કોંગ્રેસના માધવસિંહ સોલંકીના પ્રધાનમંડળમાં એકપણ પાટીદાર મંત્રી ન હતા

    ૦૨-ડિસેમ્બર-૨૦૧૭

 
 
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા. ૭ જૂન, ૧૯૮૦ના રોજ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા. ગુજરાતમાં સોલંકી યુગનો પ્રારંભ થયો. ગુજરાતના સ્વચ્છ વાતાવરણને કોમી દિશા આપવાનો પ્રારંભ માધવસિંહે કર્યો, પોતે રચેલા ૨૨ સભ્યોના પ્રધાનમંડળમાં એક પણ પાટીદાર મંત્રીનો સમાવેશ ન કરીને માધવસિંહે રાજકીય ધડાકો કરી ગુજરાતમાં ભયાનક ભૂકંપ સર્જ્યો. સમગ્ર સમાજને સાથે રાખી ચાલવાને બદલે કોંગ્રેસે જ્ઞાતિવાદની જટિલ દિશા પકડી ગુજરાતના રાજકીય જીવનને કલુષિત કરી નાખેલું.
 
માધવસિંહ સોલંકીની કોંગ્રેસની સરકારમાં એક પણ મંત્રી પાટીદાર ન હતો આજે કોંગ્રેસ પ્રર્ત્યે કેટલાક પટેલો ને પ્રેમ આવ્યો છે ..એમણે કદાચ નવી પેઢીના હોવા થી કોંગ્રેસના શાસન માં પટેલોની કેવી અવગણના થતી હતી તે જોયું લાગતું નથી ...
ભાજપમાં પટેલો ક્ષત્રિયો સહિત તમામ જ્ઞાતિઓ નું સરખું વર્ચસ્વ જોવા મળે છે ...