ચૂંટણીમાં ફરજ બજાવવા આવેલા જવાનોને અપાઈ ગરબા પાર્ટી

    ૧૬-ડિસેમ્બર-૨૦૧૭
 
ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ. ચૂંટણી દરમિયાન વિવિધ રાજ્યોની પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો રાજ્યમાં ખાસ ફરજ બજાવવા આવ્યા હતા. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનની આવી જ એક ટુકડી છેક સિક્કિમથી ગુજરાતમાં ઇલેક્શન ડ્યૂટી પર આવી હતી. 14મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ 16મી ડિસેમ્બરે આ જવાનો અમદાવાદના સીટીએમ વિસ્તારમાંથી સિક્કિમ જવા નીકળ્યા ત્યારે સ્થાનિકોએ તેમના માટે ખાસ ગરબા પાર્ટીનું આયોજન કર્યું હતું. જવાનો અહીંની પ્રદ્યુમન સોસાયટીમાં આવેલી ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલમાં રોકાયા હતા.
 
ગુજરાત આવો અને ગરબા કર્યા વગર જાઓ તેવું જાણે અમદાવાદીઓ આ જવાનો સાથે થવા દેવા નહોતા ઈચ્છતા, માટે જ તેમને એવી સરપ્રાઈઝ ગરબા પાર્ટી આપી કે આ જવાનો પણ ખુશ થઈ ગયા. જવાનોએ પણ ખૂબ આનંદ પૂર્વક ગરબા ગાયા અને સ્થાનિક લોકો સાથે તેમણે ગરબા ગાયા હતા…
 
જુવો વિડીયો….