૬૨ માળની બીલ્ડિંગ પર સ્ટંટ કરવા ગયો ચીની સ્ટંટમેન અને તે આખરી સ્ટંટ બની રહ્યો, જુવો વિડીઓ

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭

 
બોલિવુડ હોય કે હોલિવુડ હવે તો દરેક ફિલ્મમાં હીરો અનેક ખતરનાક સ્ટંટ કરતા દેખાય છે. કદાચ આજના દર્શકોની એ માંગ છે. પણ આ સ્ટંટ ખરેખર હીરો કરતા હોતા નથી. એમેની જેવા દેખાતા સ્ટંટમેન હોય છે જે આવા સ્ટંટ કરતા હોય છે. આ સ્ટંટમેન્ટ પોતાનો જીવ જોખમમાં મુકી રોજી રોટી કમાતા હોય છે. આ કામમાં ઘણી વાર તેમનો જીવ પણ જતો હોય છે. હમણા જ ચીનથી આવા એક સમાચાર આવ્યા છે.
 

 
 
વૂ યોગિંગ નામનો ચીનનો એક યુવા સ્ટંટમેન પૈસા કમાવા કોઈ પણ સુરક્ષાકવચ વિના ૬૨ માળની બીંલ્ડીગ પર હવામાં લટકી પૂસ અપ કરવા ગયો અને બેલેન્સ બગતા સીધો નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો.
 
આ યુવાન હમણાથી સોશિયલ મીડિયા પર તેના જૂદા જૂદા ખતરનાક સ્ટંટના કારણે ખૂબ પ્રસિધ્ધ થયો હતો. સોશિયમ મીડિયા પર તેના ફોલોઅર્સ લાખ્ખોની સંખ્યામાં વધી ગયા હતા. પણ હવે એક સ્ટંટનો વીડિયો બનાવવા જતા તે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે.
 

 
 
તેણે પોતાનું કેરિયર બેક્ગ્રાઉન્ડ એક્ટર તરીકે શરૂ કર્યુ હતું પણ આ સાથે તેણે અનેક ઊંચી એમારતો પર ચડી ખતરનાક સ્ટંટવાળા વિડીઓ બાનવ્ય, સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા જે ખૂબ વાઈરલ પણ થયા. જેના કારણે તેનું નામ “રૂફટોપર” પણ પડી ગયુ હતું.
 
ન્યુઝ એશિયા ચેનલના એક રીપોર્ટ પ્રમાણે વૂ યોગિંગને આ સ્ટંટ કરવા બદલ ૧૫૦૦૦ ડોલર મળવાના હતા. તેના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે તે આ પૈસાથી પોતાની બિમાર માતાનો ઈલાજ કરાવવાનો હતો અને પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોસ પણ કરવાનો હતો.
 

 
 
આજના ક્રેજી યુવાનો માટે આ સંદેશારૂપ છે. આજે ભારતમાં અનેક યુવાનો સેલ્ફીના ચક્કરમાં અકસ્માતના કરણે મૃત્યું પામે છે. રોમાંચ સારી વસ્તુ છે પણ એનો મતલબ એ નથી કે જીંદગીને જોખમમાં મુકી તે રોમાંચ મેળવવામાં આવે. આવું કોઇ પણ યુવા સાથે થઈ શકે છે. વિશ્વાસના હોય તો ગૂગલ કરો….સેલ્ફીના ચકકરમાં શું શું થયું છે તે ખબર પડી જશે…
 
 
જુવો આ રહ્યો તે સ્ટંટનો વિડીયો…