ગુજરાતમાં ૧૮૨૮ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, બધી જ ન્યુજ ચેનલના એક્જિટ પોલમાં ભાજપની જીત

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ છે. પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. પહેલા તબક્કામા યોજાયેલ 89 બેઠકો પર ૬૮ ટકા મતદાન થયુ હતુ. અને બીજા તબક્કામા પણ ૬૮થી૭૦ ટકીની આસપાસ મતદાન થયુ છે. ઍટલે કે ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં સરેરાશ કૂલ ૬૫ થી ૬૮ ટકાની આસપાસ મતદાન થયુ છે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે 14 જિલ્લાની 93 બેઠકો પર આજે મતદાન કરવામાં આવ્યું. જેમાં અંદાજે સરેરાશ 65 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં 70.61 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન દાહોદમાં 53.85 ટકા નોંધાયું છે. અમદાવાદમાં સરેરાશ 57.56 ટકા મતદાન નોંધાયું છે.
 
સરેરાશ ક્યાં કેટલા ટકા થયું મતદાન
 
બનાસકાંઠા- 66.93, પાટણ- 62.69, મહેસાણા- 67.37, સાબરકાંઠા- 70.61, અરવલ્લી- 61.65, ગાંધીનગર- 63.59, અમદાવાદ- 57.56, આણંદ- 64.31, ખેડા- 63.07, મહિસાગર- 61.24, પંચમહાલ- 64.24, દાહોદ-53.85, વડોદરા- 65.37 અને છોટાઉદેપુરમાં 58.47 ટકા મતદાન થયું છે.
એક્જિટ પોલ
 
ટાઈમ્સ નાવ         ભાજપ ૧૦૯ કોંગ્રેસ ૭૦ અન્ય ૦૩
સી વોટર               ભાજપ ૧૦૮ કોંગ્રેસ ૭૪ અન્ય ૦૦
ઈન્ડિયા ન્યુઝ         ભાજપ ૧૧૦-૧૨૦ કોંગ્રેસ ૬૫-૭૫ અન્ય ૦૨-૦૪