અમેરિકાના વિજ્ઞાનીઓ કહે છે, રામસેતુ કુદરતી નહિ પણ માનવ નિર્મિત છે

    ૧૩-ડિસેમ્બર-૨૦૧૭

 
ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલો રામસેતુ કોઈ મિથક નહિ પણ હકીકત છે એવું હવે અમેરિકાના વિજ્ઞાનીઓ પણ માને છે. હમણા જ ત્યાંના કેટલાક ભૂગર્ભ વિજ્ઞાનીઓ અને આર્કિયોલોજિસ્ટની ટીમે સેટેલાઈટ દ્વારા પડાયેલી તસવીરો, રામસેતુ સ્થળ અને તે સંદર્ભ સાથે જોડાયેલા તથ્યોનું અધ્યયન કરી સાબિત કર્યુ છે કે રામ સેતુ એ કુદરતી રીતે બનેલો નહિ પણ માનવ સર્જિત સેતુ છે.
 
અમેરિકાની સાયન્સ ચેનલ પર આ અધ્યયન આધારિત એક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં આ વિજ્ઞાનીઓએ તસવીર સાથે સાબિત કર્યુ હતુ કે આ સેતુ માનવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે શું ભારત – શ્રીલંકાને જોડનાર રામ સેતુ હકીકતમાં હતો કે પછી તે એક કલ્પના છે? વિજ્ઞાનીઓનું વિષ્લેષણ કહે છે કે આ સેતુ હતો…
 
આ વિડિયોમાં તેમણે આ સેતુને માનવની શાનદાર ઉપલબ્ધિ ગણી છે.તેમનું માનીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેની ૩૦ માઈલમાં ફેલાયેલી બાલૂની પર્વતમાળા કુદરતી છે પણ તેના પર મુકવામાં આવેલા પથ્થર ત્યાંના નથી તે ક્યાંકથી લાવીની અહિં ગોઠવવામાં આવ્યા છે.
 
વિજ્ઞાનીઓએ આ નીર્ણય જાહેર કર્યો છે…
 
૦ ભૂ-વિજ્ઞાનીઓએ નાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી રામસેતુની સેટેલાઈટ તસવીરને સાચી જણાવી છે.
૦ વિજ્ઞાનીઓએ પોતાના સંશોધનમાં શોધ્યું છે કે ૩૦ માઈલ લાંબો આ સેતુ માનવ નિર્મિત છે.
૦ જે પથ્થરનો ઉપયોગ સેતુ બનાવવા થયો છે તે કોઈ બીજા સ્થળેથી લવાયા છે.
૦ તેમના મતે આ પથ્થર લગભગ ૭ હજાર વર્ષ જૂના છે.
૦ પણ આ પથ્થર અહિં માત્ર ૪ હજાર વર્ષથી છે
જુવો ટીવી ચેનલ નો વિડીઓ