ખેડૂતોને વીજળીનાં જોડાણ આપવા અને છેલ્લાં ચાર વર્ષથી નિયમિત રીતે ગુજરાત સરકાર પ્રતિ વર્ષ સરેરાશ એક લાખ ખેડૂતોને વીજજોડાણ પૂરાં પાડી રહી છે. સમગ્ર દેશમાં કૃષિક્ષેત્રે વીજદરોમાં સૌથી વધુ સબસિડી ચૂકવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં કિસાનોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં સંપૂર્ણ માફી છે. ગુજરાતમાં કિસાનોને વીજબિલમાં રાહત પેટે રાજ્ય સરકાર વાર્ષિક સરેરાશ ‚. ૫૦૦૦ કરોડની સબસિડી ચૂકવે છે. ગુજરાત સરકારે કિસાનોને પૂરતા દબાણથી વિના વિક્ષેપે વીજપુરવઠો મળી રહે તે માટે કિસાનરહિત ઊર્જાશક્તિ યોજના-ખુશીને અમલમાં મૂકી છે એટલું નહીં ઝૂંપડપટ્ટી યોજના અંતર્ગત બીપીએલ પરિવારોને વીજજોડાણો અને કુટીર જ્યોતિ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણો આપવા પણ જોગવાઈ કરી છે.

ગેસ ગ્રીડ પહોંચી રસોડા સુધી - ગૃહિણીઓ આનંદિત

ગૃહિણીઓ માટે ઘેર-ઘેર ગેસ પહોંચાડવા અને ઉદ્યોગોને પણ પાઇપલાઇનથી ગેસ પહોંચાડી પરંપરાગત ઈંધણ અને તે દ્વારા ફેલાતા પ્રદૂષણથી રાજ્યને મુક્ત કરવાના સપનાંને સાકાર કરતો ગેસ ગ્રીડનો પ્રોજેક્ટ પણ વિશ્ર્વના સૌથી મોટા પ્રોજેક્ટ પૈકીનો એક છે. ગેસની ઉપલબ્ધિથી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને ઊર્જા સેક્ટરનો કાયાકલ્પ થઈ રહ્યો છે. પાઇપલાઇનથી ઘેર-ઘેર ગેસ આપવામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યમાં ૧૫થી વધારે જિલ્લામાં ૧૮૦૦ કિ.મી.થી વધારે લંબાઈની ગેસ ગ્રીડનું નિર્માણ કરનારું દેશભરનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. અંદાજે ૨૫૦૦ કિ.મી.ની ગેસ ગ્રીડ પૂર્ણ કરવા રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યંુ છે. આજે દેશમાં કુલ ૩૧ લાખ ઘરવપરાશના ગેસ.

ગુજરાતમાં ઉદ્યોગો કોલસો અને નેપ્થા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતા હતા. ઈંધણ સરવાળે મોંઘું પડતું હતું એટલું નહીં પ્રદૂષણ પણ એટલું ફેલાતું હતું. રાજ્ય સરકારે આવા નાના અને મધ્યમ ઉદ્યોગોને ગેસ પૂરો પાડવા કમર કસી અને ઉદ્યોગોને ગેસ પૂરો પાડનારું ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું. રાજ્યમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, વાપી, વલસાડ અને નડિયાદમાં ઉદ્યોગો માટે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનું રૂ કરાયું છે.

ગુજરાત રાજ્યે પરંપરાગત ઊર્જાની સાથે સાથે બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં ઉદાહરણ‚ કામગીરી બજાવી. રાજ્યમાં સૌ પ્રથમ વખત સૌરઊર્જા અને પવનઊર્જાની સાનુકૂળ નીતિઓ ઘડવામાં આવી. એટલું નહીં ગુજરાત રાજ્યને શ્રેષ્ઠ પવન ઊર્જા વિકાસકાર રાજ્યનો ઍવોર્ડ પણ મળ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન કુલ ૧૩૯૨ મેગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કોઈપણ વર્ષ દરમ્યાન થયેલી સ્થાપિત ક્ષમત કરતાં સૌથી વધુ છે અને દેશમાં સ્થાપિત ક્ષમતામાં ગુજરાત બીજા નંબરે છે. માર્ચ-૨૦૧૭ સુધીમાં સોલાર પંપસેટ યોજના હેઠળ રૂ. ૧૮૮.૩૪ કરોડના ખર્ચે ૪૦૦૦ સૌરઊર્જા સંચાલિત સિંચાઈ પમ્પ સેટ્સ લગાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે.

LEDમાં લીડ કરી

તાજેતરમાં કેન્દ્ર સરકારે ઊર્જા બચતના એક અભિયાન સ્વરૂપે ઉજાલા યોજના અંતર્ગત ઓછા દરે કઊઉ બલ્બ વિતરણ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ઉપાડ્યું. અભિયાનને ગુજરાતે જનઅભિયાનમાં પરિવર્તિત કર્યું, જેના પરિણામે ઉજાલા યોજના હેઠળ સસ્તા ભાવે અત્યંત ટૂંક સમયમાં કરોડ LED બલ્બ વિતરણ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. અત્યાર સુધીમાં રાજ્યના ૪૨ લાખ પરિવારોએ યોજનાનો લાભ લીધો છે, જેના લીધે વીજબિલમાં રૂ. કરોડની બચત થઈ શકી. રાજ્ય સરકારે રાજ્યની ૧૬૨ નગરપાલિકા - આઠ મહાનગરપાલિકાઓમાં .૬૦ લાખ સ્ટ્રીટલાઈટને LEDમાં રૂપાંતરિત કરવાનો પણ નિર્ણય કરીને વીજબિલના બોજને હળવો કર્યો છે.

ઉપસંહાર

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ઊર્જાક્ષેત્રે અનેક જનહિતલક્ષી નિર્ણયો પણ લીધા છે. તદનુસાર હયાત કૃષિવિષય વીજજોડાણમાં કરારિત વીજભારની મર્યાદામાં બે વીજમોટર વાપરવાની મંજૂરી ઉપરાંત રાજ્યના કૃષિવીજજોડાણ ધરાવતા અને એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને એક સર્વે નંબરમાં બીજું કૃષિવિષયક વીજજોડાણ આપવાના નિર્ણયનો સમાવેશ થાય છે.

ઉપરાંત ગામતળ બહાર આદિવાસી વિસ્તારોમાં આવેલાં પરાંઓમાં ૧૦ કે તેથી વધુના જૂથમાં રહેતા પ્રજાજનો અને અન્ય વિસ્તારોમાં આવેલાં પરાંઓમાં ૧૫ કે તેથી વધુના જૂથમાં રહેતા પ્રજાજનોને જ્યોતિગ્રામ ફીડર ઉપરથી વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઊર્જાક્ષેત્રે રાજ્ય સરકારે આવા અનેકવિધ સુધારા કર્યા. અનેકવિધ જનહિતલક્ષી પગલાં ભર્યાં. તેના કારણે ગુજરાતનું ઊર્જાક્ષેત્ર રાજ્યના વિકાસનું ચાલક બળ બન્યું. અને ઊર્જાવાન ગુજરાત દેશભરનું અગ્રેસર રાજ્ય બન્યું છે.